SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કાનજીભાઈ પટેલ થતા પ્રવચનમાં દીક્ષા જ પરમ ધર્મ હોય એવો બોધ અપાતો. સ્ત્રીની નિંદા કરવામાં આવતી. આને પરિણામે બેચરદાસનું મન પાઠશાળા તરફથી ઊઠી ગયું. બનારસમાં એમણે વ્યાકરણ, ન્યાય અને સાહિત્યના પંડિતો પાસે શિક્ષણ લીધું. શિયાળામાં રોજ રાત્રે દેઢ કે બેથી સવારના છ વાગ્યા સુધી વાંચતાઅન્ય વિદ્યાથીઓ સાથે બનારસના મહાપંડિત નકછેદરામ પાસેથી તેમણે સમનિત નું અધ્યયન કર્યું. હેમચંદ્રને કેશ અને ધાતુપાઠ કંઠસ્થ કરી લીધા. હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ તો એ પોતાની મેળે જ શીખી ગયા. વ્યાકરણ શીખતાં એ ભાષા તો તરત જ આવડી ગઈ. ઉપરાંત, શૌરસેની, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ ભાષામાંયે નિપુણતા આવી ગઈ. સંસ્કૃત અને પ્રાકૃત બને બેલવા-લખવા પર પ્રભુત્વ મેળવ્યું. બેચરદાસ અને અન્ય વિદ્યાથીઓ કાશીમાં તનતોડ મહેનત કરીને અભ્યાસ કરતા હતા ત્યારે મહારાજશ્રીના પ્રતિસ્પધી કેટલાક મુનિઓએ ગુજરાતમાં એવી અફવા ફેલાવી કે કાશીમાં તો મુનિઓ અને વિદ્યાથીઓ માલમલીદા ઉડાવે છે અને સમાજના પૈસાને અપવ્યય કરે છે. પાઠશાળા અંગેની ગેરસમજ દૂર કરવા માટે મહારાજશ્રીએ બેચરદાસ અને અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓને ગુજરાતમાં મોકલ્યા. આ વિદ્યાર્થીઓએ જાહેરસભાઓ ગોઠવી એમાં સંસ્કૃત અને ગુજરાતીમાં સરસ વ્યાખ્યાને આપ્યાં. અમદાવાદમાં બનારસની પાઠશાળાની શાખા ખોલી અને “સે મસાલેમેં એક ધનિયા, સો ગંભનમેં એક બનિયા” કહેવત સાચી પાડી. બેચરદાસના વ્યાખ્યાનને સાંભળીને શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ એમના તરફ સદ્દભાવ રાખતા થઈ ગયા. “વસન્તમાં એમના સાહિત્યિક કાર્યની કદર કરી. પૂનામાં ભરાયેલ Oriental Conferenceમાં બેચરદાસે “અર્ધમાગધી ભાષાનું સ્વરૂપ” વિષય પર નિબંધ રજૂ કર્યો. નિબંધ અને ‘વસંત” માં છપાયેલી નેધ ઉપરથી વડોદરામાં શ્રી સી. ડી. દલાલની જગ્યાએ પં. બેચરદાસને નીમવાની વાત ચાલી. એ માટે વડોદરાના દિવાન શ્રી મનુભાઈ મહેતા સાથે મુલાકાત થઈ, પણ મહાત્મા ગાંધીજીમાં વિશેષ શ્રદ્ધા ધરાવનાર ખાદીધારીને દેશી રાજ્યની નોકરી ક્યાંથી અનુકૂળ રહે ? પંડિતજીએ તેનો અસ્વીકાર કર્યો. તેઓ રાષ્ટ્રીય ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને વડોદરા ન ગયા. બેચરદાસ પુનઃ બનારસ ગયા ત્યારે ન્યાયશાસ્ત્રના પ્રાચીન ગ્રંથને અભ્યાસ શરૂ કર્યો. પ્રથમ જૈન ન્યાયના ગ્રંથ સ્યાદ્વાદમંજરી, અવતારિકા વગેરે ભણ્યા પછી ન્યાયસૂત્ર, વૈશેષિકસૂત્ર, સાંખ્યકારિકા વેદાન્તપરિભાષા વગેરે વૈદિક ન્યાયના સૂત્રો ભણ્યા. પિતાના અભ્યાસની સાથે સાથે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના ગ્રંથોનું સંપાદન પં. હરગોવિંદદાસ શેઠના સહકારમાં કરવા લાગ્યા. ખૂબીની વાત તો એ છે કે આ ગ્રંથમાળામાં પ્રકાશિત વ્યાકરણ અને ન્યાયને લગતા ગ્રંથે કલકત્તા સંસ્કૃત કૉલેજની તીર્થ પરીક્ષાના કેસમાં સ્થાન પામ્યા અને પછી પંડિતજી વ્યાકરણ અને ન્યાયના તીર્થ થયા. મુંબઈની એજયુકેશન ઑર્ડની પરીક્ષામાં આ બંનેને ઉત્તિર્ણ થયા બદલ રૂા. ૭૫-૭૫નું પારિતોષિક મળ્યું. પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ કેળવ્યા પછી બૌદ્ધધર્મના જ્ઞાન માટે પાલિના અભ્યાસની જરૂર જણાઈ. આચાર્ય મહારાજે ડૉ. સતીષચંદ્ર વિદ્યાભૂષણની સાથે પંડિત બેચરદાસને તથા પં. હરગોવિંદદાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy