SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજ્યન્તગિરિની ખરતર–વસહી મધુસૂદન ઢાંકી ઉજજયન્તગિરિના અધિષ્ઠાતૃદેવ, જિન અરિષ્ટનેમિના પ્રાસાદની જગતના ઉત્તર દ્વારેથી ઉતરતાં હેઠાણ ભાગે ડાબી બાજુએ જે પહેલું મોટું મંદિર આવે છે તે વતમાને “મેલવસહી' વા “મેરકવસહી કે “મેરકવશી' નામે ઓળખાય છે: પરંતુ આ અભિધાન ભ્રમમૂલક છે; કેમકે જે બે'એક ચૈત્યપરિપાટીકારે “મેલાગર' (મેલા સાહ) ના મંદિરને ઉલેખ કરે છે તે મંદિર તે તમના કથન અનુસાર “ધરમનાથ” (જિન ધર્મનાથ)નું હતું, કેવળ નાની દેહરા રૂપે જ હતું, અને તેનું સ્થાન નેમિનાથની જગતીના પૂર્વારની પાસે કયાંક હતું. જ્યારે આ કહેવાતી “મેલક વસહી” તે ઉત્તરદ્વારથી હેઠાણમાં રચાયેલ મારું બાવન જિનાલય છે અને તે અષ્ટ ૧દ અને સમેતશિખરને ભદ્રપ્રાસાદે, ગૂઢમંડપ, અને રંગમંડપની રચનાઓ ઉપરાન્ત “પંચાગવાર” અને “નાગબધુ' ઇત્યાદિ ચમત્કૃતિભરી આકૃતિઓની કરણવાળી, તેમ જ અન્ય વાસ્તુશાસ્ત્રોકત પ્રકારાવાળી સરસ છતાથી શોભાયમાન મંદિર છે. પંદરમા શતકના ઉત્તરાર્ધના ચૈત્યપરિપાટીકારે આ મંદિરનું ખૂબ હાશપૂર્વક અને વિગતે વર્ણન કરે છે, જે સર્વ તે વર્તમાન મંદિરની રચના સાથે મળી રહે છે, જે વિષય અહીં અગાઉ ઉપર જોઈશુ. ચૈત્યપરિપાટીકારોએ આ મંદિરને સ્પષ્ટતયા “ખરતર-વસહા” કહ્યું છે અને તેના નિર્માતા તરીકે ભણસાલ નરપાલ સંઘવીનું નામ આપ્યું છે. પ્રસ્તુત ખરતર-વસહીની નિર્માણમિતિ ખરતરગચ્છીય ઉપાધ્યાય જયમ સ્વરચિત “જયસાગરોપાધ્યાય-પ્રશસ્તિ”માં સં. ૧૫૧૧/ઈ.સ. ૧૪૫૫ બતાવે છે; પરંતુ રાણકપુરના ધરણુવિહારમાં સ્થિત, સં. ૧૫૦ ઈ.સ. ૧૪૫૧માં બનેલા “શત્રુંજય-ગિરનાર શિલા પટ્ટમાં પણ ગિરનાર પરની આ ખરતર-વસહીનું અંકન કરેલું હાઈ પ્રસ્તુત વસહી તે પૂર્વે બંધાઈ ચૂકી હવા જોઈએ - આ મંદિર વિષે બીજી એક ખોટી કિંવદતી, જે સામ્પ્રતકાલિન વેતામ્બર જૈન લેખકે અનવેષણ કર્યા વગર લખે જ રાખે છે,–તે એ છે કે સજજન મંત્રાએ ટીપ કરીને તૈયાર રાખેલું નેમિનાથ મંદિરના નિર્માણ-ખર્ચ જેટલું દ્રવ્ય જયસિંહદેવ સિદ્ધરાજે ગ્રહણ ન કરતાં તેને ઉપયોગ આ મંદિરને બંધાવવામાં થયો હતા; પણ આ મંદિર સમ્બદ્ધ કોઈ જ સમકાલિક કે ઉત્તરકાલિક ઉલ્લેખ આ માન્યતાનું સમર્થન કરતા હોવાનું જ્ઞાત નથી. મંદિરની શૈલી તો સ્પષ્ટતઃ ૧૫ મા સૈકાની છે. મંદિરના મૂલગભારામાં વર્તમાન સં. ૧૮૫૯ ઈ.સ. ૧૮૦૩માં વિજય જિનેન્દ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત સહસ્ત્રફણા-પાર્શ્વનાથ મૂળનાયક રૂપે વિરાજમાન છે; પણ ૫ દરમાં શતકમાં તે તેમાં સ-તારણ પિત્તળની, સોનાથી રસેલ, “સેવનમય વીર’ની પ્રતિમા અધિનાયક રૂપે પ્રતિષ્ઠિત હતી; અને તેની અડખેપડખે શાન્તિનાથ અને પાર્શ્વનાથની પિત્તળની કાર્યોત્સર્ગ પ્રતિમાઓ હતી તે ચૈત્યપરિપાટીકારના કથન પરથી નિર્ણય થાય છે. મૂલનાયકની પ્રતિમા “સંપ્રતિકારિત” હેવાનું તપાગચ્છીય હેમહંસગણિ, શવરાજ સંધવાની યાત્રાનું વર્ણન કરનાર ત્યપરિપાટીકાર, ખરતગચ્છીય રંગસાર, તેમજ કરણસિંહ પ્રાગ્વાટ પણ કહે છે. આ ઉપરથી આ મંદિર તે કાળે સંપ્રતિ રાજાનું મંદિર કહેવાતું હશે. પણ હાલમાં તે આ મંદિરની સામેની ધાર પર આવેલ, ખંભાતના શ્રેષ્ઠીવરે શાણરાજ અને ભવે ઈ.સ. ૧૪૫૯માં બંધાવેલ, અસલમાં જિન વિમલનાથના, મંદિરને સંપ્રતિ રાજાનું મંદિર હેવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy