SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ણસિંહત ગિરનારસ્થ “ખરતરવસહી–ગીત” સં. મધુસૂદન ઢાંકી ૧૬ કડીમાં નિબદ્ધ અને કેટલાંક ઐતિહાસિક તથ્ય સમાવતા આ ગીતના રચયિતાએ આખરી કડીમાં પિતાનું નામ “કરણસંધ' આપ્યું છે. એક પ્રાગ્વાટ કરણસિંહની ચૈત્યપરિપાટી સહસંપાદના અથે (સ્વ.) અગરચંદ નહાટાએ મને મોકલી આપેલી'; પણ તેમાં કર્તાએ પિતા વિષે કંઈ વિશેષ કહ્યું નથી. તેમ બન્નેમાંથી એકેમાં રચનાનું વર્ષ પણ બતાવ્યું નથી; પણ વસ્તુની દૃષ્ટિએ પહેલી ચૈત્યપરિપાટી પંદરમા શતકના આખરી ભાગ યા સોળમા શતકથી પ્રાચીન હોય તેમ જણાતું નથી. આથી કર્તા પંદરમા સોળમા સૈકામાં થઈ ગયા જણાય છે. સંભવ છે કે તેઓ ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હોય. સંપ્રતિ રચનાર – ખરતરવસહી – ગીત – ગિરનાર પર ખરતરગચ્છીય નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૪૧થી ચેડાં વર્ષ પૂર્વે (મોટે ભાગે ઈ. સ. ૧૪૩૮ના અરસામાં), પૂવે વસ્તુપાલ મન્ત્રીએ કરાવેલ સત્યપુરાવતાર મહાવીરના જૂના મંદિરને કાઢી નાખી તે સ્થળે નવું બંધાવેલું તે મંદિરને અનુલક્ષીને થઈ છે. નવનિર્માતા ખરતરગચ્છીય હોવાથી આ મંદિર “ખરતરવસહી” નામથી પંદરમા શતકના ઉત્તરાર્ધથી જાણીતું થયેલું; જે કે એ નામ પણ પછી તે ભૂલાઈ જવાઈ વર્તમાને તે (ખોટી રીતે) “મેકવસહી’ કે ‘મેરકવસહી' નામે પરિચયમાં છે. (જુઓ અહીં મારો આ ખરતર– વસહી સંબદ્ધ વિસ્તૃત લેખ). રચયિતા કવિએ ૮મી કડીમાં જિનભદ્રસૂરિના વચનથી ભણસાળી નરપાળે પ્રસ્તુત મંદિર બંધાવ્યાનું કહ્યું છે; અને મંદિરના વર્ણનમાં મંડપની પુતળીઓ જમણુ બાજુએ રહેલ (ભદ્ર પ્રાસાદમાં) અષ્ટાપદની રચના, તેમજ તેની સામે) ડાબી બાજુએ એ જ પ્રમાણે રહેલા નંદીશ્વરને ઉલેખ કરે છે. મૂળ ગભારામાં અધિષ્ઠિત જિનવીરની ધાતુમતિ, તેનું રત્નજડિત પરિકર અને તારણને પણ ગીતકર્તા ઉલ્લેખ કરે છે. એકંદરે ગીતનું કલેવર પાતળું છે. કૃતિ દેશ્ય ઢાળમાં ઢળેલી છે, પણ સંધાન બહુ વ્યવસ્થિત નથી. ભાષા જૂની ગુજરાતીને બદલે મરૂ ગૂર્જર જણાય છે. ખરતરગચ્છનું જેર રાજસ્થાનમાં ઘણું હતું! કર્તા “કરણસંધ” એ તરફના હેવાને સંભવ છે. પાદટીપ : ૧. આ રચના પંઇ દલસુખ માલવણિયા અભિનન્દન ગ્રન્થમાં પ્રકટ થનાર છે. ૨. પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડારમાં રહેલી, અને એક માત્ર ઉપલબ્ધ પ્રતિ (ક્રમાંક ૩૧૨૨), પરથી અહીં સંપાદિત કરવામાં આવી છે. સંપાદક પ્રસ્તુત સંસ્થાના આભારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy