SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ કેશવકૃત નેમિનાથ ફાગ સંપા, કનુભાઈ ત્રિ. શેઠ પ્રાસ્તાવિક પ્રાચીન – મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિકસેલા અનેક લઘુ કાવ્ય પ્રકારોમાં “ફાગુ' કાવ્ય પ્રકાર સ્વરૂપની અને વિષયવસ્તુની અપેક્ષાએ સેંધપાત્ર છે. વર્તમાને લગભગ ૭૮ જેટલાં ફાગુ કાવ્યો ઉપલબ્ધ છે; જેમાંથી ૫૦ જેટલાં પ્રસિદ્ધ થયેલાં છે. અહીં એક અપ્રકાશિત – લાવણ્યરત્ન શિષ્ય કવિ કેશવકૃત – નેમિનાથ ફાગને સપરિચય પ્રસ્તુત કરવામાં આવે છે. પ્રતવર્ણન અને સંપાદન પદ્ધતિ પ્રસ્તુત કૃતિનું વર્ણન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, (અમદાવાદ)ના મુનિશ્રી પુણ્ય વિજયજી હસ્તપ્રત ગ્રંથભંડારની એક માત્ર પ્રત (ક્રમાંક (૭૯૪) પરથી કરેલ છે. પ્રથમ પૃષ્ઠ પર તીર્થકર ભગવાનનું રંગીન ચિત્ર દોરેલ છે. પ્રત્યેક પત્રનું માપ ૨૪.૭ ૪ ૧૧.૦ સે.મિ. છે. બને બાજ ૩,૦ સે.મી. ને હાંસિયો છેઃ પત્ર ક્રમાંક પત્રની ડાબી બાજુ લખેલો છે; પાતળા કાગળની આ દેવનાગરી લિપિમાં લાલ તથા કાળી શાહી વડે લખાયેલ છે. લેક ક્રમાંક લાલ શાહી વડે લખેલે છે. પ્રતની લેખનમિતિ દર્શાવી નથી; પણ તે લિપિ અનુસાર અનુમાને અઢારમા શતકની હેય તેમ લાગે છે. આરંભઃ (કોઈ સૂચન નથી.) અતઃ તિશ્રી નેમિનાથ = સંપૂfમશીનરનું સંપાદનમાં સર્વત્ર પ્રતિ અનુસારને મૂલપાઠ કાયમ રાખે છે. કાવ્યના કર્તાઃ કવિ કેશવ કાવ્ય-પ્રશસ્તિ પરથી એના કર્તા વાચક લાવણ્યરનના શિષ્ય કેશવ હેવાનું નિશ્ચિત છે. કૃતિની રચના સંવત ૧૭૫૧ (ઈ. સ. ૧૬૯૫) ફાગણ સુદ તેરસના દિને પાટણમાં થઈ હોવાનું કહી શકાય. સંવત સતર એકાવન વરખ ફાગણ સુદ તેરશ હરખે રે, ને પાટણ સહર સદા સુખદાઈ એ ફાગ રચે વરદાઈ રે, ૧૦ ને. વાચક લાવન્યરત્ન પસાયા, કેશવ જિનના ગુણગાયા રે, ને ભણસ્ય ગુણસ્ય જે સાંભર્ય, તેહના મનવંછિત ફલસ્ય રે ૧૧ ને. આ કવિ વિશે આટલી માહિતી મળે છે. એમનું નામ કેશવ કેશવદાસ અને અરિનામ કુશલસાગર હોવાનું જાણવા મળે છે. ખરતર ગચછના જિનભદ્ર શાખાના સાધુકીર્તિની પરંપરામાં લાવણ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy