SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર ચેતપ્રવાડિ સં. વિધાત્રી વેરા અજ્ઞાત કર્તાની આ કૃતિ કેવળ પચીસ ગાથાની જ છે, છતાં તીર્થના ઇતિહાસની દષ્ટિએ માહિતીસભર હેઈ, મહત્ત્વની છે. સાદી અને સરળ એવી આ રચના સાહિત્યિક દૃષ્ટિએ ખાસ નેધપાત્ર નથી, તે પણ પ્રાસ (એકાદ સ્થાનાપવાદ સિવાય) તૂટતું ન હોવાથી ગેય અને સુવાચ્ય છે; છંદ દોધક છે. મંત્રીશ્વર વસ્તુપાળના ગિરનારના શિલાલેખો (સં. ૧૨૮૮/ઈ. સ. ૧૨૩૨), મંત્રીશ્વરના કુલગુરુ નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિ કૃત “રેવંતગિરિ રાસ' (આ. સં. ૧૨૮૮/ઈ. સ. ૧૨૩૨]", ધર્મઘોષસુરિ કૃત “ગિરનારકલ્પ' (૧૩મી શતાબ્દીનું ત્રીજું ચરણ) જિનપ્રભસૂરિ રચિત “રેવતકલ્પ અને અન્ય રચનાઓ (તેરમા શતકને અંત અને ચૌદમા શતકને પ્રારંભ), અજ્ઞાત કર્તાને “પેથડરાસ (આ. સં. ૧૩૬૦/ઈ. સ. ૧૩૦૪), અંબદેવસૂરિ કૃત “સમરાવાસુ (આ. સં. ૧૩૭૧/ઈ. સ. ૧૩૧૫), – આદિ રચનાઓમાં ગિરનારના જૈનમંદિર વિશે નેધ મળે છે. એકંદરે તે આ સૌ ગિરિસ્થ તીર્થભવને વિશેની માં સમાન કથને મળે છે. આ સિવાય હેમહંસ કૃત “ગિરનાર ચેત્ત પરિપાટી (આ. સં. ૧૫૧૫ ઈ. સ. ૧૪૫૯), અને રત્નસિંહસૂરિ શિષ્ય રચેલી “ગિરનાર તીર્થમાલા' (આ. સં. ૧૫૨૩/ઈ. સ. ૧૪૬૭)માં ઉપર્યુક્ત રચનાઓમાં અપાયેલ સામગ્રી ઉપરાંત પંદરમા શતકમાં ગિરનાર પર બંધાયેલ બીજ પણ કેટલાંક મંદિરનો ઉલ્લેખ છે. આ બધી જ કૃતિઓનું સમાંતર પઠન રસપ્રદ અને બેંધનીય બની રહે છે. આગળ વિશેષ ચર્ચા કરતાં પહેલાં સાંપ્રત કૃતિ વિશે થોડી પ્રારંભિક વિગતો જોઈએ. સાંપ્રત પ્રતિ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાંની શ્રીસંઘ જેનભંડારની ક્રમાંક ૩૧૩૨, ડા. ૧૧૪ની છે. “અબુદાચલ વિનતી સંગ્રહ આદિ વિનતી સંગ્રહ’ એવું આ પ્રતિનું શીર્ષક છે, જેના છેલલા પત્રમાં પ્રસ્તુત કૃતિ “ગિરનાર ચેર પ્રવાડિ' નામે છે. પ્રતિનું માપ ૨૬.૫ ૪ ૧૧.૫ પત્ર ૮ છે. સરાસરી દરેક પત્રમાં ૧૮ લીટી અને દરેક લીટીમાં ૫૭ અક્ષર છે. પ્રતિની લેખનશૈલી સોળમા શતકની છે; પરિપાટી જૂની ગુજરાતીમાં નિબદ્ધ છે. આ કાવ્યમાં રચના સંવત આપેલ નથી પરંતુ, હેમહંસે “ગિરનાર ચત્ત પરિપાટી'માં અને અને રત્નસિંહરિ શિવે ગિરનાર તીર્થમાળા'માં – પંદરમી સદીમાં બંધાયેલાં જે ત્રણ મંદિરને ઉલ્લેખ કર્યો છે, એ મંદિરને ઉલેખ આ કાવ્યમાં કરવામાં આવેલ નથી. એ ત્રણ મંદિરે તે નરપાલ સંઘવી, સમરસિંહ-માલદે, અને બુભવ શાણરાજનાં છે. એ સમયના પ્રખ્યાત આ મંદિરે આ કાવ્યની રચના સતયે હજી બંધાયેલાં નહિ હેય. ઉપરાંત ભાષાની દૃષ્ટિએ પણ આ કૃતિ આગળની બેને મુકાબલે વહેલી રચાયેલી લાગે છે. એટલે કે પંદરમી સદીના પ્રારંભ કાળની કે એ પહેલાંની આ કૃતિ સંભવી શકે. પ્રતિના અન્તભાગે “જયાનંદગણિએ લખ્યું” એમ નેંધ છે. આ સમયમાં થઈ ગયેલા જયાનંદગણિ તે તપાછીય સોમતિલકસૂરિના શિષ્ય જયાનંદસૂરિ લેવા જોઈએ જેમને સ્વર્ગવાસ સં. ૧૪૪૧/ઈ. સ. ૧૩૮પમાં થયો છે. આ વાત દયાનમાં લઈએ તે આ કૃતિ તે પહેલાંની હેય. કર્તા કઈ જૈન યાત્રિક કવિ છે અને તેમને સમય આગળ નિદેશેલા હેમહંસની પાસે હશે એમ તેમણે આપેલી છે અને કૃતિની સરાસરી ભાષા ઉપરથી જણાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy