SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસસ્થા શ્રી સારાભાઈ મગનભાઈ મોદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ દ્રસ્ટ–ઉચ્ચ શિક્ષણને પ્રેત્સાહન આપવાના હેતુથી શેઠ શ્રી સારાભાઈ એ દર વર્ષે સાત હજાર રૂપિયાની લોન સાત વર્ષ સુધી આપી શકાય અને એના વહીવટનું ખર્ચ પણ પિતાના તરફથી આપવામાં આવે એ રીતે રૂા. ૫૧,૦૦૦ વિદ્યાલયને આપવાનું વિચાર્યું હતું. આ માટે એમણે રૂા. ૭,૦૦૦ રોકડા અને રૂા. ૩૦,૦૦૦ મૈસુર મિલની દવા ટકાના વ્યાજની ડિપોઝિટમાં રક્યા હતા. આ યોજનાનો વિદ્યાલયે તા. ૬-૩-૧૯૩૨ના રોજ સ્વીકાર કર્યો, ત્યાર પછી ફક્ત દેઢ જ મહિને, તા. ૨૨-૪-૧૯૩૨ ના રેજ, એમને સ્વર્ગવાસ થયે; પણ ફેલ એની ખુશ મૂકતું જાય એમ શ્રી સારાભાઈ મોદીની એ સખાવતમાંથી, લેન રિફંડને કારણે, છેલ્લાં ૩૩ વર્ષ દરમ્યાન કુલ ૬૭૩ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને રૂા. ૧,૩૩,૭૪૩ જેટલી મેટી રકમની લેન આપી શકાઈ છે; અને અત્યારે આ ટ્રસ્ટમાં રૂા. ૧૬,પર૯-૪૩ જમા છે. આ ટ્રસ્ટને વહીવટ દસ સભ્યની એક પેટા સમિતિ દ્વારા થાય છે, જેમાંના પાંચ સભ્ય વ્યવસ્થાપક સમિતિ દ્વારા અને પાંચ સભ્ય શ્રી સારાભાઈ મોદીના ઉત્તરાધિકારી દ્વારા નિમાય છે. અત્યારની સમિતિ નીચે મુજબ છે – (૧) શ્રી મદનલાલ ઠાકરલાલ શાહ () શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (૨) શ્રી દીપચંદ મગનલાલ શાહ (૭) શ્રી રતિલાલ ચીમનલાલ શાહ (૩) શ્રીમતી પન્નાબહેન યંતભાઈ પારેખ (૮) શ્રીમતી તારાબહેન પ્રસન્નમુખ બદામી (૪) શ્રી મગનલાલ ભગવાનજી શાહ (૯) ડો. રતિલાલ મોહનલાલ વાલવાળા (૫) શ્રી જમનાદાસ સારાભાઈ મોદી (મંત્રી) (૧૦) શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા શેઠ સારાભાઈ કેવળ છાત્રવૃત્તિરૂપે સીધેસીધી મદદ આપી દેવાને બદલે લેનરૂપે મદદ આપવાના ખાસ આગ્રહી અને હિમાયતી હતા. એના પરિણામે જ એમનાં ઉપર્યુક્ત બે ફડેને આટલા બધા વિદ્યાર્થીઓને લાભ મળી શક્યો છે અને હજી પણ મળી રહ્યો છે. શેઠ મેઘજી સેજપાળ ઉચ્ચ ધાર્મિક શિક્ષણ સહાયક વિદ્યાલયના સોળમાં વર્ષમાં મુંબઈના શિક્ષણપ્રેમી અને ધર્માનુરાગી આગેવાન શેઠ શ્રી મેઘજી સોજપાળે, ચાલુ ધાર્મિક શિક્ષણથી આગળ વધીને વિદ્યાથીઓ ઉચ્ચ ધાર્મિક શિક્ષણ લેવા પ્રોત્સાહિત થાય એટલા માટે, ત્રીસ હજાર રૂપિયા જેવી સારી રકમ આપવાની ઉદાર ભાવનાથી, એક વિશિષ્ટ પેજના તૈયાર કરીને વિદ્યાલયને સોંપી. વિદ્યાલયે તા. ૧૩-૪–૧૯૩૧ના રોજ એને સ્વીકાર કરીને એના અમલની દિશામાં પગલાં માંડ્યાં. આ યોજનાની વિગતે ધાર્મિક શિક્ષણ અને સંસ્કારિતા” નામના પ્રકરણમાં જોઈ શકાશે. શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈની મોટી સખાવત–શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ દલાલે એક લાખ રૂપિયા જેવી મોટી રકમની સહાય આપી તેને લીધે વિદ્યાલયની પહેલી જ શાખા વિ. સં. ૨૦૦૨ માં સ્થાપવાનું ગૌરવ અમદાવાદ શહેરને મળ્યું. શેઠ શ્રી ભેળાભાઈને વિદ્યાલયના પેટ્રન બનાવવામાં આવ્યા, તથા એમને અમદાવાદ શાખામાં ૧. વિદ્યાલયના બાવનમા રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં ૭૧૭ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને રૂ. ૧,૪૪,૧૮૧-૪૪ની લોન આપી; રૂા. ૮૧,૭૬૪–૦૭ જેટલી લેન પાછી મળી; અને ફંડમાં રૂા, ૧૨,૮૮૧-૮૦ જમા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy