SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ વિદ્યાલયની વિકાસકથા ૬૭ જેટલી વિદ્યાર્થિનીઓને પંદર હજાર રૂપિયા જેટલી ઑલરશિપ આપવામાં આવી છે. આ બધા ખર્ચને પહોંચી વળવાને માટે આશરે વાર્ષિક સાડાત્રણ લાખ રૂપિયા જેટલું મેટુ ખર્ચ કરવું પડતું હોય તે સંસ્થા પાસે આવકના સાધને પણ એવા જ સધ્ધર હોય તે જ એને પહોંચી શકાય એ સહેજે સમજી શકાય એવી બાબત છે. નીચેની વિગતોથી આવકના કેટલાક મુખ્ય માર્ગોને ખ્યાલ આવી શકશે - સભ્ય વગેરેનું લવાજમ સંસ્થાના પ્રારંભમાં જ દસ વર્ષ સુધી વાર્ષિક રૂા. ૫૧ની સહાયતા આપનારા સભ્ય નોંધવાને જે નિયમ કરવામાં આવ્યો હતો, તે હજી પણ ચાલુ છે. ફક્ત એમાં ફેરફાર એટલે કરવામાં આવ્યો છે કે તા. ૧-૧-૧૯૬૪ પછી વાર્ષિક રૂા. ૫૧ને બદલે રૂા. ૧૦૦ લેવામાં આવે છે. આ રીતે દસ વર્ષ સુધી સહાયતા આપનાર છેવટે આજીવન સભ્ય ગણાય છે. સંસ્થાના બંધારણ પ્રમાણે આજીવન સભ્યો અને આશ્રયદાતાઓ (પેટ્ર) બનાવવામાં આવે છે. પચાસ વર્ષ દરમ્યાન ૮૪ ટ્રિને; અને ૬૦૨ આજીવન સભ્ય નેંધાયા છે. ટ્રસ્ટ સ્કોલર–સ્ટ-સ્કલરની ચેજનાની શરૂઆત અગિયારમા વર્ષથી થઈ. સૌથી પહેલું આવું ટ્રસ્ટ શેઠ ઉત્તમચંદ ત્રિવનદાસ ઍન્ડ વલ્લભદાસ ટ્રસ્ટ ફંડને નામે, શેઠ ઉત્તમચંદ રણછોડદાસના એકિઝક્યુટોની ઈચ્છાથી, વિદ્યાલયને રૂા. ૨૨,૦૦૦ જેવી મેટી રકમ મળી તેથી રચાયું. આ ટ્રસ્ટની શરત પ્રમાણે માંગરોળના ત્રણ વિદ્યાર્થીઓને ફી વિદ્યાર્થી તરીકે વિદ્યાલયમાં રાખવાના હતા. ટ્રસ્ટ મળવાની આ ગતિ યોજનાની શરૂઆતમાં કંઈક ધીમી રહી. ઉપર જણાવેલ પહેલું ટ્રસ્ટ રચાયા પછી પંદર વર્ષના ગાળામાં (એટલે કે સંસ્થાએ પચીસ વર્ષ પૂરાં કર્યા તે દરમ્યાન) ૧૩ ટ્રસ્ટ-સ્કેલને લાભ મળી શકે એવા રૂા. ૧,૧૨,૬૩૦ની સખાવતનાં ફક્ત પાંચ જ ટ્રસ્ટ વિદ્યાલયને મળ્યાં હતાં. પણ પછીની બીજી પચીસી દરમ્યાન આ પેજનાને સમાજ તરફથી ઘણો મોટો આવકાર મળે. ૫૦મા વર્ષની આખરે આવાં કુલ ૮૯ ટ્રસ્ટો ખેંધાયાં છે. એને લાભ ૧૨૬ ટ્રસ્ટ-સ્કોલરોને મળે છે. અને એ નિમિત્તે વિદ્યાલયને કુલ રૂા. ૧૩,૨૯,૧૭૫ જેટલી સારી સખાવત મળી છે. એ સખાવતે વિદ્યાલયના કાર્યને આગળ વધારવામાં અને એના પાયા દઢ મૂળ કરવામાં મહત્ત્વનો હિસ્સો આપે છે. જે આ પેજના વિદ્યાલય, વિદ્યાર્થી અને દાતા ત્રણેને માટે લાભકારક સાબિત થઈ છે. તેથી જ એને અત્યારે પણ એટલા જ ઉમળકાથી સત્કાર થઈ રહ્યો છે. અને હવે તે ટ્રસ્ટ-ઑલરની વધી ગયેલી સંખ્યા જોતાં, એના ઉપર પણ કંઈક નિયંત્રણ મૂકવાને વિચાર કરે પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. શેઠ શ્રી વાડીલાલ સારાભાઈની મોટી સખાવત–ટ્રસ્ટ-ઑલરની એજના શરૂ થઈ તે પહેલાં અમદાવાદના શેઠશ્રી વાડીલાલ સારાભાઈએ વિદ્યાલયને, તે સમયમાં, એક લાખ ૧. તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં (બાવનમા વર્ષને અંતે) ૧૦૧ પેટ્રન તથા ૬૮૩ આજીવન સભ્યો નેંધાયેલા છે. તા. ૩૧-૧૨-૧૯૬૭ સુધીમાં પેટ્રનની સંખ્યા ૧૦૭ થયેલ છે. ૨. તા. ૩૧-૧૨-૧૯૬૭ સુધીમાં આવાં કુલ ૧૩૩ ટ્રસ્ટ નોંધાયાં છે; અને એને લાભ ૧૭ર વિદ્યાર્થીઓને મળી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy