SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસકથા છે, પગ વિઘાથીઓ. પેઈગ વિદ્યાર્થીઓએ સામાન્ય સગવડ માટેનો ખર્ચ કલમ ૬૪માં જણાવ્યા પ્રમાણે દર સત્રની શરૂઆતમાં આપ પડશે.” ૬૮. ટ્રસ્ટ વિદ્યાથીઓ ટ્રસ્ટ વિદ્યાર્થીઓને લોન વિદ્યાર્થીઓની માફક સગવડે આપવામાં આવશે, પણ તેમની પાસેથી કરારનામું લેવું કે નહિ, અને લેવું તો કેટલી રકમનું લેવું તેને નિર્ણય જે ટ્રસ્ટને તે વિદ્યાથી હેય તેના ધારણ અનુસાર કરવામાં આવશે. તે ઉપરાંત કલમ ૭૧ અને ૮ અનુસાર જે ખર્ચ થાય તે તેણે આપ પડશે. ટ્રસ્ટ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થાપક સમિતિ વખતોવખત નિયમો કરશે અને તે અનુસાર ટ્રસ્ટ વિદ્યાર્થીઓએ વર્તવું પડશે. ૬૮. અન્ય વિદ્યાથીઓને લોન : ભારત અથવા પ્રદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અન્ય વિદ્યાર્થીઓને લોન આપવાની રકમ વ્યવસ્થાપક સમિતિ વખતોવખત ઠરાવે તે પ્રમાણે આપવામાં આવશે. ૮૭. પગ અને લોન વિદ્યાથીઓનું પ્રમાણ વ્યવસ્થાપક સમિતિ ઈિગ વિદ્યાર્થીઓની સંખ્યા એવી રીતે મુકરર કરશે કે તે દર બે લોન વિદ્યાર્થીએ એક પગ વિદ્યાર્થીથી વધારે નહિ હેય. એવી ગણતરી કરતાં હાફ પેઈગ વિદ્યાર્થીની સંખ્યાને અર્ધો ભાગ પેઈંગ તરીકે અને અર્ધા ભાગ લોન તરીકે ગણવામાં આવશે. આ પ્રમાણ માટે ટ્રસ્ટ વિદ્યાર્થીઓની ગણતરી કરવામાં આવશે નહિ. આ નિભ માટે વિદ્યાર્થીઓની સંખ્યા ગણતરીમાં લેવામાં આવશે નહિ. રટ-વિદ્યાથીઓની જિના સંસ્થાના બંધારણમાં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ ટ્રસ્ટ-વિદ્યાર્થીઓ રાખવાની યેજના દાખલ કરી હતી, અને એ માટેના નિયમ ઘડ્યા હતા આ યોજનાને મુખ્ય નિયમ એ હતો કે જે વ્યક્તિ એકીસાથે પહેલાં રૂા. દસ હજાર કે તેથી વધુ રકમ અને હવે (તા. ૧-૧-૧૯૬૪ પછી) રૂા. સાડાબાર હજાર કે તેથી વધુ રકમ સંસ્થાને આપે તેના નામથી, એ દાતા જેની ભલામણ કરે તે એક વિદ્યાર્થીને વિદ્યાલયમાં રાખવામાં આવે છે, અને તે ટ્રસ્ટ વિદ્યાર્થી (ટ્રસ્ટ-સ્કૉલર) ગણાય છે. ટ્રસ્ટ-સ્કૉલરની પેજના બે રીતે લાભકારક બની છે. એક તો, એથી દાતાઓને, પિતાનું નામ કાયમ કરવા સાથે, પિતાને પસંદ હોય તે વિદ્યાર્થીને વિદ્યાલયમાં દાખલ કરાવવાને અધિકાર મળે છે. અને આને બીજો વિશેષ મહત્ત્વનો લાભ એ છે કે એથી ઓછી ગુણવત્તા ધરાવતા વિદ્યાથીઓને પણ સંસ્થામાં રહીને અભ્યાસ કરવાની અને પોતાની કારકિદીને ઉજજવળ બનાવવાની તક મળે છે. ટ્રસ્ટ-વિદ્યાથીઓના વર્ગ સિવાયના બાકીના લેન, હાફ પેઈગ અને પેઈંગ વિદ્યાર્થીઓને કેવળ ગુણવત્તાને ધોરણે જ વિદ્યાલયમાં પ્રવેશ મળે છે. એ દષ્ટિએ ટ્રસ્ટ-સ્કલરની યોજના સામાન્ય કક્ષાના વિદ્યાર્થીઓને માટે, એમને પોતાનો ઉત્કર્ષ સાધવાની તક મળતી હોવાને કારણે, આશીર્વાદરૂપ નીવડી છે. ટ્રસ્ટ-વિદ્યાથીની વૈજના મુજબ દરેક ટ્રસ્ટને મુખ્ય નિયમ એકસરખે હોવા છતાં બીજા નિયમોમાં, દાતાની ઈચ્છા મુજબ, કેટલાક ફેરફાર હોય છે. એ ઉપરથી બધા ટ્રસ્ટેનું સામાન્ય વગીકરણ નીચે મુજબ ત્રણ વિભાગમાં કરી શકાય? ૧. પેઈબ વિદ્યાર્થી પાસેથી અત્યારે વાર્ષિક રૂ. ૭૦૦) (એક સત્રના રૂ. ૩૫૦) લેવામાં આવે છે, અને કોલેજ ફી, પરીક્ષા ફી વગેરેનું બધું ખર્ચ એમણે પોતે જ કરવાનું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy