SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજું : બંધારણ બંધારણ અને ધારાધોરણ એ જાહેર સંસ્થાને આત્મા છે; અને એને નિષ્ઠાપૂર્વક અમલ સંસ્થાને ચિરંજીવ, લેકપ્રિય અને શક્તિશાળી બનાવે છે. વિદ્યાલયના સ્થાપક આ વાત બરાબર સમજતા હતા. વિદ્યાલયની સ્થાપનાનો ઐતિહાસિક નિર્ણય લીધા બાદ તરત જ એમણે સંસ્થાનું બંધારણ તૈયાર કરવા તરફ પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. આ બંધારણ બને તેટલું પરિપૂર્ણ, સુસ્પષ્ટ અને દૂરંદેશીભર્યું બને એ એમને પ્રયત્ન હતો. સંસ્થાની સ્થાપના તા. ૨–૩–૧૯૧૪ (વિ. સં. ૧૯૭૦ના ફાગણ સુદિ પ ને સોમવાર) ના રોજ કરવામાં આવી; તે પછી એક વર્ષમાં જ સંસ્થાનાં ધારાધોરણ વિગતવાર તૈયાર કરીને તા. ૨૮–૪–૧૧૫ની જનરલ કમિટીમાં મંજૂર કરાવવામાં આવ્યાં. બંધારણના અમલના સવા વર્ષના અનુભવ બાદ એમાં કેટલાક સુધારા-વધારા કરવાનું જરૂરી લાગવાથી તા. ૧૬–૭–૧૯૧૬ની જનરલ કમિટીમાં એ મંજૂર કરાવવામાં આવ્યા, અને સંસ્થાના પહેલા વર્ષના રિપોર્ટમાં ૧૦૨ કલમ જેટલું વિસ્તૃત એ આખું બંધારણ છાપી દેવામાં આવ્યું. આ પછી પણ સમયે સમયે બંધારણમાં જરૂરી ફેરફાર થતા રહ્યા. અને છતાં મૂળભૂત બંધારણ એવું વ્યાપક અને સર્વસ્વશી હતું, અને એના અમલ પ્રમાણે સંસ્થાને કારોબારી એવી સરળતાપૂર્વક ચાલતો હતો, કે જેને લીધે એમાં ધરમૂળનો કહી શકાય એ ફેરફાર કરવાની જરૂર ભાગ્યે જ ઊભી થઈ હતી. છેલ્લે છેલ્લે સને ૧૯૬૪માં બંધારણની અમુક કલમમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો હતો. અત્યારે સને ૧૯૬૪માં સુધારેલા બંધારણ મુજબ સંસ્થાનો વહીવટ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં બને એટલી વધુ સગવડ મળે, બને તેટલા વધુ વિદ્યાર્થીઓને સંસ્થાનો લાભ મળે, વિદ્યાથીઓના જીવનમાં વિદ્યાભ્યાસની સાથે સાથે સંસ્કારિતા અને ધાર્મિકતાને સુમેળ સધાય, જેનધર્મ અને સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીને પ્રોત્સાહન મળતું રહે, જૈન સાહિત્યના વિશિષ્ટ ગ્રંથનું પ્રકાશન કરી શકાય, સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે અને સંસ્થાને વહીવટ કાર્યકરોમાં કોઈ પણ પ્રકારના મતભેદ તેમ જ મનભેદ વગર એકધારો ચાલતો રહે એવી વ્યાપક દષ્ટિ આ બંધારણ ની પાછળ રહેલી છે. કોઈ પણ જાતના મતભેદ, વાદાવાદ કે વિખવાદ વિના વિદ્યાલયનું કાર્ય અધી સદી કરતાં પણ વધુ સમય સુધી એકસરખું ચાલતું રહ્યું, અનેક શાખાઓની સ્થાપના દ્વારા તેમ જ સાહિત્ય-પ્રકાશન જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાલયના કાર્યક્ષેત્રને, વટવૃક્ષની જેમ, ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો અને જૈન સંઘની એક સર્વમાન્ય અને સર્વપ્રિય શિક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy