SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહઃ રાજ્યવાત્સલ્ય ૨૩૧ સફળ કયે જ છૂટકે હતે. અને ઝાંઝણકુમાર એમાં જરાય પાછા પડે એવા ન હતા. એમની શક્તિ અને ભક્તિ અને અજોડ હતી. કામ ન કલ્પી શકાય એવું મોટું હતું અને ઘણી ઝડપે પૂરું કરવાનું હતું. પણ એની પાછળ પ્રતાપી પિતાના પુત્રની વ્યવહારદક્ષ વણિક બુદ્ધિ કામ કરતી હતી, સંઘમાંના ભાવનાશીલ અગ્રણીઓ અને કુશળ કાર્યકરોને ઉમંગભર્યો સાથે હતા, અને પૈસાની તે કઈ કમી જ ન હતી, એટલે કામની સફળતામાં કઈ સંદેહ ન હતે. - રસોઈની અને જમાડવાની તાબડતોબ તૈયારીઓ કરવામાં આવી. એકસાથે પાંચસો માણસેને જમવા બેસાડી શકાય એવા વિશાળ એક સો જેટલા મંડપે ખડા કરવામાં આવ્યા. સાબરમતીને આખો કિનારે અને કર્ણાવતીની આસપાસને વેરાન લાગતો વનપ્રદેશ જાણે વન–ભેજનનું ભર્યું ભર્યું રળિયામણું ઉદ્યાન બની ગયું. જમનારને બહુમાન પૂર્વક જમાડી શકાય એવી બેસવા-પીરસવાની પૂરી વ્યવસ્થા કરવામાં આવી. " બધી પૂર્વતૈયારી પૂરી થઈ એટલે નિશ્ચિત દિવસથી રાજ્યવાત્સલ્ય અથવા તે પ્રજાવાત્સલ્યને મહાજમણવાર શરૂ થયો. કર્ણાવતીના રાજવી અને નગરજનો પણ આ કામમાં પૂરા ઉત્સાહથી સાથ આપવા આવી પહોંચ્યા. રાજા સારંગદેવનો રોષ પણ ઊતરી ગર્યો હતો. આ કાર્યને એમણે પોતાનું જ માની લીધું. રાજ્યની મદદથી જ્ઞાતિવાર જુદા જુદા મંડપોમાં પ્રજાજનોને ભાવપૂર્વક જમાડવામાં આવતા; દિવસભર એ કામ ચાલ્યા કરતું. જાણે ઝાંઝણકુમારે રાજ્યવાત્સલ્ય કે પ્રજાવાત્સલ્યને સપ્તાહુનિક મહત્સવ માંડ્યો હોય એમ સાત સાત દિવસ સુધી આ જમણવાર ચાલ્યો. અને સમગ્ર ગુજરાતની પ્રજાએ માંડવગઢના સ્વર્ગસ્થ મહામંત્રીના સુપુત્ર ઝાંઝણકુમારની મહેમાનગતિનો અને લાભ લીધો અને એમની ધર્મભક્તિ, કાર્યશક્તિ અને ઉદારતાનાં દર્શન કર્યા. બરાબર સાતમા દિવસની સંધ્યાએ સમસ્ત ગુજરાત જમી રહ્યું ત્યારે હર્ષથી છલકાતી આંખે રાજા સારંગદેવ સંઘપતિ ઝાંઝણકુમાર પાસે આવી પહોંચ્યા અને ગદગદ વાણીથી બાલ્યાઃ “શ્રેષ્ઠીવર ! તમે ન કલ્પી શકાય કે નજરે જોયું ન હોય તો ન માની શકાય એવું અતિઅદ્ભુત કાર્ય કરી બતાવ્યું ! તમને સમજવામાં મેં ખરેખર ભૂલ કરી! મને માફ કરો. તમારામાં જે શક્તિ છે તે મારામાં નથી. તમે તો ચમત્કાર કરી બતાવ્યું. અમે એ ક્યારેય નહીં ભૂલી શકીએ.” ઝાંઝણકુમારે વિનમ્ર બનીને કહ્યું: “મહારાજ! આ કાંઈ મારી શક્તિ નથી; આ તે મારા અભીષ્ટદેવ ભગવાન જિનેન્દ્રદેવે દર્શાવેલ દાનધર્મની શક્તિ છે. આ બધો જ યશ એ મહાપ્રતાપી ઈષ્ટદેવને અને એમણે પ્રરૂપેલ સર્વકલ્યાણકારી ધર્મને ઘટે છે. હું તે માત્ર એમના ચરણની રજ છું.” રાજવીએ પૂછયું: “ઝાંઝણકુમાર, આ જમણ માટે તમે કેટલી મીઠાઈ બનાવરાવેલી ?” રાજેશ્વર ! મીઠાઈઘર જોવા પધારે” અને ઝાંઝણકુમાર રાજા સારંગદેવજીને તે તરફ દેરી ગયા. - ત્યાં રાજવીએ શું જોયું? હજી બીજા હજારે માણસે જમી શકે એટલી તાજી મીઠાઈના ગંજ ખડકાયા હતા. રાજવી આ દાનેશ્વરીને મને મન વંદી રહ્યા અને લાગણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy