SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. મુ. શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) આપણું સંસ્કારધન ૨૧૭ વાર્ધક્યની આ ત્રીજી અવસ્થા એટલે અંદરના સંગીતને અનુભવવાને સમય. આવા માણસ જ સંસારમાં અને સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ અને વિદ્યાથીઓના સાચા ભોમિયા બને છે." હું તો એમ ઈછું કે મહાવીર જૈન વિદ્યાલયમાં થોડાક આવા કરેલા, અનુભવી, ચારિત્ર્યવાન અને વિચારોથી સમૃદ્ધ પુરુષે વિદ્યાર્થીઓના વાલી બને. વાલી વિના વિદ્યાથીઓને કદાચ બેટિંગ અને લેજિંગ મળે પણ પ્રેમ, વાત્સલ્ય અને સનેહ ક્યાંથી મળે? તેઓ વિદ્યાર્થીઓને જઈને પ્રેમથી પૂછે કે તમારે શું દુઃખ છે? તમારી શી વાત છે? તે વિદ્યાથીઓ વાત્સલ્યથી વંચિત ન રહે. અને જે વાત્સલ્યથી વંચિત નહિ રહે એ સંસારને પણ જીવનભર વાત્સલ્ય આપ્યા કરશે. પણ જેમને વાત્સલ્ય નથી મળ્યું એ અંદરથી એવા દગ્ધ અને શુષ્ક બની જાય છે કે જીવનનાં વિવિધ ક્ષેત્રમાં એ ભયંકર વિકૃતિઓ લાવે છે. બેંડિગ અને લેનિંગમાં ભણતા છોકરાઓ માટે આ એક મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે. જેમને માબાપનું વાત્સલ્ય ન મળે, બહેનને પ્રેમ ન મળે, ભાઈને સ્નેહ ન મળે એમનાં હૃદય આઠ-દસ વર્ષમાં ધીરે ધીરે શુષ્ક બની જાય છે. પછી જ્યારે એ જીવનક્ષેત્રમાં આવે છે ત્યારે પોતાની શુષ્કતાને પરિ. તૃપ્ત કરવા જીવનમાં જે મળ્યું તે અપનાવીને આગળ દોડે છે. એ વખતે વિવેક અદશ્ય થઈ જાય છે. એટલે જેમણે મુનિવ્રત કેળવ્યું હોય, જેમના મન અને તનમાં મૌનનું સંગીત હોય તે બહુ ઉપયેગી નીવડે છે. “શોરોનાતે તસુચનાન” ચોથી વાત બહુ મંગળમય છે. જેનું શૈશવ વિદ્યાથી ભરેલું છે, જેનું યૌવન સ્વપ્ન અને કાર્યથી સભર બનેલું છે, જેનું વાર્ધક્ય મૌનના સંગીતમાં મગ્ન બનેલું છે તે આ દેહને છેડવાનો દિવસ આવે તે કેવી રીતે છેડે ? યેગથી દેહને છોડે. મરતી વખતે સીલ અને વીલ એ વાત દૂર રહેવી જોઈએ. પેલો છોકરો આવીને કહે કે બાપાજી, વીલ કરવાનું બાકી છે. અહીં સહી કરે! બીજે કહે કે સીલ મારે. એ બેમાંથી બચવાનું છે. આ માટે પહેલેથી જ યોગ્ય વ્યવસ્થા કરી નાખવી ઘટે. ગની સમાધિમાં દેહ છોડવાનું તે કહ્યું પણ છે. એટલે શું છે? જેમાં આપણું તન, મન અને ચૈતન્ય એ ત્રણે એક ભૂમિકામાં આવીને વસે તે યુગ. હા, તનને સ્વભાવ છે એટલે એ બિમાર પણ પડે એવું નથી કે જેગી પુરુષોને હમેશાં તનની શાંતિ જ હેય, કદાચ અશાંતિ પણ હોય. પણ તનની અશાંતિમાં પણ મન શાંતિનો અનુભવ કરે તે ગની વિશિષ્ટ શક્તિ છે. ગિરાજ આનંદઘનજીને એક જીવનપ્રસંગ યાદ આવે છે. તેઓ માંદા છે, ખૂબ તાવ આવેલું છે. એમને એક ભક્ત એમને વંદન કરવા જાય છે. આનંદઘનજી તે ગાઈ રહ્યા છે, સંગીતમાં મસ્ત છે. ભક્ત પગ દાબે છે, શરીર ગરમ ગરમ લાગે છે. એ કહે છે, “ગુરુદેવ ! આપના શરીરમાં વર છે.” આનંદઘનજીએ કહ્યું: “જવર તે આ શરીરને છે, આત્મા તે સ્વસ્થ છે ! ” “અબ હમ અમર ભયે ન મરે ગેએ ગીત ત્યારે જ પ્રગટયું. દેહ વિનાશી છે અને હું તો અવિનાશી છું. છેલ્લી અવસ્થાની આ ભૂમિકા છે. જિંદગીને મર્મ કેઈએ કવિ વર્ઝવર્થને પૂછો ત્યારે એમણે હસીને કહ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy