SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બાપુલાલ કાળીદાસ સધાણ-વીરબલ’: આર્ય જંબૂસ્વામી સમર્પિત થયેલાં હદય તે આરસી જેવાં હોય છે, તેમાં તે માત્ર આપના હૃદયની પ્રતિછાયા જ પડશે !” “મારી તો અભિલાષા છે કે પ્રાતઃકાળે ભગવાન સુધર્માસ્વામીના ચરણોમાં બેસી જાઉં!” “આપના પગલે ચાલીને અમે પણ મહામના સતી ચંદનબાળાના સાધ્વીસંઘમાં સમાઈ જઈશું; અમારો એ પૂર્વનિર્ણય છે આર્ય!” જ્યશ્રીની વાચા ઊઘડી. જે તમારા સૌને એ જ નિશ્ચય છે તો સમુદ્રશ્રી ! આપણે સહુ હવે આરામ કરીએ. મધરાત વીતી ચૂકી છે. હમણું પ્રભાત થઈ જશે ને પ્રસ્થાનની તૈયારી કરવાની રહેશે.” જંબૂ કુમારે કહ્યું. આજની રાત નાથ ! ગુમાવવાની ન હોય. મિલનને આ અપૂર્વ અવસર. વારેવારે સાંપડવાને નથી. આજની ઘડીને આપણે મધુરજનીમાં ફેરવી નાખીએ.” સમુદ્રશ્રી સ્વસ્થતાથી બોલતી હતી. “મધુરજની ?કનકશ્રી ચમકીને બેલી ઊઠી. ભડકી ના ઊઠ બહેની ! સવારમાં આત્માને પંથે વિચરનારાની મધુરજની કેવી હોય તે મારે તને સમજાવવાનું ન હોય” સમદ્રશ્રીના હોઠ પર મિત છલકતું હતું. કહે સમુદ્રશ્રી ! મધુરજની કેવી રીતે માણીશું?” પ્રિય! જ્ઞાનગોષ્ઠી અને ધર્મવિદથી અંતરને ભરી લઈએ. આત્મસાધનામાં એ ભાતું બની રહેશે. પણ મારો એક વાંધો છે દેવ !” કો સમુદ્રથી ! જે કહેવું હોય તે મુક્ત મને.” આપ અમને બહુમાનથી કેમ સંબધો છો? આપના હૃદયમાં હજુ પણ શું અંતર છે? જંબુકુમાર અંતરના એકતાર સમા એ બોલને સાંભળીને પ્રસન્નતા અનુભવી રહ્યા. સમુદ્રશ્રીને જાણે એ મૌનમાં જ આત્માની એકતાને જવાબ મળી ગયે. “નાથ ! યોવનના સુખને વિસારી આત્માનંદ તરફ દોરનારા ભગવાન સુધર્મા સ્વામીની મંગળવાણી અમને સંભળાવો.” નભસેના બેલી. સૂક્ત અને શબ્દ તે એના એ જ છે. આપ્ત પુરુષની વાણીમાં એ સુસ્વાદ્ય બની જાય છે. સાંભળે એ વાણું– " एगोहं नत्थि मे कोइ नाहमन्नस्स कस्सइ। एवं अदीणमणसो अप्पाणमणुसासइ ।। एगो मे सासओ अप्पा नाणदसणसंजुओ। सेसा मे बाहिरा भावा, सचे संजोगलक्खणा ॥ પુરુષ-કંઠમાંથી નીકળતાં એ સૂકો જાણે મહાષશા પડછંદા પાડી રહ્યાં. એ વાણી માનવીને સમજાવતી હતીઃ “આત્મા પરાધીન નથી, ખંડિત નથી; એ એક સ્વયંપૂર્ણ સ્વતંત્ર એકમ છે. દીનતાને ખંખેરી નાંખીને આત્માનું રાજ્ય ચલાવે. આત્મા શાશ્વત છે. તે જ્ઞાન-દર્શનની અનુભૂતિથી ચિદૂઘન છે. વિશ્વને રાજરાજેશ્વર છે. અન્ય સર્વે તે બાળભાવ છેસંજોગોના મોહમાંથી–અજ્ઞાનમાંથી આવિર્ભાવ પામેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy