SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવથ આવું ઉદાર અને નિષ્પક્ષ વલણ એ મહાવીરની મહાવીરતા છે, વિશિષ્ટતા છે; એટલું જ નહીં, મહાવીરની વિચારધારા વિધી દેખાતાં કે ભિન્ન ભિન્ન પ્રકારનાં મંતવ્ય ધરાવતા અન્ય સંતને “અરિહંત' શબ્દના ઉદ્દધનથી આદર પણ કરે છે, જેમ કે– सातिपुत्तेण बुद्रेण अरहता बुइतं । दीपायणेण अरहता इसिणा बुइतं । मातंगेण अरहता इसिणा बुइतं । जण्णवक्केण अरहता इसिणा बुइतं । मंखलिपुत्तेण अरहता इसिणा बुझ्ने । અર્થાત્ શાક્યપુત્ર બુદ્ધ અરિહંતે કહ્યું છે. દ્વૈપાયન અરિહંતે કહ્યું છે. માતંગ, યાજ્ઞવલ્કય તથા મંખલિપુત્ર ગોશાલક અરિહંતે કહ્યું છે (“ઋષિભાષિત”). આ શબ્દ બતાવે છે કે મહાવીરને અન્ય દ્રષ્ટાઓ પ્રત્યે કેટલો સમભાવ હશે, તેમ જ એમના અભિપ્રાયને સમજવાની અને એને આદર કરવાની કેવી ગુણગ્રાહક દૃષ્ટિ હશે–એ ઋષિભાષિત ગ્રંથમાં જળવાઈ રહેલાં ઉપરનાં વાક્યો પરથી કલ્પી શકાય છે. આમ સત્યસંશોધનની બાબતમાં ઉદાર દષ્ટિ અને અનાગ્રહી સ્વભાવને કારણે હમેશાં દિલ અને દિમાગને ખુલ્લું રાખવાનું એમનું વલણ હતું. આવા વલણને કારણે એ અન્ય મતના ભિક્ષુઓ પ્રત્યે પણ કે સમભાવ રાખતા એના કેટલાંક ઉત્તમ ઉદાહરણે શામાં જળવાઈ રહ્યાં છે. આ અંગે ભગવાન ગૌતમને કહે છે કે “હે ગૌતમ! આજ તારે મિત્ર સ્કન્દક સંન્યાસી આવી રહ્યો છે, તે તારે એનું ઉચિત સન્માન કરવું જોઈએ.” અને ગૌતમ એનું રૂડી રીતે સ્વાગત કરે છે. (ભગવતીસૂત્ર, શતક ૨, ઉ. ૨) ભગવાનને એક બીજે પરમ ભક્ત અંબડ ભગવાનની સાથે વિહરે છે, ભગવાને કહેલા આચારધર્મનું પાલન કરે છે, પણ એ સંન્યાસી વેશમાં જ રહે છે, છતાં ભગવાન એને સમભાવપૂર્વક પિતાના સંઘમાં સમાવી લે છે. આમ આજના શામાં વેરણછેરણ બચી રહેલાં ભગવાનનાં ઉદાર અને ઉદાત્ત મંત અસલી જૈનધર્મનું સ્વરૂપ સમજવા માટે ઘણું ઉપયોગી છે; ન્યાય, સમાનતા, સત્યસંશોધનની દષ્ટિ ઉપરાંત સત્યના સ્વીકાર માટે દિલ અને દિમાગ ખુલ્લું રાખવાનું વલણ ત્યારે કેવું ઊંચું હશે એને ખ્યાલ એ આપી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy