SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ડો. ભગવાનદાસ મ. મહેતા : શ્રીમદ્ રાજચંદ્રની ‘ અમૃત'કૃતિ : મેાક્ષમાળા ૧૬૭ કરવાને સમથ ન થાય, એવા આ તત્ત્વલામય અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રન્થ જ્ઞાનાવતાર શ્રીમદે પરમ પ્રૌઢ ગભીર શાસ્ત્રશૈલીથી સેાળ વર્ષોંની વયે, માત્ર ત્રણ દિવસમાં જ, ગૂજ્યેા છે, એ મહાન આશ્ચર્ધાનું આશ્ચય છે; અદ્ભુતાદ્દભુત છે. પેાતાને જે કાંઈ જ્ઞાનના લાભ પ્રાપ્ત થયા છે, તેના લાભ ખીજા જીવાને પણ પ્રાપ્ત થાય એવી નિષ્કારણુ કરુણાથી પરોપકારશીલ જ્ઞાનીએ પેાતાને પ્રાપ્ત જ્ઞાનના અન્ય જીવામાં વિનિયોગ થાય એવી સત્પ્રવૃત્તિ આદરે છે. તે જ પ્રકારે શ્રમદ્ જેવા મહાજ્ઞાનીને વીતરાગપ્રણીત મેાક્ષસન્માનું જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય સમ્યક્ સત્ય સ્વરૂપ પેાતાને સમજાયું–સંવેદાયું--અનુભવાયું, તેનો લાભ જગજીવાને થાય એવી ઊર્મિ ઊઠે એ સહજ સ્વાભાવિક છે. એટલે આમાલવૃદ્ધ સર્વ કોઈ ને ઉપયેગી–ઉપકારી થઈ શકે એવા મેાક્ષમાનુ' સ્વરૂપ દર્શાવનાર ગ્રંથ સરલ દેશભાષામાં ગૂંથવાના સ્વયંભૂ વિચાર એમના હૃદયમાં સ્ફુર્યા. અને આ મેાક્ષમાળાની રચના શ્રીમન્દે માત્ર ત્રણ દિવસમાં કરી. 6 આ ‘માક્ષમાળા ’ ખરેખર ! મેાક્ષમાળા જ છે; મુમુક્ષુને માક્ષના માર્ગ દર્શાવનારી યથા મેાક્ષમાળા જ છે! ગ્રંથનુ જે આ ગૌરવપૂર્ણ નામ આપવામાં આવ્યું છે તે તેના · મેાક્ષ ' જેવા મહાન વિષયને લઈ છે. તત્ત્વા સૂત્રનુ જેમ તેના વિષયને લઈ મેાક્ષશાસ્ત્ર ' નામ પ્રસિદ્ધ છે, તેમ મેાક્ષ પ્રત્યે લઈ જનારી એક સૂત્રખદ્ધ ગ્રંથરચનાને લીધે આનુ મેાક્ષમાળા ' નામ યથાર્થ છે. મુક્તાક્લની માળામાં જેમ યથાસ્થાને ગેાઠવાયેલાં નાનાં-મોટાં સુંદર મૌક્તિકા એક સુવર્ણસૂત્રથી નિદ્ધ થઈ સમગ્રપણે એક મુક્તામાળા ખને છે, તેમ આ મુક્તા( મેાક્ષ )ફૂલની માળામાં યથાસ્થાને કલાપૂર્ણ પણે ગેાઠવાયેલાં પરમ સુંદર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અમૂલ્ય મૌક્તિકા (મુક્તાફલા ) એક આત્મતત્ત્વરૂપ સુવર્ણસૂત્રથી નિદ્ધ થઈ એક મુક્તામાળા-મેાક્ષમાળા બની છે. મુક્તાફલની માળામાં કળાપૂર્ણ પણે પરાવાયેલું-ગૂંથાયેલ એક એક મહામૂલ્યવાન્ મેાતી જેમ યથા સ્થાને શોભે છે, તેમ આ મુક્તાફલની માળામાં ( -મેાક્ષમાળામાં) તત્ત્વકળાપૂર્ણ પણે પરાવાયેલુ–ગૂ ંથાયેલ એક એક અમૂલ્ય તત્ત્વ-મૌક્તિક યથાસ્થાને વિરાજે છે. ઉત્તમ તત્ત્વજ્ઞાન અને સીલ ખેોધનારું, મેાક્ષમાર્ગનુ સદ્બીજ રોપનારું, જ્ઞાનક્રિયાનું સમ્યગ્ સમન્વિપતણું નિરૂપનારું, આ પેાતાનું નવસર્જન સમ થશે એવા પૂરેપૂરા નિરભિમાન આત્મભાન સાથે શ્રીમદ્દે આને મેાક્ષમાળા ' એવું સાન્વય સમુચિત નામ આપવાનું સમુચિત માન્યું છે; · મેાક્ષમાળા ' એવું ગ્રંથનું જે આ ગૌરવપૂર્ણ નામ રાખ્યુ છે, તે જ તેનુ' ગુણનિષ્પન્ન ગુણગણગારવ સૂચવે છે. " આ ગ્રંથની મુખમુદ્રામાં જ શ્રીમદ્ સ્વયં શ્રીમુખે પ્રકાશે છે કે આ ગ્રંથ સ્યાદ્વાદ તત્ત્વાવાધ-વૃક્ષનું બીજ છે. તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે ધૈવત રહ્યુ' છે, એ સમભાવથી કહુ` છં. અહુ ઊંડા ઉતરતાં આ મેાક્ષમાળા મેાક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ એધવાના ઉદ્દેશ છે.’ તેમ જ ત્યાં જ તેઓશ્રીએ વિશેષ પ્રકાશ્યું છે કે- આ પુસ્તક પ્રસિદ્ધ કરવાના મુખ્ય હેતુ ઊછરતા ખાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવી, તેમને આત્મહિત ભણી લક્ષ કરાવવાના પણ છે.’ આ પરથી આ આદૃષ્ટા મહિષ સમા આ ગ્રંથકર્તાના આ ગ્રંથ ગૂથવાના ઉદ્દાત્ત ઉદ્દેશ અને ઉત્તમ પ્રયાજન સ્વયં સ્પષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy