SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : સ્થાપના અને શરૂઆત ૧ ર વિદ્યાલયની સ્થાપના અંગ્રેજી રાજ્યવ્યવસ્થાને કારણે દેશમાં વિવિધ વિષયોના ઉચ્ચ શિક્ષણની શાખાઓ અને સંસ્થાઓ સ્થપાવા લાગી હતી તેમ જ નવી નવી યુનિવર્સિટીઓ પણ અસ્તિત્વમાં આવી હતી. આ સ્થિતિમાં જે સમાજે શિક્ષણક્ષેત્રે સમયની આ પ્રગતિ સાથે પ્રગતિશીલ રહેવું હોય એને માટે પિતાની ઊછરતી પેઢી આવું શિક્ષણ લેવા પ્રેરાય એવી આર્થિક તેમ જ બીજી જોગવાઈ કરી આપવી અનિવાર્ય બની ગઈ હતી–સમય પિતે જ જાણે શિક્ષણનાં બધાં ક્ષેત્રોને અપનાવવાની હાકલ કરતો હતો. સમયની આ હાકલ મુંબઈમાં વસતા, પ્રગતિશીલ અને સમાજહિતચિંતક જૈન આગેવાનેના અંતરને સ્પર્શી ગઈ. મુંબઈ શહેર તો આપણું દેશની નાડ સમું પચરંગી અને પ્રગતિશીલ શહેર છે. એના વસનારને દુનિયાભરની પ્રગતિ અને પ્રવૃત્તિને છેવટે આછોપાતળો પણ ખ્યાલ મળતો જ રહે છે. એટલે તે સમયની પરિસ્થિતિ ઉપરથી મુંબઈના જૈન આગેવાનોને લાગ્યું કે જૈન સમાજને જે અન્ય સમાજેથી પાછળ રહી જાતે રેકો હોય તે સમાજના વિદ્યાથીઓ નવી પદ્ધતિનું ઉચ્ચ શિક્ષણ નિશ્ચિત રીતે લઈ શકે એવી વ્યવસ્થા કરવી જ જોઈએ. અને આ માટે તેઓ કંઈક ને કંઈક પણ વ્યવસ્થા ઊભી કરવાને ગંભીરપણે વિચાર કરતા થયા હતા. શિક્ષણ આપવાના હેતુ અંગે આ મનુભાવની દૃષ્ટિ કેટલી સ્પષ્ટ હતી, તે વિદ્યાલયના ચોથા વર્ષના રિપોર્ટના ૨૭મે પાને છપાયેલ આ એક વાક્યથી જ સમજી શકાય એમ છે. એમાં કહેવામાં આવ્યું છે કે “કેળવણીના સવાલને આપત્તિધર્મ તરીકે સ્વીકારવાને નથી, પણ સમયધર્મ તરીકે સ્વીકારવાને છે.” મક વિ. સં. ૧૯૬૮-૬૯ (સને ૧૯૧૨–૧૩) ના અરસાની આ વાત છે. * વિદ્યાલયના સ્થાપકનાં અંતરમાં કેરળણુનું મહત્વ કેટલું સ્પષ્ટપણે અંકિત: થયેલું હતું તેને ખ્યાલ વિદ્યાલયના રિપોર્ટમાંનાં નિખ લખાણે ઉપરથી પણ આવી શકે એમ છે. એ લખાણ કહે છે વારંવાર વિચાર કરતાં એમ જણાય છે કે કેળવણી વગર આપણે વિસ્તાર નથી, સંસ્કાર વગર પ્રગતિ નથી, પ્રગતિ વિના જાહેરજલાલી નથી અને જાહેરજલાલી વગર અનેક જવાબદારીઓને પહોંચી વળવાનાં સાધનો ઉત્પન્ન થાય તેમ નથી............. ગમે કે ન ગમે પણ કેળવણી વગર ચાલે તેમ તે નથી જ, એને સુંદર રીતે સુવાસિત કરશે તે સારાં ફળો મળશે, એને અવગણનાના સ્થાને રાખશો તે એક પ્રચંડ વર્ગ તમારી સામે ઊભે થશે, એને દરિદ્ર સ્થિતિમાં રાખશે તો એનાં ફળ પણ નિર્માલ્ય, તુચ્છ, સડેલાં મળશે. એને પાળી પિષી તંદુરસ્ત રાખશો તો એની સંતતિ સુદઢ, તંદુરસ્ત અને આગામી ચિંતનશીલ ઉત્પન્ન થશે. કેળવણી તરફ પ્રહાર કરે, કેળવાયેલા વર્ગની માત્ર કેળવણું ખાતર જ અવધીરણ કરવી એ મહા નુકશાન કરનાર છે.” (ચે રિપિટ, પ. ૨૫-૨૬) સમાજની સર્વ શુંચવણને નિકાલ અમને કેળવણીના પ્રશ્નના નિકાલમાં લાગે છે. પોતાની જવાબ દારી સમજનાર મેટ વર્ગ ઉત્પન્ન થશે ત્યારે પિતાનું હિત ક્યાં છે અને કેમ સાધી શકાય તે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy