SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહેાત્સવ ત્રણ કવિતાકલાને પણ અજયપાળના ચરણે શિર ઝુકાવતી કરવાનાં ષડય ંત્રા રચાયાં છે, કવિરાજ! ઇશારામાં સમજી જાએ, કલ્પનાની પાંખે ઊડવાનુ છેાડી દો અને નજર સામેના કવ્યની વ્યવહારુ ભૂમિકા ઉપર વિચરા તે સારુ...!” “ નહિ ભાઈ, નહિ. મારાથી એ નહીં અને. પૂજ્ય ગુરુદેવે અમૃત સિ’ચન કરી જે અમૃતવેલ ઉછેરી તેનુ હું ઉન્મૂલન કેમ કરી શકુ? જગતને જાણવા દો કે આ અમૃતવેલને એ પાંદડાં ફૂટ્યાં : એક કડવું અને ખીજુ મીઠું. એમાંનું કયું કડવું અને કયુ મીઠુ એ જગત ભલે જગતની રીતે સમજે. એમના ગુણ-અવગુણની સાથે વેલની પ્રતિષ્ઠાને શી નિસ્બત ? રામચંદ્રની કવિતા અજયપાળની આગળ કયારેય પેાતાનું શિર નથી જ ઝુકાવવાની—પછી ભલે ને થવાનું હેાય તે થાય !” રામચદ્ર જાણે અપાર્થિવ રૂપ ધારણ કરી રહ્યા. “ કવિરાજ ! આદર્શોની અટવીમાં કેમ અટવાએ છે? ભાગ્યયેાગે લાખેણી ઘડી આવી પહોંચી છે. એ ઘડીને શા માટે જવા દો છે? નદીના ધસમસતા પૂરની સામે તરવામાં તે પ્રવાહમાં ઘસડાઈ જવાનું જ ફળ મળે! ઝંઝાવાતમાં જે વૃક્ષ અણનમ રહેવા માગે તે મૂળમાંથી જ ઊખડી જઈ ધરાશાયી અને ! હજાર ગાંડામાં એક ડાહ્યાની શી કિ ંમત ? તેના ડહાપણના કેવા ભંડા હાલહવાલ થાય છે તે તમે નથી જાણતા શું ?” પણ મહાકવિ રામચ'દ્ર એકના બે ન થયા. બિચારા ગુપ્તચરને થયું કે પથ્થર પર પાણી બધું એળે ગયુ'! એટલામાં ઉપાશ્રયનાં પગથિયાં સિપાઈ એના નાળખ'ધ જોડાથી ધમધમી ઊઠયાં. સૈનિકે એરાકટાક ઉપાશ્રયમાં પ્રવેશ્યા. ગુપ્તચર સાવધ બન્યા. અંધકારના લાભ લઈ એ સિપાઈ એમાં ભળી ગયા. ચારદીવાના ઝાંખા પ્રકાશમાં સિપાઈ એ કવિરાજને શેાધતા ગર્જી ઊઠેચા: “ કળ્યાં છે રામચંદ્ર ?” સિપાઈ એના સત્તાવાહી સૂરના ભય'કર પડઘા જાણે આગામી આંધીની આગાહી કરતા હતા. સિપાઈ એ ! કવિ રામચંદ્ર અહી. તમારી નજીક જ છે. તમારા આગમનનું પ્રત્યેાજન ! ” કવિએ મધુર ભાષામાં જવાબ આપ્યા. << 66 ગુજરેશ્વર મહારાજા અજયપાળે આપને રાજદરબારમાં આવવાનું આમંત્રણ પાઠવ્યુ' છે.” સૈનિકોએ સભ્ય બનવાના પ્રયાસ કર્યાં. “ અત્યારે મધ્યરાત્રીના સમયે જ ? કાલે સવારે આવું તે ?” “ એ નહિ ચાલે. અત્યારે અને અણઘડીએ જ આપને હાજર થવું પડશે.” સિપાઈ એ રામચંદ્રના જવામની રાહ જોવા પણ ન થાભ્યા. એમણે. રામચંદ્રને ઘેરી લીધા. મ્યાનમાંથી તલવારો ખેંચાઈ ગઈ. એક સિપાઈ એ ઘટસ્ફોટ કરતાં કહ્યું : “ ગુજરેશ્વર અજયપાળની આજ્ઞા છે કે ગુનેગારને એક ક્ષણ પણ છૂટા ન મૂકવા.” “ હું ગુનેગાર ? ” પણ કવિ રામચંદ્ર પેાતાનું વક્તવ્ય આગળ વધારે તે પહેલાં જ સિપાઈ એએ તેમને ઊંચકી લીધા. પાટણની સુમસામ શેરીએએ એ અકાય ઉપર:મધ્યરાત્રીનો અધારપછેડા ઢાંકી દીધા ! * ગુલાખી નિદ્રાના ત્યાગ કરી શેખીન અને વિલાસી પાટણ ફરી પ્રવૃત્તિશીલ બન્યું ત્યારે પાટણની શેરીએમાં રાજ્યના અનુચરા પડહુ વગાડી રહ્યા હતાઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy