SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ અભયસમકૃત માનતું ગ-માનવતી-ચઉપઈ સંપાદક : કનુભાઈ વ્ર, શેઠ એમ. એ. અભયશોમત માનતુંગ-માનવતી-ચઉપઈની રચના વિ. સં. ૧૭૨૭માં થયેલી છે. પ્રસ્તુત કૃતિનું સંપાદન અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની સં. ૧૭૪૭માં લખાયેલી, એક શુદ્ધ પ્રત પરથી કર્યું - છે. ભંડારના ૨૭૫ર ક્રમાંકવાળા ગૂટકામાં બીજી કૃતિઓની સાથે પાના ૧૧ થી ૧૮ સુધીમાં આ કાવ્ય ઉતારેલું છે. ભુજ મધ્યે સં. ૧૭૪૭ના આધિન માસમાં તેની નકલ કરવામાં આવી છે. કૃતિ સં. ૧૨૭માં રચાઈ, એ એની “પ્રશસ્તિના નીચેના ઉલ્લેખ પરથી સ્પષ્ટ થાય છે? “સતર સતાવીશ સંવત્સરઈ, સુદિ આસાઢષ્ઠ દ્વિતીયા દિન ગુરઇ, ખરતર સહગુરુ જિણચંદ જયકરુ, તેહનઈ રાજઈ સેહગસુંદર; સુંદર સેમસુંદર પ્રસાદિ, અભયમ ઈણિપરિ કહઈ, એ સરસ કહિનઈ કથા દાખી, ભેદ મતિમંદિર લહઈ.” (૪) - પરથી જાણવા મળે છે કે તે ખરતરગચ્છના જિનચંદના શિષ્ય સમસુંદરના શિષ્ય હતા. તે સિવાય કઈ ખાસ માહિતી તેમના અંગત જીવન વિષે પ્રાપ્ત થતી નથી. * શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ કવિની પ્રાપ્ત કૃતિઓની હસ્તપ્રતોને આધારે તેમને ક્વનાથ સંવત ૧૭૧૧ થી ૧૭૨૯ ગણાવ્યું છે. (જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૂ. ૬૪,) અને આ ચપણ ઉપરાંત બીજી ત્રણ કૃતિઓ: ૧. વૈદભ ચોપાઈ (સં. ૧૭૧૧), વિક્રમચરિત્ર ખાપરા ચોપાઈ (સં. ૧૭૨) અને વિક્રમચરિત્ર (લીલાવતી) ચોપાઈ (સં. ૧૭૨૪) ઉપલબ્ધ થતી હોવાનું નોંધ્યું છે. (જેન ગૂર્જર કવિઓ, ભાગ ૨, ૫. ૧૪-૧૪૬ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy