SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ મારા પુત્ર મણિરથકુમાર ભવ્ય છે કે અભવ્ય ? એનુ` ભાવી કેવું છે ” * ભગવાને ઉત્તર આપ્યા : “ રાજન, તમારા પુત્ર ભવ્ય છે એટલું જ નહી, એ આ ભવે જ મેાક્ષના શાશ્વત સુખના અધિકારી બનવાના છે. અત્યારે એ આ તરફ જ આવી રહ્યો છે, અને એની સાથે એક મૃગલી પણ અહી' આવી રહી છે! ” શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્સવ-ગ્રંથ ભગવાનની વાણી પૂરી થઈ અને મિથકુમાર અને મૃગલી ત્યાં આવી પહેાંચ્યાં. મણિરથકુમાર ભગવાનના ચરણામાં ઝૂકી ગયા. રાજા-રાણીએ જોયું કે એને અવતાર જ બદલાઈ ગયા હતા! એમનાં અંતર શાંતિ અનુભવી રહ્યાં. પછી મણિરથકુમારની જિજ્ઞાસાને પૂરી કરતાં ભગવાન મહાવીરે કરુણાભર્યાં સ્વરે કહ્યું : “મહાનુભાવ, સ્નેહતંતુના તાણાવાણા બહુ મજબૂત હેાય છે; અને યુગેાના યુગા વીતવા છતાં એ નાશ પામતા નથી. એના રહસ્યને પામવાનુ બધાને માટે સહેલુ` નથી.’’ કુમાર પ્રભુની વાણીને હૃદયના કચેાળામાં ઝીલી રહ્યો. ભગવાને વાતના ભેદ ખુલ્લા કરતાં કહ્યું : “ કુમાર, યુગેાના યુગા પહેલાંની વાત છે. ત્યારે તારા જીવ, મારા જીવ અને આ મૃગલીના જીવ સ્નેહના સુકેામળ છતાં અતૂટ અંધનથી ખંધાયેલા હતા : તું ત્યારે સુંદરી નામે સ્ત્રીના અવતારે હતા; મારા આત્માએ એ સમયે અન’ગકુમારનું ખાળિયુ· ધારણ કરેલું હતું; અને મૃગલી તે કાળે શ્રેષ્ઠીપુત્ર પ્રિય”કરના અવતારે હતી. પ્રિયંકર અને સુંદરી વચ્ચે ત્યારે પતિ-પત્ની રૂપે અવિહડ સ્નેહ હતા. જુગજુગ વીત્યા પછી આજે વેરાન વગડામાં સ્નેહના એ તંતુ આ મૃગલીમાં સજીવન અન્યા ! સંસારનાં માહ-માયાનાં બંધન આવાં અતૂટ અને યુગાના યુગેા સુધી ટકી રહે એવાં હેાય છે. જે ધર્માત્મા સયમને માગે સમતાની આરાધના કરી, કેાઈનેય નુકસાન કર્યા વગર, એ બંધનથી મુક્ત થાય છે તે મેાક્ષના અનંત આનંદના અધિકારી બને છે. ’ મણિરથકુમાર પ્રભુની વાણીને અભિનંદી અને અભિવી રહ્યો. એણે સદાને માટે ભગવાન મહાવીરના ચરણમાં પેાતાનું સ્થાન ચેષી લીધું * આ કથામાં ભાઈ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એ કેટલાક ફેરફાર કરીને એને મઠારી આપી છે, એની ધન્યવાદ સહ અહી નોંધ લેવી ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy