SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-2થે સુંદરીની નજર એ પાગલ પુરુષ ઉપર પડી, પણ એની સાથે વાત કરવાનું એને મન ન થયું. પેલે પાગલ પણ એની સાથે કશું ન બોલ્યા. બે દીવાનાઓની વચ્ચે જાણે મૌનની દીવાલ ચણાઈ ગઈ! એક આખે દિવસ આમ ને આમ એકબીજાને જોવામાં જ વીતી ગયે! પણ બનાવ એ વિચિત્ર હતો કે જીભ સળવળ્યા વગર રહી ન શકે. શબની સાથે હાવભાવ અને વાત કરતા પેલા પાગલને જોઈને, જાણે પિતે ડાહી હોય એમ, સુંદરીએ પૂછ્યું : “આર્ય ! તમે આ શું કરી રહ્યા છે?” તારે એની શી પંચાત ?” પાગલ પુરુષે એને તરછોડી નાખી. “પંચાત તે કશી નથી. તોય જરા વાત તે કરે, આ કોણ છે?” સુંદરી ઉત્સુકતા અનુભવી રહી. અરે બાઈ, તુંય ખરી લપિયણ છે ! આ કોણ અને હું એ જાણીને તારે શું કામ છે ? તું તારું જ સંભાળી શકે તે ઘણું !” પાગલે સુંદરીને ઉશ્કેરવા કહ્યું. પણ ખરી વાત કરવામાં તમારું જાય છે શું ? બે માનવી ભેગાં થાય ત્યારે એકબીજાને કંઈ પૂછેકરે એમાંય તમને વાંધો !” પિલા પુરવે નેહની ઘેલછાના શાળા કરતાં રહ્યું : “જે ને બહેન, આ મારી સેવાગિણી પ્રિયતમા છે. જે તે ખરી એનું રૂપ! અદેખી દુનિયાથી એ દેખ્યું જતું નથી. એક વાર એ થોડીક માંદી પડી તે બધાં કહેવા લાગ્યાં, આ તારી વહુ મરી ગઈ છે ! અને બધાં એને સમશાનમાં લઈ જવા તૈયાર થઈ ગયાં. લુચ્ચા નહીં તે ! એમની આવી વાત સાંભળીને હું ગભરાય, અને એમનાથી મારી જાતને અને મારી પ્રિયાને બચાવવા અહી એકાંતમાં નાસી આવ્યો! અહીં બધું સલામત છે.” . સુંદરી તે હવે ડાહી ડાહી વાતો કરવા લાગી : “ભાઈ, તમે અહીં મારી ભાભીને લઈને નાસી આવ્યા તે બહુ સારું કર્યું. પાપી અને જુઠ્ઠા લકે હવે તમને કંઈ નહીં કરી શકે. બળી એ લોકોની દુનિયા !” ધીમેધીમે બે ગાંડાઓ વચ્ચે મિત્રતા બંધાતી ગઈ અને વિશ્વાસ વધતે ગયે. લેકેથી દૂરની આ દુનિયામાં બેય સરખાં દુખિયારાં હતાં! એક વાર પુરુષે મમતા બતાવીને પૂછ્યું: “તારું અને મારા આ બનેવીનું નામ તે કહે." સુંદરીએ પિતાનાં નામ કહ્યાં. પેલા પુરુષે પોતાની પ્રિયતમાનું નામ માયાદેવી કહ્યું. પછી તે એકબીજાં એકબીજાના જણને સાચવવાનું ભળાવીને આઘાપાછાં પણ થવા લાગ્યાં. આ બધી યુક્તિ અનંગકુમારે કરી હતી. અને ધીમે ધીમે એ સફળ થતી જતી હતી. એને તે ગમે તેમ કરીને સુંદરીને ઉદ્ધાર કરે તે અને એનાં માતા-પિતા અને સાસુ-સસરાનું દુઃખ દૂર કરવું હતું. એ માટે એણે સ્મશાનને વાસ સ્વીકાર્યો હતે. એ ખૂબ ચરતાપૂર્વક પિતાની યોજનાને આગળ વધારવા લાગ્યો. પ્રેમની દીવાલ વાથી પણ મજબૂત હોય છે. ગમે તેવા કષ્ટ સામે પણ એ ટકી રહે છે. પણ પ્રેમમાં બેવફાઈની આશંકા સમી નાની સરખી કાંકરીને ભાર એ ઝીલી શકતી નથી. નેહમાં જાંક શંકા ઊભી થઈ કે નેહ જમીનદોસ્ત ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy