SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ મુ. શ્રી રધરવિજયજી : સ્નેહત‘તુના તાણાવાણા ૧૧૫ સુદરીનું એ રૂપ જોઈ સ્વજના શેહ ખાઈ ગયા આ સુંદરી! પણ કાઈ કઈ ખેલી શકયુ' નહી'. વાતાવરણમાં જાણે અસહ્ય સ્તબ્ધતા છવાઈ ગઈ! થેાડી વારે સૌ સ્તબ્ધતામાંથી જાગ્યા અને પ્રિયરના અંતિમ સ`સ્કારની તૈયારી કરવા લાગ્યા. એ તૈયારી પણુ:થઈ ચૂકી. હવે તે શમને મધવામાં આવે એની જ રાહ જોવાતી હતી. સ્વજના બધા ભેગા થઈ ગયા હતા. પણ સુંદરીને એ શખ પાસેથી દૂર કેવી રીતે કરવી ? અને એ કામ કોણ કરે? થાડી વાર તેા આ માટે કોઈ હિ'મત કરીને આગળ ન આવ્યું. પણ શબને આમ ને આમ ઘરમાં કેટલી વાર રહેવા:દ્યઈ શકાય ? છેવટે બે જણા હિંમત કરીને શમની પાસે ગયા, અને શબને ગાઢ આલિંગન દઈ ને ખેડેલી સુદરીને ધીમેથી દૂર કરીને શખને ઊંચકવાની તૈયારી કરવા લાગ્યા. પણ એમના સ્પર્શ થતાં જ સુંદરી વીક્લી વાઘણની જેમ તાડૂકી ઊઠી : “ ખખરદાર, મારા પ્રિયંકરને હાથ અડાડયો છે તે!! હું જાણું છું, યમરાજના દૂત બનીને તમે બધા મારા પ્રિય’કરના પ્રાણ હરવા આવ્યા છે ! પણ હું જીવતી જાગતી બેઠી છું ત્યાં સુધી મારા સ્વામીને કોઈ કશું નહી' કરી શકે ! ચાલ્યા જાએ પાપિયાએ ! અમને હેરાન ન કરો !’’ સુંદરીની સિંદૂર ઝરતી આંખે અને એને વિકરાળ ચહેરો જોઈને આવનારા પાછા હઠી ગયા, ભય ખાઈ ગયા. સૌને સુકુમાર સૌદર્યવતી સુંદરીમાં આજે ચ'ડીનુ' બિહામણું સ્વરૂપ દેખાયુ'! સૌ વિમાસણમાં પડી ગયા : આવી પાગલ નારીને કાણુ સમજાવે? કોઈ ને કઈ માગ ન સૂઝયા. સૌ એકબીજાની સામે જોઈ રહ્યા. વૈશ્રમણ શ્રેષ્ઠી અને પ્રિયમિત્ર શ્રેષ્ઠીના દુ:ખને કોઈ અવિધ ન હતી. એકના પ્રાણપ્રિય પુત્ર અકાળે મરણ પામ્યા હતા; બીજાની કુસુમકળી જેવી ઊછરતી પુત્રીના માથે વૈધવ્યને વજ્રપાત થયા હતા. અધૂરામાં પૂરું... સુંદરી નેહઘેલછાને પરવશ બનીને સાનભાન ખેાઈ બેઠી હતી—આળા ઘા ઉપર જાણે મીઠું છંટાયું હતું ! છેવટે પ્રિયમિત્ર શ્રેષ્ઠી મનને કઠણ કરીને સુંદરીની પાસે ગયા. એમણે સુંદરીની પાસે બેસીને એના માથે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવ્યા. પણ શું કહેવુ એ માટે એમની જીભ તે ઊપડતી જ ન હતી ! સુઢરી પળવાર કઈક શાતા અનુભવી રહી; પિતાની સામે ટગર ટગર જોઈ રહી. સ્વજનાને લાગ્યું' કે વાત કદાચ ઠેકાણે આવી જશે. પિતાએ અચકાતે અચકાતે કહ્યુ: “ બેટા, અંદર એરડામાં તારી મા પાસે જા, અને અમને અમારુ કામ કરવા દે! કેવી શાણી મારી દીકરી! ” “ તમારે શું કામ કરવુ' છુ'? અને એમાં હું કયાં આડે આવુ' છુ' ? ’” સુંદરીએ વિચિત્ર પ્રકારના ચાળા પાડતાં કહ્યું. “ આ પ્રિયંકર ગુજરી ગયા છે. એમના મૃત દેહને વળગીને આવી રીતે કઈ બેસી રહેવાય ? લેાકેા હાંસી કરે! જા, તારી મા અંદર તારી રાહ જુએ છે, ’ સુંદરીએ ચીસ પાડીને કહ્યું : “ કાણુ, મારા પ્રિય'કર ગુજરી ગયાં એમ તમે કહે છે? હું જીવતી હે।" અને એ મરે એ બને જ નહીં! તમે બધા જુઠ્ઠા છે અને મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy