________________
સાધ્વી શ્રી મગાવતી શ્રીજી વિદ્યાર્થી અને શિક્ષકની ભૂમિકા
૧૧૧ આથી ઊલટું, જેમ હંસપક્ષી દૂધ અને પાણી મળી ગયાં હોય છતાં તેમાંથી માત્ર દૂધ દૂધ જ પી જાય છે અને પાણી પડતું મેલે છે, તેમ જે વિદ્યાથી શિક્ષકે કહેલી વાતોમાંથી સારસારરૂપ હકીકતે તારવીને મનમાં સંઘરી રાખે અને પાણી જેવા ભાગને પડતે મેલે, તે વિદ્યાથી વિદ્યાને અધિકારી ગણાય.
પાડે તળાવમાં પાણી પીવા પડે છે તો તે બધું જ પાણી ડાળી નાખે છે, એથી પિતે
ખું પાણી પી શકતા નથી તેમ બીજાં જાનવરે પણ ચેખું પાણી મેળવી શકતાં નથી, તેમ જે છાત્ર, જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે, પિતાનું ડહાપણું બતાવવા શિક્ષકને આડી. અવળી નકામી વાતે પૂછી કે નકામી ચર્ચા ઊભી કરી વર્ગને–પાઠને ડોળી નાખે તેથી તે પતે તે વિદ્યાને પામી ન શકે પણ વર્ગમાં બેઠેલા બીજા જિજ્ઞાસુઓ પણ શિક્ષક દ્વારા સમજાવાતા પાઠને પામી શકતા નથી. આ વિદ્યાથી વિદ્યાને માટે પાત્ર ન કહેવાય.
એથી ઊલટું, જેમ ઘેટું પોતાના બન્ને ગોઠણ નીચે નાખી તળાવના પાણીને ડેન્યા વગર જ પાણી પીવે છે અને બીજાં પશુઓ પણ ચોખ્ખું પાણી પી શકે છે, તેમ જે વિદ્યાર્થી ચૂપચાપ એકાગ્રમન થઈને ગુરુ દ્વારા અપાતી હકીકતોને સાંભળે, ગ્રહણ કરે, તેમાં જરા પણ ડોળાણ ન કરે, તેથી તે પોતે જરૂર વિદ્યાને પામે અને સહાધ્યાયીઓ પણ વિદ્યાને મેળવી શકે. આ વિદ્યાથી વિદ્યાને માટે સુપાત્ર લેખાય.
મચ્છર માણસને કરડીને તેનું લેહી પી પિતાને પોષે છે; આમ તે પિતાનું પિષણ કરતાં માણસને ડંખ માર્યા વિના રહેતું નથી, તેમ જે વિદ્યાથી ગુરુ પાસેથી વિદ્યા મેળ વતાં ગુરુને ડંખ મારે અર્થાત્ આ તે માત્ર ગેખણિયે છે વગેરે કહી ગુરુની નિંદા કરે અથવા અધ્યાપકની સામું તિરસ્કારભાવથી બેલે તે છાત્ર વિદ્યાને માટે કુપાત્ર છે.
તેથી ઊલટું, જેમ જળો માણસને જરા પણ દુઃખની ખબર ન પડે તેમ તેનું લોહી પી પિતાનું પિષણ કરે છે, તેમ જે વિદ્યાથી પિતાની ભક્તિ, નમ્રતા અને વિદ્યા માટેની ખંત વગેરે ગુણેથી અધ્યાપકને એ વળગે કે એને ભણાવતાં ભણતાં જરાય થાક ન જણાય અને ઊલટું તે વિદ્યાથી તરફ ખેંચાતા જ રહે–આ જાતને વિદ્યાથી વિદ્યાને ખાસ અધિકારી ગણાય.
શાસ્ત્રકારે આમ લૌકિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીની ગ્યતા અને અગ્યતાનું ઘણું સ્પષ્ટ દર્શન કરાવેલ છે. તે જ રીતે અધ્યાપક, શિક્ષક કે ગુરુની ગ્યતા અને અયોગ્યતા દર્શાવવા માટે પણ કેટલીક ઉત્તમ હકીકત આ પ્રમાણે બતાવેલ છે –
એક લેભી બ્રાહ્મણને કેઈ એક દાતાઓ સસ્તામાં સ્વર્ગ મેળવવા સારુ માંદલી– બેઠેલી જ ગાયનું દાન કર્યું. પેલા લોભી બ્રાહ્મણે દાતાને એ પણ ન પૂછયું કે આ ગાય ઊભી તે કરે યા તે કેટલું દૂધ આપે છે? વગેરે. પછી જ્યારે ઘરે લઈ જવા સારુ બ્રાહ્મણ ગાયને પૂંછડે ઝાલીને બેઠી કરવા લાગ્યા, ત્યારે તેને ખબર પડી કે ગાય તે માંદલી છે અને વસૂકી ગયેલ છે તેથી દૂધ તે આપતી જ નથી. હવે બ્રાહ્મણને એમ થયું કે આ બલાને કોઈને તદ્દન સસ્તામાં વેચી મારું. કોઈ બીજે એ જ એક લેભિયે ઘરાક મળે. તેણે શરૂમાં તો પૂછ્યું કે ભાઈ, આ ગાયને બેઠી તે કરે. પણ બ્રાહ્મણે કહ્યું કે જેમ મેં ખરીદેલી છે તેમ જ તમારે ખરીદવી પડશે, બીજી પૂછપરછની વાત નથી. પેલા લેશિયાએ બ્રાહ્મણ ઉપર વિશ્વાસ રાખીને બેઠેલી ગાય તદ્દન પાણીની કિંમતે ખરીદી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org