SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ gam, અને મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા માટે, પ્રારંભમાં વિશ્વમાં રહેલ ચેતન અને જડ પદાર્થોના સ્વભાવનું મૃતથી લભ્ય દર્શન પ્રાપ્ત કરવા તેમને અંગે આગમ દ્વારા–અનુભવીઓના વચન દ્વારા–જાણપણું મેળવવું રહ્યું, કે જે પિતાને સ્વભાવદશામાં, અથવા એની વધુમાં વધુ નજીક રહેવામાં સહાયભૂત થાય.૧૫ જગતના ચેતન અચેતન પદાર્થોનું જે જાણપણું વિભાવદશામાં ઘસડી જાય તે જાણપણું પણ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ “ જાણપણા–અજાણપણ એને નથી, પણ જે જાણપણું આત્માને પિતાના સ્વભાવથી દૂર લઈ જનારું હોય –પછી ભલે તે આગમ ગ્રંથનું હોય–તે અજ્ઞાન, અને જે જાણપણું સ્વભાવદશામાં સ્થાપિત થવામાં ઉપયોગી હોય કે સ્વભાવસમુખતા જગાવતું હોય તે જ્ઞાન.૧૭ સાધકે પોતાની કૃતજ્ઞાનપ્રાપ્તિની પ્રવૃત્તિનું આ રીતે નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.૧૮ ૧૫. ગરમાગરમાવી લેવાગ્યાર્થમ્ | -તત્વાર્થસૂત્ર, અધ્યાય ' . ૧૬. અહંકારવૃદ્ધિ આદિ દ્વારા સેક: ત્રીજી ૧૭. સ્વમાવત્રામiાર– જ્ઞાનમિષ્યતે વર્ષ લ ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् , तथा चोक्तं महात्मना । –સાનસાર, ૫ મું જ્ઞાનાષ્ટક, શ્લોક ૧૮. આ દષ્ટિએ જોતાં જીવવિચાર, નવતત્વ, કર્મગ્રંથ, સંગ્રહણી વગેરે ગ્રન્થમાંથી જ્ઞાન પ્રાપ્ત થયું કયારે કહેવાય?–એને વિચાર કંઈક આ રીતે કરી શકાય – દા. ત. જીવવિચારના અધ્યયનથી—નાના, નજીવા, નગણ્ય દેખાતા છે પણ આપણા આત્મા સમાન જ છે; જેમ મેટો ફોટો અને તેની એક ઈચની કેપી; એનું કદ નાનું થતાં કેટલીક ઝીણી ઝીણી વિગતે પ્રથમ દર્શને જણાતી નથી, પણ એને એન્લાર્જ કરવામાં આવે છે, પહેલાં ન દેખાતી બધી વિગતે છૂટ થાય છે, તેમ નાના જીવજંતુઓમાં –એક કુંથુઆ સુદ્ધામાં –અને પિતાનામાં પણ કઈ ભેદ નથી; જે ભેદ ભાસે છે, તે કર્મકૃત છે. ભવભ્રમણ માટે કેટલું વિશાળ ક્ષેત્ર છે ! કેટલી યુનિઓ ! એકેન્દ્રિયાદિમાં કાયસ્થિતિ કેટલી દીધું છે! કોઈ વખત આપણે પણ એ બધી અવસ્થામાં સમય પસાર કર્યો છે વગેરે વિચારણું જાગે અને તેથી ભવભીરતા–પાપભીરુતા જન્મ અને નાના કીટ-પતંગ પ્રત્યે તેમ જ પાપી અધમ છ પ્રત્યે પણ ઘણાભાવ કે તિરસ્કારની લાગણી ન જન્મે; પરંતુ તેમાં પણ દેખવામાં આવતા ચૈતન્યના અંશ પ્રત્યે માન (Reverance for life ) 3012. નવતત્વનું અધ્યયન થતાં–જીવ-અજીવની સ્પષ્ટ સમજણ આવે; સાથે પોતાના વર્તમાનમાં દેખાતા પર્યાયે કર્મને લીધે છે, અને પિતાનું ખરું સ્વરૂપ કર્મથી અવરાયેલું પડયું છે એનું ભાન વધુ સ્પષ્ટ બને; સ્વરૂપે પ્રગટ કરવાના સાધન તરીકે સંવર અને નિર્જરાનાં અંગે પ્રત્યે અભિરુચિ જાગે અને સ્વરૂપપ્રાપ્તિ( મુક્તિ)અર્થે તાલાવેલી જાગે ક્ષેત્રસમાસ, બૃહસંગ્રહણી (કૈલેષદીપિકા) નું અધ્યયન ચિત્તમાં કેવા ભય પ્રેરે !—એક તીઠાંલેકમાં જ અસંખ્ય દ્વીપસમુદ્રો ! અને તે પણ કેટલા વિરાટકાય ! અને કલ્પનાને પણ થકવી નાખે એટલા વિસ્તારમાં પથરાયેલે આ તીચ્છક પણ જેની પાસે વામણો લાગે એવા ઊર્વલક અને અધોલકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy