SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસકથા દેશમાં, આ રીતે, અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજી ઢબની રહેણીકરણી પેાતાના વિસ્તાર કરી રહ્યાં હતાં, તેની સાથેાસાથ સમુદ્રયાત્રા કરીને વિશેષ અભ્યાસ માટે પરદેશ જવાના પ્રસંગેા પણ વધતા જતા હતા. આનું એક પરિણામ તો અંગ્રેજોની ધારણા મુજમ જ આવ્યુ: કેવળ રાજ્યસંચા લનમાં પૂરેપૂરા વફાદાર જ નહીં પણ અંગ્રેજોની રહેણીકરણીના જયજયકાર એલાવનારાઆના એક આખા વર્ગ ઊભા થયા. પણ એનું ખીજું પરિણામ, ગુલાબની સાથેાસાથ કાંટા પણ ઊગી નીકળે એમ, એમની ધારણાથી ઊલટું પણ આવ્યુ : ૧૮૫૭ના ઐતિહાસિક મળવેા ધારણા મુજબ સળ ન થવા છતાં તે વખતે દેશમાં સ્વાતંત્ર્યપ્રેમી અને વિદેશી શાસનના વિરોધીઓની સંખ્યા ક'ઈ જેવી તેવી ન હતી; એમાં જેએ પરદેશમાં અભ્યાસ કરવા ગયા હતા અને સ્વતંત્રતાનુ' મહત્ત્વ અને પરત ંત્રતાનું કલંક વધારે સ્પષ્ટપણે સમજતા થયા હતા, એમનુ' મળ ઉમેરાયુ' પરિણામે અંગ્રેજી રાજશાસન સામેના વિરાધ વિશેષ પ્રમળ બનવા લાગ્યા. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી ઢબની શિક્ષણપદ્ધતિનું ત્રીજું પરિણામ વળી આ બે પરિણામેા કરતાંય વધારે વ્યાપક, વધારે ચિરસ્થાયી અને વધારે અસરકારક આવ્યું; તે એ કે કોલેજો અને વિશ્વવિદ્યાલયેામાં જુદા જુદા વિષયાનું ખેડાણ થવા લાગ્યું; તેમાં વળી ભારતીય ધર્મો, દેશન, સંસ્કૃતિ, ઇતિહાસ અને કળા જેવા ભારતના પેાતાના જ વિષયામાં વિદેશના વિદ્વાના નિપુણતા મેળવીને આપણને એ એવી અનોખી આકર્ષક ઢબે શીખવવા લાગ્યા કે એથી, આપણા વિદ્યાથીએ તા ઠીક, આપણા નામાંકિત વિદ્વાના પણ મુગ્ધ બની ગયા. અને તેએ એ વિદેશી વિદ્વાનાએ દર્શાવેલી સ`શેાધન-સ`પાદનની પદ્ધતિનું ઉમળકાપૂર્ણાંક સ્વાગત અને અનુકરણ કરવા લાગ્યા. ભારતીય સંસ્કૃતિના વ્યાપક અને તલસ્પર્શી, તુલનાત્મક અને ઐતિહાસિક અધ્યયન-અધ્યાપન તેમ જ સશેાધનસંપાદનની આ પ્રક્રિયાના પરિણામરૂપે વેદાનુ સૌપહેલું મુદ્રણ-પ્રકાશન પરદેશમાં થયુ..૧ વળી બૌદ્ધધર્માંના પિટકાર અને જૈનધમના આગમગ્રંથા તરફ પણ વિદેશના વિદ્વાને આ અરસામાં જ આકર્ષાયા. અને એ ક્ષેત્રમાં એમણે એવું મહત્ત્વનુ' અને મૌલિક કે પાયાનુ કહી શકાય એવું કામ કર્યું કે જે આજે પણ નમૂનારૂપ અને માદક બની શકે એવુ' લેખાય છે. આની સાથેાસાથ વિદેશી સાહિત્ય અને સ ંસ્કૃતિના અધ્યયન તરફ પણ આપણા દેશના વિદ્વાનેા સારા પ્રમાણમાં આકર્ષાયા. ૧. ઋગ્વેદના પ્રથમ અષ્ટકના લેટિન અનુવાદ શ્રી એ. રાજન નામે વિદ્વાને છેક સને ૧૮૩૭માં કર્યા હતા. સંપૂર્ણ ઋગ્વેદના જર્મન અનુવાદ શ્રી એ. લુવિગ નામે વિદ્વાને સને ૧૮૭૬માં કર્યાં હતા. યજુવેનુ' સ ́પાદન પ્રા. એ. વેખર દ્વારા સને ૧૮૪૯-પરમાં થયું હતું. પ્રે. મેકસમૂલરનુ આ ક્ષેત્રનું કામ તે પછી આવે. ૨. વિનયપિટકનુ` સંપાદન એચ. એલ્ડનબર્ગ નામના વિદ્વાને સને ૧૮૭૯માં કરીને એને રામનલિપિમાં છપાવ્યું હતું. tr ૩. પસૂત્ર અને નવતત્ત્વનેા અનુવાદ શ્રી જે. સ્ટીવન્સન નામે વિદ્વાને સને ૧૮૪૮માં કર્યાં હતા. આચારાંગ અને કપસૂત્રને અનુવાદ ડૉ. હુન જેકાળીએ કર્યાં હતા; અને તે સને ૧૮૮૪માં સેક્રેડ મુક એફ્ ધી ઈસ્ટ'' નામે ગ્રંથમાળાના ૨૨મા ગ્રંથરૂપે પ્રગટ થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy