SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ મુ. શ્રી ચંદ્રશેખરવિજ્યજીઃ વશીકરણવિદ્યા અને પુનર્જન્મ ૭૩ એવું કેઈ નિમિત્ત-દશન વગેરે–થાય તે જ આ કાર્મિક અણુઓ ઊખડી જાય અને આત્માને ભૂતપૂર્વ અનુભવની સ્મૃતિ થઈ આવે. વળી, પૂર્વજન્મની સ્મૃતિની તે શી વાત કરવી? આપણું વિસ્મરણશક્તિ એટલી બધી તીવ્ર છે કે આ જન્મના પણ બાલ્યકાળના અનુભવેની સ્મૃતિ ઘણાને થતી નથી! ખેર. આ તે દાર્શનિક દષ્ટિએ સમાધાન મેળવ્યું; પણ અર્વાચીન જગતને એક વિદ્યાથી તે કહે છે કે “કદાચ આપણે આપણા ભૂતકાળ જરૂર જાણી શકીએ, પરંતુ ખાસ કરીને પશ્ચિમના આપણા દેશની અધ્યયન પદ્ધતિ અને ઘડતર જ એવાં છે કે એણે આપણું મગજને ધંઈ જ નાખ્યાં છે, અને આપણું વિશિષ્ટ સ્મરણશક્તિને વિનાશ કરી નાખે છે! ૧૨ બેશક, કેઈને પણ ભૂતપૂર્વ જન્મનું સ્મરણ થઈ શકતું નથી એમ તે ન જ કહી શકાય. હવે તે શાન્તિદેવી, નેકાટી વગેરેને જાતિસ્મરણની વાત મેર ફેલાઈ ગઈ છે. અને જેમને આવાં જાતિસ્મરણે વગેરે નથી થયાં અને તેથી ભૂતપૂર્વ જન્મની સ્મૃતિ નથી થઈ તેઓ પણ પિતાના જીવનમાં જે કોઈ લાગણીઓ ધરાવે છે, તેમનામાં જ્યારે કયારે પણ કેટલાક ભાવાવેશ આવી જાય છે, તેમનામાં જે શક્તિઓ કામ કરી રહી છે, જુદા જુદા વિષયમાં તેઓ જે સુરૂચિ અને અરુશિ ધરાવે છે—એ બધાંયની પાછળ આંતરમનમાં પડેલા ભૂતપૂર્વ જન્મના સંસ્કારે જ કામ કરે છે ને? એટલે, બીજી રીતે તે દરેક આત્મા પિતાના વર્તમાન જીવનની સાથે ભૂતપૂર્વ જીવનેની કડી લગાડીને જ રહે છે, એમ માનવું જોઈશે. અને તેથી જ સારા માણસે ભૂતપૂર્વ ભૂલેની પુનરાવૃત્તિ કરતાં અટકે છે; જ્યારે દુર્જને એવી ભૂલોને પુનઃ પુનઃ કરતા જોવા મળે છે. આ બધાની પાછળ પૂર્વજન્મને સંબંધ કામ કરતો હોવાનું માન્યા વિના છૂટકે જ નથી. ૧૩ પૂર્વજન્મની વાર્તા કહેતા માણસે પોતાની તરફેણમાં કહે છે કે માતાપિતાના સંસ્કાર જ બાળકના વારસામાં આવે છે એ વાત લગભગ વજૂદ વિનાની છે. એવું જ લગભગ સર્વત્ર જોવા મળે છે કે જે મા-બાપમાં નથી હોતું તે બાળકમાં હોય છેઃ બાપ કોધી હોય અને બાળક ક્ષમાશીલ હોય; બાપ ઉદાર હોય અને બાળક કૃપણ હોય. હવે જે બાળકને એના સંસ્કાર વારસામાંથી નથી મળ્યા તે ક્યાંથી આવ્યા? આને ઉત્તર પૂર્વજન્મની માન્યતાથી જ મળી શકે છે. બાળકને આત્મા જન્માન્તરના સંસ્કારને લઈને અહીં આવેલ છે માટે જ આમ બને છે. પણ આ વિધાન સામે એક પ્રશ્ન થઈ શકે છે કે, “ભલે તેમ હોય, પણ જ્યાં પિતા-પુત્રના સંસ્કાર તદ્દન સમાન છે ત્યાં તો પુનર્જન્મની વાતને સમર્થન નથી જ મળતું ને? કેમકે ત્યાં તો સ્પષ્ટ રીતે કહી શકાય તેમ છે કે પિતાના લેહીના સંસ્કાર જ બાળકમાં ઊતરી ગયા છે.” 12. To the theory of another student who contends that perhaps we might remember something of our past but that our training and conditioning, particularly in the Western world, has 'washed our brains'obliterating these memories. –એજન, પૃ. ૨૧૨. 13. ......... Although we do not remember specific incidents of previous lifeepisodes, we still carry over fmpressions, tendencies, capacities, and dispositions subconscious checks and balances--which resirain us from repeating past mistakes and guide us in the eternal process of erolution. એજન, પૃ. ૨૧૩, ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy