SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ આમ જ્યારે આત્મા નિત્ય છે ત્યારે પૂર્વ જન્મ અને પુનર્જન્મની વાતો પણ જૈન દર્શનમાં બહુ જ સહજ રીતે ઠેર ઠેર વેરાયેલી જોવા મળે છે. અને તેથી જ “કરે તેવું પામે એ ન્યાયે વર્તમાન જન્મમાં સુંદર ધર્માચરણ કરવું એ પણ જરૂરી બની જ જાય; કેમકે તેના વિના પુનર્જન્મ પામ્યા પછી જીવાત્મા પોતે સુખદ જીવનનું ઐશ્વર્ય પામી શકે નહિ. આમ આત્મા અંગેનું વિશદ સ્વરૂપદર્શન જૈન દર્શનમાં જોવા મળે છે. તેથી જ કોઈ પણ જેન આ વિષયમાં કોઈ શંકા કરતા નથી, અને શક્ય એટલું સદાચારપરાયણ જીવન જીવવાની કોશિશ પણ કરતો રહે છે. પણ આ હકીકત જગતના ઘણા મોટા વિસ્તારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી છે. બુદ્ધિજીવી વર્ગ આત્માના સ્વરૂપમાં જાતજાતની શંકા-કુશંકાઓ કરતો રહે છે. વૈજ્ઞાનિકવર્ગ એના અંગે તરેહતરેહના ઊહાપોહ કરે છે; વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્માના સત્ય સ્વરૂપનું અન્વેષણ કરવા કટિબદ્ધ પણ બનેલો છે. ( ૧૯૬૭ના માર્ચની ૧૮મી તારીખથી આત્મસિદ્ધિ કરી આપવા માટે અમેરિકાની આઠ વૈજ્ઞાનિક સંસ્થાઓ બીડું ઝડપીને તેના માટે એક વ્યક્તિએ બે કરોડ ડોલરનું જે વીલ કર્યું છે, તેની રકમ પ્રાપ્ત કરવા આગળ આવવાની જાહેરાત જોઈ છે. ભારતમાં જયપુર વિશ્વવિદ્યાલયના પેરાસાઈ કોલેજી વિભાગના પ્રોફેસર ડે. બેનરજી આત્માના પૂર્વજન્મ અંગેનું સત્ય તપાસવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યા છે. વિશ્વભરમાંથી પૂર્વ જન્મની સ્મૃતિ પ્રાપ્ત કરતા લગભગ ૫૦૦ કિસ્સાઓ તેમણે ભેગા કર્યા છે. દિવસે દિવસે તેઓ પૂર્વજન્મના અસ્તિત્વની સત્ય હકીકતની વધુ ને વધુ નજદીક આવતા જાય છે. આવું આવું તો ઘણું ઘણું આજે સંશોધન થઈ રહ્યું છે. આ સંશોધનને અંતે આત્માનું અસ્તિત્વ અને અવિનાશિપણું નકકી થતું જાય છે. આજે જુદા જુદા ઘણું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આત્માના અસ્તિત્વને પુરવાર કરતાં સત્ય હાથ લાગ્યાં છે. અનેક વૈજ્ઞાનિકોએ નિત્યાત્માનું અસ્તિત્વ કબૂલ્યું છે. આપણે અહીં એમાંના એક સત્યાન્વેષીની આત્માના પૂર્વજન્મ અંગેની કબૂલાત વિચારીશું. આ ભાઈએ વશીકરણવિદ્યા( Hypnotism)ના પ્રયોગો દ્વારા પૂર્વ જન્મની સિદ્ધિ કરી છે. એમણે એવા ૧૩૮૩ પ્રયોગો કર્યા છે. અને છેલ્લામાં છેલ્લા ગણાતા છઠ્ઠા નંબરના સાથી ઊંડા વશીકરણ( Deepest hypnotism)થી એ આત્માઓની પાસે તેમના પિતાના પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવી છે. એમનું નામ છે એલેકઝાન્ડર કેનન. એમણે “ધ પાવર વિધિન” ( The Power Within ) નામનું પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે. આ પુસ્તકના સેળમાં પ્રકરણમાં એમણે વશીકરણવિદ્યાથી પુનર્જન્મની સિદ્ધિ કરતી માહિતી આપી છે. તેમણે ત્યાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે – એક સમય એવો હતો જ્યારે ઘણાં વર્ષો સુધી પુનર્જન્મનો સિદ્ધાન્ત મારા માટે એક ભયંકર સ્વપ્ન સમો હતો. તે વખતે હું આ સિદ્ધાન્તને તોડી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેત. વશીકરણવિદ્યાને નિષ્ણાત હતો એટલે અવારનવાર અનેક વ્યક્તિઓ ઉપર વશીકરણવિદ્યાના પ્રયોગો કરતા અને તેઓને ઘણી ઘણી વાત પૂછો. જ્યારે ક્યારે પણ તેમાંનું કેઈ પણ મને પુનર્જન્મના અસ્તિત્વની વાત કરતું ત્યારે હું સખ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy