SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્ધવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ ૧૭ મેં પક્ષીની અવસ્થામાં તથા બીજી રીતે પણ જે દુઃખ ભેગવ્યું છે તે તમારા દુઃખથી વિશેષ છે.” મદન કહે, “હવે તો આ સંસાર જ દુખમય છે એમ જાણીને આપણે આત્મહિત કરવું યોગ્ય છે. આ વખતે ત્યાં વિમળબાહુ નામના ગુરુ પધાર્યા. બન્ને ભક્તિથી ગુરુની પાસે બેઠા. ગુરુએ ધર્મદેશના આપી સંસારનું સ્વરૂપ સમજાવ્યું. દેશના સાંભળીને બનેએ એમની પાસે દીક્ષા અંગીકાર કરી. સંવેગ ધારણ કરીને વિહાર કરતા બન્ને વિવિધ પ્રકારનું તપ અને છેવટે અનશન કરીને સૌધર્મ દેવલેકમાં દેવ થયા. સોળમી ઢાળ–ત્યાંથી મદનને જીવ વિજયપુરમાં સમરસેન રાજાની વિજયાવતી રાણીથી મણિપ્રભ નામે પુત્રરૂપે ઉત્પન્ન થયો. અનુક્રમે પિતાએ તેને ગાદી પર બેસાર્યો. ચિરકાળ રાજ્યલક્ષમી ભોગવી, એક દિવસ કરમાઈ ગયેલા કમળવનને જોઈને પ્રતિબોધ પામી, પિતાના પુત્રને રાજ્ય સેંપી જિનેશ્વરસૂરિ પાસે એ દીક્ષિત થે. મણિપ્રભ રાજર્ષિ અવધિજ્ઞાન પામ્યા ને આકાશગમનની શક્તિવાળા થયા. સત્તરમી ઢાળ-ધનદેવને જીવ વૈતાઢય પર્વતના રથનપુરચક્રવાલ નગરમાં મહેન્દ્રસિંહ નામે વિદ્યાધર-ચક્રવતી થયે. તેને રત્નમાલા નામની પટરાણી હતી. તથા રત્નચૂડ અને મણિચૂડ નામે પુત્રો હતા. એક વખત ચક્રવર્તીની પ્રિયા મહાવ્યાધિથી મરણ પામી. રાજા તેનું રક્ષણ ના કરી શક્યો. તે મેહવશ થઈ વિલાપ કરવા લાગ્યા. અઢારમી ઢાળ–આ વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી મણિપ્રભ મુનીશ્વર આકાશગામિની લબ્ધિથી અને પૂર્વભવના સનેહના વશથી તેને નગરમાં ગયા. ત્યાં ચક્રવતી વંદન કરીને તેની સન્મુખ બેઠે. મુનિએ સંસારનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. - ઓગણીસમી ઢાળ–ત્યાર પછી વિદ્યાધરે મણિપ્રભ મુનિને કહ્યું: “તમારા પર મને બહુ સ્નેહ થાય છે તેનું શું કારણ?” તે વખતે મુનિરાજે ધનદેવ અને મદનને પૂર્વભવ કહ્યો. પૂર્વભવની સ્ત્રીઓનું ચરિત્ર સાંભળીને વિદ્યાધર પ્રતિબોધ પામ્યા અને પુત્ર રત્નચૂડને રાજ્ય સેંપી પોતે દીક્ષા ગ્રહણ કરી. વિદ્યાધર રાજર્ષિ આગમને અભ્યાસ કરી ઉગ્ર તપ તપી અનેક લબ્ધિના ભંડાર થયા. અનુક્રમે બન્ને મુનિરાજ શુકલધ્યાન કરતાં કરતાં કેવળજ્ઞાન પામીને મોક્ષસુખ પામ્યા. આ પ્રમાણે સુજ્ઞ પુરુષ, મદન-ધનદેવની જેમ વિષયસુખને દુઃખરૂપ માની તેનાથી વિરક્ત થઈ ચારિત્ર અંગીકાર કરીને અનુક્રમે મોક્ષસુખ પામે. મદન-ધનદેવ-રાસ I % હૈ અહં નમઃ | | | દુહા છે વિહરમાન પ્રભુ રાજતા, વંદુ જિનવર વીસ પદકજ પ્રણમું પાસના, જેહની ચડતી જગીસ છે ૧ . ગુણદાયક ગુણમ્યું ભર્યા, પ્રણમું ગુરુના પાયા ભમતાં જે ભવસાયરે, પ્રવહણ સમ પરખાય છે ૨ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy