SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ ૧૧ જયાનંદકેવલીચરિત્રના કર્તા સહસાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ પિતાના રચેલા ચરિત્રના નવમા સર્ગમાં કમલપ્રભનગરમાં કમલપ્રભ નામને રાજ છે. તેને એકને એક પુત્ર છે. તેને ગાત્રસંકેચ નામને મહાવ્યાધિ થયેલ છે. ઘણા ઉપચાર કરાવે છે, છતાં વ્યાધિ મટતો નથી. પછી નગરમાં પડહ વગડાવે છે. જે કોઈ આ વ્યાધિ મટાડશે તેને મારી પુત્રી કલમસુંદરી અને રાજ્યમાંથી એક દેશ આપવામાં આવશે. આ અવસરે એક બ્રહ્મવૈશ્રવણ નામને વૈદ્ય આવ્યો છે, તે પરોપકારદષ્ટિથી લોકોની દવા કરતો અને અસાધ્ય રોગને મટાડતો હતે. આ વાત નગરમાં પ્રસિદ્ધિ પામી ને રાજા પાસે પહોંચી. રાજા તે વૈદ્યને બેલાવે છે. બ્રહ્મવૈશ્રવણ રાજપુત્રની દવા કરે છે. વ્યાધિ મટી જાય છે. એટલે રાજા પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે વૈદ્યને રાજપુત્રી આપવા તૈયાર થાય છે. રાજા બ્રહ્મવૈશ્રવણને કહે છે, “મારી પુત્રીનું પાણિગ્રહણ કરે; કારણ કે મારા પુત્રને સજજ કરનારને મારી પુત્રી આપવી એવી મેં પ્રતિજ્ઞા કરેલી છે.” આ સાંભળીને વૈદ્ય કહે છે, “મારે ઘરમાં રસાઈ કરનારી બ્રાહ્મણી છે. તે સાથે મારા જેવા સામાન્ય માણસેને વધારે પ્રિયાઓ કરવી એગ્ય નથી. તેમ બે પત્નીના પતિ મદનની કથા સાંભળીને કણ મૂખ બે પત્નીએ કરે?” એટલે રાજાએ પૂછયું : “તે મદન કેણ છે?” બ્રહ્મવૈશ્રવણ કહે છે, “સંસારમાં સુખ મુખ્યતાએ સ્ત્રીથી લાવી શકાય છે, પરંતુ પ્રાયઃ કરીને સ્ત્રી કુટિલ, ક્રૂર તથા પરિણામે અતિ દુઃખદાયી હોય છે. આ બાબતમાં મદન ને ધનદેવનું દષ્ટાંત કહું છું તે સાવધાન થઈને સાંભળે.” એમ કહીને વિદ્ય મદન અને ધનદેવનું દષ્ટાંત કહે છે (જે રાસમાં ગૂંથવામાં આવ્યું છે). આ કથાનક નવમા સર્ગમાં પૂરું થતાં મુનિસુંદરસૂરિ પિતે કહે છે, “આ ચરિત્ર પ્રાકૃત સુમતિનાથ ચરિત્ર ઉપરથી મેં રચ્યું છે.” આથી એક વાત નક્કી થઈ કે આ ચરિત્રનું મૂળ પ્રાકૃતભાષામય સુમતિનાથના ચરિત્રમાં છે. સુમતિનાથચરિત્રના કર્તા ૧રમી સદીમાં થયેલા છે. જેમણે કુમારપાળ પ્રતિબંધ ને સિંદૂરપ્રકારની રચના કરી છે, તે સોમપ્રભાચાયે આ ચરિત્ર બનાવ્યું છે. તેમાં કથાનક આ રીતે આવે છેઆચાર્ય મહારાજ પધાર્યા છે, ત્યાં બધા દેશના સાંભળવા જાય છે. દેશના પૂરી થતાં એક વિદ્યાધર કહે છે, “આપનાં દર્શન કરતાં મને ઘણે હર્ષ થાય છે. માટે મારે ને તમારે પૂર્વન કોઈ સંબંધ હોવો જોઈએ.” તે વખતે આચાર્ય. શ્રી પિતાને ને આ વિદ્યાધરને પૂર્વ ભવ કહે છે, કે આપણે બે પૂર્વભવમાં મદનધનદેવ હતા. એમ કહીને આખી કથા કહેવામાં આવી છે. આ રાસને આધાર સુમતિનાથચરિત્ર છે. અમદાવાદમાં ડેશીવાડાની પિળમાં ગોસાઈજીની પિળમાં સીમંધરને ખાંચો તે ભાભા પાર્શ્વનાથને ખાંચે, ત્યાં રહીને આ રાસની રચના કરી છે. રાસમાં અંતે કહે છે– સીમંધર સ્વામી તથા રે તિમ વળી ભાભા પાસ; સાનિધે સંપૂરણ થયે રે મદન-ધનદેવ-રાસ. પ્રતિ-પરિચય પ્રસ્તુત રાસના સંપાદન-કાર્યમાં જામનગર વીસા શ્રીમાળી જૈન ઉપાશ્રયના જ્ઞાનભંડારની પ્રતિનો ઉપયોગ કર્યો છે. આ પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. તેની લંબાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy