SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ વિદ્યાલયની (વકાસકથા સમતુલા એમના જીવનમાં સધાઈ હતી. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી અને સમુદાયના અન્ય મુનિરાજો માટે તેએ પૂછ્યાઠેકાણું હતા. આદશ શિરછત્રની ગુણિયલતા એમના જીવનમાં સહજપણે વિકસી હતી. વિ. સ’. ૧૯૫૭માં મુનિ શ્રી વલ્લભવિજયજીને આચાય પદ્મવી આપવાની વાત આવી ત્યારે એમણે, સમુદાયનું હિત વિચારીને, એ વાત હમણાં જતી કરવાનુ સૌમ્યભાવે સહુને સમજાવ્યું હતું. તેઓ એછાખાલા અને કર્તવ્યપરાયણ સતપુરુષ હતા. વાણીના વિલાસ એમને કયારેય ખપતા નહી. પેાતાની એક સજ્ઝાયમાં એમણે જીભને ઉદ્દેશીને પેાતાની લાગણી વ્યક્ત કરતાં સાચુ' જ કહ્યું છે કે— “રસના તુ' છે ચાર તારી, વિ જગને ઠગનારી.” જીભાજોડી કે વાદાવાદથી સર્વથા દૂર રહેવાની પ્રકૃતિને કારણે તે એક આદેશ સંતપુરુષની જેમ પેાતાના વિચાર, ઉચ્ચાર અને આચારમાં સમરૂપતા સાધી શકયા હતા. આ સંત મુનિવરને વિ. સ. ૧૯૯૮માં, ૯૧ વષઁની વૃદ્ધ ઉંમરે, પાટણમાં સ્વર્ગવાસ થયા. એ ક્ષમાશ્રમણને આપણી ભાવભરી વંદના હા ! કર્તવ્યનિષ્ઠ પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મહારાજ ગુરુની સેવા માટે પેાતાનાં સર્વ શક્તિ અને સમયને હુ પૂર્ણાંક સમર્પિત કરીને પેાતાના શિષ્યપદને અને સાધુપદને કૃતકૃત્ય કરનાર આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીના શ્રીમહાવીર જૈન વિદ્યાલયના વિકાસમાં અને એને પગભર બનાવવામાં કલ્પી ન શકાય એટલે ફાળેા છે. વિ. સ. ૧૯૭૨ના મુંબઈના ચતુર્માસ દરમ્યાન તેઓએ તથા પૂજ્ય પંન્યાસ (પછીથી ઉપાધ્યાય) શ્રી સાહનવિજયજીએ મકાન ફંડની જે શુભ શરૂઆત કરાવી તેથી એ કામ સુગમ બની ગયું. ત્યાર પછી વિ.સ'. ૧૯૭૯માં, ખરે અણીને વખતે, પેાતાના ગુરુની આજ્ઞાથી વિદ્યાલય માટે છેક પંજાબથી ઝડપથી વિહાર કરી મુંબઈ પહેાંચ્યા અને પૂજ્ય પન્યાસ ઉમ’ગવિજયજી ( પછીથી આચાય વિજયઉમ'ગસૂરિજી )ની સાથે રહીને જે કામ કર્યું એણે વિદ્યાલયને મુસીખતમાંથી ઉગારી લઈને એને સુદૃઢ કરવામાં ઘણા મહત્ત્વના ફાળા આપ્યા એમ કહેવુ જોઈ એ. એ વખતે વિદ્યાલયને પૈસાની ભીંસ હતી, અને દાક્તરીલાઈનના અભ્યાસને નિમિત્તે વિદ્યાલયની સામે ઝંઝાવાત ઊભા થયા હતા. આ બંને મુસીબતેમાં પન્યાસ શ્રી લલિતવિજયજીની સેવાઓ ખૂબ ઉપયોગી નીવડી હતી. એ અરસામાં મુખ્યત્વે એમની જ પ્રેરણાથી શેઠ શ્રી વાડીલાલ સારાભાઈ એ વિદ્યાલયને એક લાખ રૂપિયા જેવી મેાટી રકમ ભેટ આપી હતી. પજાબની વિભૂતિ પૂજ્ય આત્મારામજી મહારાજના 'ગત મંત્રી તરીકેની જવાખદારી ખજાવવાનું કામ ગુજરાતના સંત પૂજ્ય વિજયવલ્ભસૂરિજી મહારાજે કર્યું હતું; તેા શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના અંગત મંત્રીનું કામ પજામના મુનિ શ્રી લલિતવિજયજીએ સભાળ્યું હતું. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની સમાજઉત્કર્ષ અને શિક્ષણપ્રસારની ચેાજનાને મૂર્ત કરવામાં આ મુનિશ્રીના ફાળા અસાધારણ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy