SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ કાંતિવિજ્યજી મહારાજ અને શાંતમૂર્તિ હંસવિજયજી મહારાજની મારા ઉપર છત્રછાયા છે. મારા પંજાબની અને આખા ભારતવર્ષના સંધની ઉન્નતિ થાય એ જ મારું ધ્યેય છે અને એ જ અંત સમય સુધી રહેશે.” (વિ. સં. ૧૯૮૬; પાનસર) મેં સાંભળ્યું છે કે પૂનાના સંધના લેકે અંદરઅંદર બહુ ઝઘડે છે; આટલું જ નહીં, એવું પણ સાંભળ્યું છે કે એક પક્ષના લોકોએ જ મારું સ્વાગત કરવાનું નક્કી કર્યું છે. પણ તમારે જાણવું જોઈએ કે જ્યાં સંઘમાં ઝઘડા હોય છે ત્યાં જવાનું હું ત્યારે જ પસંદ કરું છું કે જ્યારે સંઘના ઝઘડા મટી જાય.” (વિ. સં. ૧૯૮૬; ખડકી) , અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી, પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પૈસે નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ-બહેન દુઃખની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે. એમના પાસે થોડાં ઘણાં ઘરેણાં હતાં એ તો વેચાઈ ગયાં; હવે તો તેઓ વાસણ પણ વેચવા લાગ્યા છે. કેટલાંક તો દુ;ખના લીધે આપઘાત કરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયાં છે; આ બધાં આપણાં જ ભાઈ-બહેન છે. એમની સ્થિતિ સુધારવાની જરૂર છે. જો મધ્યમ ગરીબ વર્ગ જીવતો રહેશે તો જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.” (વિ. સં. ૨૦૦૮; મુંબઈ) સાધર્મિક વાત્સલ્યનો અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી, પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા એ પણ સાચું સાધર્મિક વાત્સલ્ય છે.” (વિ. સં. ૨૦૦૭; જૂનાગઢ) સેવા, સ્વાવલંબન, સંગઠન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એને પ્રચાર–આ પાંચ બાબતો ઉપર જ જૈન સમાજની ઉન્નતિને આધાર છે.” ( વિ. સં. ૨૦૦૯; મુંબઈ) બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્રિત થઈને શ્રી મહાવીરસ્વામીની જય બોલે. અને જૈન શાસનની વૃદ્ધિને માટે જેન વિશ્વ વિદ્યાલય નામે એક એવી સંસ્થા સ્થાપિત થાય કે જેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય; અને ધર્મને બાધ ન આવે એવી રીતે રાજ્યાધિકારમાં જૈનોને વધારે થાય. પરિણામે બધા જેન શિક્ષિત થાય અને એમને ભૂખનું દુ:ખ ન રહે. શાસનદેવ મારી આ બધી ભાવનાઓને સફળ કરે એ જ હું ઈચ્છું છું” (વિ. સં. ૨૦૦૯; મુંબઈ) અંજલિ - આચાર્યશ્રીને સ્વર્ગવાસ એ કેવળ જૈન સંઘની જ નહીં પણ દેશની બેટ બની ગયે હતો. વર્તમાનપત્રોએ, સંસ્થાઓએ અને જુદા જુદા વિભાગના આગેવાનોએ આ બેટનું સંવેદન ઝીલીને એમને ભાવભરી અંજલિ આપી હતી. ડીક અંજલિઓ જોઈએ – આચાર્યશ્રીના કાળધર્મના સમાચાર જાણીને અમને ઘણે શોક થયો છે. રાજનગરના અખિલ ભારતીય મુનિસમેલનની સફળતા પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ એ બન્નેના અન્યોન્ય સંપૂર્ણ સહકારને લીધે જ થઈ હતી.” –આ . શ્રી વિજયસૂરિજી તથા આ. ભ. શ્રી વિજયનંદનસૂરિજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy