SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ ૧૭૭. કેટલુ કલ્યાણ થાય છે ? જે પ્રવૃત્તિ કે વિચારણામાંથી આવા લાભ નિષ્પન્ન થતા ન લાગતા એનાથી અળગા રહેવાની તેએ પૂરી ખબરદારી રાખતા. એક વાત શરૂઆતથી જ એમના અંતરમાં વસી હતી કે સાધુજીવનના સ્વીકાર એ પેાતાના ઉદ્ધાર અને બીજાના કલ્યાણ માટે જ કર્યા છે; તેા પછી ભૂલેચૂકે એવી એક પણ પ્રવૃત્તિ મારા હાથે ન થઈ જવી જોઈએ કે જેથી મારી સ`યમયાત્રાને અને સમાજકલ્યાણની ભાવનાને ક્ષતિ પહોંચે. જગતનું ભલું કરવામાં આપણું પણ ભલું થાય છે; એટલે છેવટે કેાઈનું ભલુ' આપણાથી કદાચ ન થઈ શકે તેાપણુ કેાઈના ભૂડાના નિમિત્ત તા ન જ થવું, પણ આપણી ભલીખૂરી કરણીનાં ફળ કેવળ આપણે જ નહીં, પણ એક ધગુરુના સગપણે, આખા સંઘને ભાગવવુ' પડશે. આચાય મહારાજની એકેએક વિચારસરણી અને પ્રવૃત્તિની પાછળ હમેશાં આવી સ્વ-પરકલ્યાણની ભાવના માટે જાગૃતિ ધખકતી રહેતી હતી. મુંબઈની સ્થિરતા દરમ્યાન સને ૧૯૫૨ના જૂન મહિનામાં કૉન્ફરન્સનું ૧૯મું અધિવેશન સુવણુ જય'તી અધિવેશન તરીકે મુ`ખઈમાં શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રમુખપદે મળ્યું. એ અધિવેશન પહેલાં, એ અધિવેશન દરમ્યાન અને એ અધિવેશન પછી પણ આચાર્ય મહારાજે મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે જે ધમ વાણી વહાવી અને સમાજને પ્રેરણા આપી એ અવિસ્મરણીય છે. અને ખાસ તા, આ બાબતમાં માત્ર ઉપદેશ આપીને જ ચૂપ ન રહેતાં તેઓશ્રીએ સંઘને સ્પષ્ટ જણાવ્યું કે આ દિશામાં કંઈક પણ નક્કર પગલાં ભરવામાં આવશે . તે જ મારા આત્માને સતાષ થશે, અને તમે પણ કંઈક કામ કર્યુ. ગણાશે, મેાઢાની વાતેાથી કંઈ કેાઈનુ પેટ નથી ભરાતું. અંતરમાંથી વહેતી આ લાગણીની અસર થઈ. મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે એક ભડાળ એકત્ર થયું; છતાં એમાં પેાતાને સ તાષ થાય એવી પ્રગતિ થતી ન લાગી ત્યારે આ માટે પાંચ લાખનું ભડાળ ન થાય ત્યાં સુધી દૂધના ત્યાગ કર્યાં. આચાર્યશ્રીની આવી પ્રતિજ્ઞાથી આ કામાં વેગ આવ્યા, અને ધારણા મુજબનું ફંડ પણએકત્ર થયું; અને આમાં ખરી મહત્ત્વની વાત તેા એક ધર્મગુરુ પેાતાના ધર્માંના અનુયાયીએના ઉત્કર્ષ માટે આવી લાગણી બતાવે એ છે. કુટુંબની રક્ષામાં જેમ કુટુ'બના વડીલનુ` વડીલપણું ચિરતા થાય, એ જ રીતે આ સધનાયકે સ`ઘરક્ષા માટેની આવી ઉત્કટ ઝંખના અને આવી સક્રિયતા દાખવીને પેાતાના સઘનાયકપદને ચરિતાર્થ કર્યું .... ધ પર ંપરા કે ગુરુપર'પરાના ઇતિહાસ તા ઘણુંા લાંબા અને પુરાતન છે; અને આપણી નજર સામેના યુગમાં પણ કેટલાય ધમ નાયકા થઈ ગયા અને કેટલાય વિદ્યમાન છે, પણ સંધ કે સમાજના સુખ-દુઃખ માટેની આવી ઉત્કટ ઝંખના અને ચિ’તાના દાખલા બહુ ઓછા જોવા મળે છે; અને એ બીના જ આચાર્યં મહારાજ શ્રી વિજયવલ્લભસૂરી શ્વરજી મહારાજને નવયુગપ્રવર્તક કે યુગદ્રષ્ટાનું ગૌરવ આપી જાય છે. વિ. સ'. ૨૦૦૯ની શરૂઆતમાં આચાર્યશ્રીના સાંનિધ્યમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વિદ્યાલયના જૂના તેમ જ ચાલુ વિદ્યાથીઓ, સભ્યા અને શુભેચ્છકોનુ સંમેલન મળ્યું. એમાં આચાર્ય શ્રીએ શિક્ષણના પ્રચાર માટે તથા વિદ્યાલયના વિકાસ માટે તેમ જ. વિદ્યાથી એની સંસ્કારિતા માટે દિલ ખેાલીને વાતા કરી અને પેાતાની ઝંખનાને સફળ કરવા જૈન સ ઘને લાગણીસ્પર્શી ઉગારામાં અનુરોધ કર્યાં. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy