SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ વિદ્યાલયની વિકાસકથા મન બેકાબૂ બની જાય એવા એ સમાચાર હતા. આચાર્ય મહારાજ સ્તબ્ધ બનીને એ સમાચાર સાંભળી રહ્યા. પણ સમય એ હતો કે મનને વશ રાખ્યા વગર છૂટકે ન હતે. સંઘનાયકપદની ખરેખરી અગ્નિપરીક્ષા થઈ રહી હતી. - હવે તંગદિલી અને બિનસલામતી ઓછી થવાને તે કઈ અવકાશ જ ન હતો. કયારે શું થાય એ કહેવું મુશ્કેલ હતું. પંજાબના સંઘને જેટલી પોતાની સલામતીની ચિંતા હતી, એટલી જ ખરેખર તોફાનના કેન્દ્રમાં રહેલાં આચાર્ય મહારાજ તથા અન્ય સાધુ-સાધ્વી તેમ જ શ્રાવક-શ્રાવિકાઓની ચિંતા હતી. તેમાંય પંજાબ શ્રીસંઘના પ્રાણ સમા આચાર્ય મહારાજને કંઈ આંચ આવી જાય છે....? આ વિચારની કલ્પના પણ રૂંવાડા ખડાં કરી દે એવી હતી. સૌ અત્યારે એક જ પ્રાર્થના કરતા હતા ઃ ભગવાન આપણું ગુરુદેવને આ સંકટમાંથી ઉગારી લે. જેમ વખત ગયો તેમ જોખમ વધતું ગયું. આખા દેશને સંઘ આચાર્ય મહારાજની સલામતી માટે ચિંતિત બની ગયો. તરફથી મહારાજજીને એક જ વિનતિ થતી હતી ? ગમે તેમ કરીને ગુજરાનવાલા છેડીને–પાકિસ્તાનમાં ગયેલ પ્રદેશ તજીને-ભારતમાં આવી જાઓ. આ માટે કેટલીક તૈયારી કરીને એની જાણ પણ આચાર્યશ્રીને કરવામાં આવી. પણ પિતાનો જીવ બચાવવા ખાતર કર્તવ્ય ધર્મનો માર્ગ ભૂલે એ બીજા. આચાર્ય મહારાજ તે જાણે એક જ નિશ્ચય કરીને બેઠા હતા કે જીવીશું તે સંઘ સાથે જ જીવીશું; અને સંઘ ઉપર જે જોખમ આવી પડશે તો એ જોખમ પહેલાં અમે ઝીલીશું. અમે જીવતા રહીએ અને સંઘને આંચ આવે એ ન બને! પહેલાં સંઘની સલામતી, પછી અમારી સલામતી. અને આમ કરતાં કદાચ અમારા જીવ ઉપર જોખમ આવી પડશે તે સંધરક્ષામાં અમારું જીવન ધન્ય બની જશે. એક દિવસ આચાર્ય મહારાજે શ્રાવકોને કહ્યું, તમે તમારાં બાળબચ્ચાને મોકલી આપ્યાં એ સારું કર્યું; હવે તમે તમારી રક્ષા માટે અહીંથી સલામત સ્થળે ચાલ્યા જાઓ. પણ શ્રાવકોય છેવટે વલ્લભગુરુના ઘડેલા હતા; એમણે પણ એકલા જવાનો ઈન્કાર ભણી દીધો. સરકારે આચાર્યશ્રીને હવાઈ માર્ગે લઈ જવાની તૈયારી બતાવી, પણ પિતાની જવાબદારીની ઉપેક્ષા કરવા જેવી એ વાત એમને હરગિજ મંજૂર ન હતી. સંઘની ચિંતા દિવસે દિવસે વધુ ને વધુ ઘેરી બનતી જતી હતી; અને સંઘ તેમ જ સાધુ-સાધ્વીઓ સહિત આચાર્ય મહારાજને સહિસલામત હિંદુસ્તાનમાં લઈ આવવાના ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં. હવે તે સ્વરાજ્ય આવી ચૂક્યું હતું અને પાકિસ્તાનનું સર્જન પણ થઈ ચૂકયુ હતું. અને વળી ગુજરાનવાલામાંથી હિંદુસ્તાનમાં આવી પહોંચવું અશક્ય જેવું હતું કે ભગવાન જાણે ક્યારે કેવી મુસીબત આવી પડે! પણ આચાર્ય મહારાજ તે સ્થિતપ્રજ્ઞની જેમ સ્વસ્થ હતા, અને પિતાના સંઘને હમેશાં ધીરજ અને હિંમત આપતા રહેતા હતા. સૌને એટલી આસ્થા હતી કે માથે ઓલિયા જેવા સાધુપુરુષનું શિરછત્ર છે, તે એમના પુણ્ય આપણે જરૂર આ સંકટના મહાસાગરને પાર પામી જઈશું. આમ ધૈર્ય અને હિંમતના અવતાર બનેલા ગુરુ અને ગુરુશ્રદ્ધામાં લીન બનેલા ભક્તો સંકટની સામે જાણે લક્ષ્મણરેખા દોરીને સારા સમયની રાહ જોઈ રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy