SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ ૧૬૧ પ્રસંગેના સાક્ષી હતા, એટલું જ નહીં, પિતાના દાદાગુરુની એ ભાવનાને સફળ કરવા માટે તેઓ પિતાની જાતને સજજ કરી રહ્યા હતા. પણ કુદરતની કાર્યવહેંચણ જાણે કંઈક જુદી જ હતી. આવું મોટું એક યુગકાર્ય પૂરું કરવામાં જેમણે, કાયાની માયા અને ઊંઘ-આરામની ઈચ્છા વિસારીને, પોતાની સમસ્ત શક્તિઓ કામે લગાડી દીધી હોય એના માથે બીજા એવા જ મોટા યુગકાર્યની જવાબદારી નાખવી એ ક્યાંનો ન્યાય? પોતાનું યુગકાર્ય પૂરું થયું અને આચાર્યશ્રી આત્મારામજી મહારાજનું જીવન, સંધ્યા સમયે કમળ બિડાય એમ, શાંતિપૂર્વક ગુજરાનવાલા નગરમાં બિડાઈ ગયું. વિ. સં. ૧૯૫ર (હિંદી ૧૯૫૩)નું એ વર્ષ. એ મહાન ત બીજી એવી જ જોત પ્રગટાવીને અમર બની ગઈ! સરસ્વતીમંદિરની સ્થાપના કરવાનું યુગકર્તવ્ય બજાવીને જેન સંઘને વધારે ઉત્કર્ષ સાધી શકે એવા મુનિ વલ્લભવિજયજી જેવા સમર્થ અને નવયુવાન યુગદ્રષ્ટાની ભેટ આપીને યુગદ્રષ્ટા તિધર શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ જૈન સંઘને સદાને માટે ઓશિંગણ બનાવતા ગયા. ત્યારે મુનિ શ્રી વલ્લભવિજયજીની વય તે માંડ એક પચીશી વટાવી ચૂકી હતી, અને દાદાપુરુષના સંપર્કને લાભ પણ એક દાયકાથી પણ ઓછો જ મળ્યું હતું અને માથે આવી પડેલું યુગકર્તવ્ય તો ઘણું મોટું હતું : પણ શાસનસેવાની ધગશ, અંતરનું ખમીર અને આપસૂઝ તેમ જ કાર્યશક્તિ એમનાનાં એવાં પ્રગટયાં હતાં કે પિતાના ધર્મકર્તવ્યને બજાવવામાં વયની કે પદવીના અભાવની કશી મર્યાઢ આડે આવી શકે એમ ન હતી. ભાવના અને શક્તિ હોય તે કાર્યસિદ્ધિ મળ્યા વગર ન રહે! બાર વર્ષ પંજાબમાં ધર્મગુરુ તથા લેકગુરુ જીવનપ્રદ મહાન તિનાં દર્શન સદાને માટે બંધ થઈ ગયાં હતાં અને અંતરમાં અનાથતા જેવી એકલતા વ્યાપી ગઈ હતી. પણ નિરાશ થઈને નિષ્કિય બેસી રહીએ તે દાદાગુરુને સંગ લાજે અને શ્રમણ જીવનની સાધના નબળી સાબિત થાય. હવે તે ભાવના અને કર્તવ્યબુદ્ધિના બળે એ તને હૃદયમંદિરમાં પુનઃ પ્રગટાવીને એના અજવાળે અજવાળે કર્તવ્યને માર્ગે આગળ જ વધવાનું હતું. વિ. સં. ૧૯૫ર નું ચોમાસું શ્રી વલ્લભ વિજયજી મહારાજે ગુજરાનવાલામાં જ કર્યું અને દાદાગુરુને પિતાની સક્રિય શ્રદ્ધાંજલિ આપવા માટે નીચે મુજબ પાંચ કાર્યો કરવાનો સંકલ્પ કર્યો– (૧) શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ દિનની સ્મૃતિરૂપે આત્મસંવત ચાલુ કર. (૨) શ્રી આત્મારામજી મહારાજના અગ્નિસંસ્કારને સ્થાને સમાધિમંદિર બનાવવું. (૩) પંજાબમાં શ્રી આત્માનંદ જૈન સભાની સ્થાપના કરવી. (૪) દાદાગુરુના નામે ઠેરઠેર પાઠશાળાઓ સ્થાપન કરવી; અને એમના નામથી એક જૈન મહાવિદ્યાલય (જેન કેલેજ) સ્થાપવું. (૫) શ્રી આત્માનંદ જૈન પત્રિકાનું પ્રકાશન કરવું. મુનિવર્ય શ્રી વલ્લભ વિજયજીની જીવનકથા કહે છે કે એમના તથા પંજાબ શ્રીસંઘના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy