SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ ૧પ૭ આચાર્યપ્રવર આ નવયુવાન મુનિવરના આવા લાગણીભીના અંતરને મનોમન પ્રશંસી રહ્યા : કેવું કુમળું અને સંવેદનશીલ હૃદય ! અહિંસા અને કરુણાની સરવાણીઓ આવા મુલાયમ અને રસાળ હૃદયપ્રદેશમાંથી જ પ્રગટવાની અને માનવસમાજને પાવન કરવાની. શ્રી આત્મારામજી મહારાજની ભાવના મુનિ વલ્લભવિજયજીને શાસ્ત્રવેત્તા ઉપરાંત શાસનના ઉદ્ધારક અને પિતાની પાછળ પંજાબના રક્ષક બનાવવાની હતી. જ્ઞાન અને ચારિત્રના ધારક અને સંઘના હિતચિંતક ગુરુને હમેશાં પિતાને યોગ્ય ઉત્તરાધિકારીની ઝંખના રહે છે. શ્રી આત્મારામજી મહારાજનું મન મુનિ વલ્લભવિજયજી ઉપર ખૂબ ઠર્યું હતું. અને એમનામાં પોતાનાં અધૂરાં કામોને પૂરા કરનાર શક્તિશાળી અને ભક્તિશીલ વારસદારનાં એમને દર્શન થયાં. અંબાલામાં કઈક આચાર્ય મહારાજને પૂછયું કે આ મુનિને આપ શું ભણાવી રહ્યા છે ત્યારે એમણે એ ભાઈને ભારે અર્થસૂચક અને આર્ષવાણી ભરેલે જવાબ આપતાં કહ્યું કે એમને પંજાબની સાચવણીના પાઠ ભણાવીને પંજાબને માટે તૈયાર કરી રહ્યો છું. મુનિ શ્રી વલ્લભવિજયજીનું મન જેમ વિદ્યાઅધ્યયન માટે તલસી રહેતું તેમ વિદ્યાના પ્રસાર માટે પણ ખૂબ ઉત્સુક રહેતું. માનવીને સાચે માનવી બનાવવાનું ખરું સાધન જ્ઞાન જ છે, એ તેઓ બરાબર સમજવા લાગ્યા હતા. એક જ પ્રસંગ : એમને હમેશાં લાગ્યા કરતું કે પોતાના સ્વર્ગસ્થ ગુરુમહારાજના અપાર ઉપકારના સ્મરણ નિમિત્તે કંઈક પણ એમને પ્રિય એવું સત્કાર્ય કરવું ઘટે. અને એમનું તથા એમના ગુરુભાઈ એનું મન તાત્કાલિક ઉત્સવ–મહોત્સવના બદલે ગુરુના નામથી એક જ્ઞાન ભંડારની સ્થાપના કરવાનું થયું. એમણે પોતાની આ ભાવના આચાર્ય મહારાજને જણાવી. આચાર્ય મહારાજે આવી ઉત્તમ ભાવનાને સહર્ષ પ્રોત્સાહન આપ્યું. લુધિયાનામાં શ્રી હર્ષવિજયજી જ્ઞાનભંડારની સ્થાપના થઈ. પછીથી એ જ્ઞાનભંડાર જડિયાલાગુરુ નામે શહેરમાં લઈ જવામાં આવ્યું. જ્ઞાનપ્રસારની રુચિનું આ બીજ, સમય જતાં, ખૂબ પાંગર્યું, અને મુનિ વલ્લભવિજયજીના હાથે ઠેર ઠેર જ્ઞાનની નાની-મોટી પરબની સ્થાપના થઈ. વિ. સં. ૧૯૪૬નું ચોમાસું મારકેટલામાં થયું. પંજાબની ભલી-ભોળી અને ભક્તિશીલ જનતાને મુનિશ્રીને ન અનુભવ હતો; અને દાદાગુરુની સેવા અને વિદ્યાભ્યાસને કારણે જનસંપર્કને અવકાશ પણ એ છે રહેતે; છતાં શાસનભક્ત મુનિવર અને ભક્તહૃદય શ્રીસંઘ વચ્ચે ધર્મનેહના તાણાવાણા રચાતાં વાર ન લાગી. મુનિ વલ્લભવિજયજીને પંજાબની ભક્તિસભર અને ખમીરવંત ભૂમિ ખૂબ ગમી ગઈ. પંજાબની ભક્તિ અને શક્તિના પ્રતીકસમા દાદાગુરુને સત્સંગ તે જીવનમાં સમજણનું પરોઢ ઊગ્યું ત્યારથી જ મળી ગયે હતો : કેવું પ્રતાપી, પુણ્યશાળી અને પાવનકારી એમનું વ્યક્તિત્વ હતું! એમાં પંજાબની પુણ્યભૂમિમાં વિચરવાને અને દાદાગુરુના હાથે ધર્મશ્રદ્ધા અને ધર્મભક્તિનું નવજીવન પામી રહેલ પંજાબ શ્રીસંઘને પ્રત્યક્ષ પરિચય કરવાને અવસર મળે. મુનિ વલ્લભવિજયજીનું અંતર પંજાબ તરફના ધર્મસ્નેહના રંગથી રંગાવા લાગ્યું. વિ. સં. ૧૯૪૭ નું માસું પટ્ટીમાં થયું. પટ્ટીમાં પંડિત ઉત્તમચંદજીને ગ મળી ગયે. એમની ભણાવવાની શૈલી અંતરમાં દીવા પ્રગટાવે એવી આદર્શ હતી. શ્રી વલ્લભ વિજયજીને તે મતગમતા મેવા મળ્યા જેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy