SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ વિદ્યાલયની વિકાસકથા અભ્યાસ અને ગુરુભકિત મુનિ વલ્લભવિજયજીને તે, ભૂખ્યાને ભાવતા ભોજન મળી ગયા જેવું થયું. એમણે પિતાનું ચિત્ત એકાગ્રપણે અભ્યાસમાં, અપ્રમત્તપણે આચારપાલનમાં અને સમર્પિતભાવે વડાદાદાગુરુ આચાર્ય શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજની ભક્તિમાં લગાવી દીધું. તેઓ જાણે આચાર્ય મહારાજની કાયાની છાયા બની ગયા. કાયાથી છાયા અળગી થાય તે પૂજ્ય આત્મારામજી મહારાજથી મુનિ વલ્લભવિજયજી અળગા થાય. આચાર્યપ્રવર પણ પિતાના વલલભ ઉપર ખૂબ પ્રસન્ન રહેતા–જાણે જન્મજન્માંતરને કે ધર્મગ્નેહભર્યો ઋણાનુબંધ ઉદયમાં આવ્યું હતું. પિતાના ગુરુ હર્ષ વિજયજી મહારાજની બિમારીના કારણે વિ. સં. ૧૮૪પનું ચતુર્માસ દાદાગુરુથી જુદા પાલીમાં કરવાનું થયું. ગુરુસેવાને આ વેગ મુનિ વલ્લભ વિજયજીએ સહર્ષ વધાવી લીધું. શ્રી હર્ષવિજયજી મહારાજ પિતાના ગુરુ હતા એટલું જ નહીં, તેઓ ખૂબ શાંત, સમતાધારી અને શાસ્ત્રના અભ્યાસી હતા. પદવી તે એમની પાસે કઈ હતી નહીં અને પદવી તરફનું એમને આકર્ષણ પણ ન હતું. તેઓ તે સાવ નિર્મોહી શ્રમણ હતા; પણ એમને શાના અધ્યયન-અધ્યાપનને યજ્ઞ એ અવિરત ચાલતે રહેતા કે તેઓ સમુદાયમાં વગર પદવીના છતાં સાચા અર્થમાં ઉપાધ્યાય જ હતા. સમુદાયમાં સૌ “ભાઈજી મહારાજના આદર અને સ્નેહભર્યા ઉપનામથી એમને ઓળખતા; સાચે જ તેઓ સહના હિતચિંતક ભ્રાતા જ હતા. આવા જ્ઞાની અને શાંત ગુરુના શિષ્ય બનવાને વેગ મળે એ મુનિ વલ્લભવિજયજીનું સદ્ભાગ્ય હતું. એટલે એમની ભક્તિ એ તે, ખરી રીતે, ધર્મની જ ભક્તિ હતી. આમ છતાં દાદાગુરુથી આટલું પણ જુદું રહેવું પડયું એની ખામી શ્રી વલ્લભવિજયજીને વરતાયા વગર ન રહીઃ શ્રી આત્મારામજી મહારાજ એવા હેતાળ અને હિતચિંતક હતા. અને મુનિ વલભવિજયજી ઉપર તો એમને વિશેષ ભાવ હતો. યૌવનને આંગણે આવી ઊભેલા ૧૭–૧૮ વર્ષના આ મુનિમાં જાણે એમને આશાની આહલાદકારી એંધાણીઓ, શાસનને ભાવિ ઉદ્યોત અને સમાજના ઉત્થાનનાં દર્શન થતાં. જેમ કેઈ કુશળ શિલ્પી પોતાની કળાકૃતિ ઉપર એકાગ્ર ધ્યાન, ચીવટ અને ભક્તિથી પોતાનું ઢાંકણું ફેરવીને અને એમાં પિતાનો જીવ રેડીને એને કંડારે એવી જ મમતાભરી લાગણીથી પૂજ્ય આત્મારામજી મહારાજ, શાસનના હિતની દષ્ટિએ, મુનિ વલ્લભવિજયજીનું ઘડતર કરી રહ્યા હતા. એમ કહી શકાય કે હજી તે જીવનની પહેલી વીશીમાં જ રહેલા મુનિશ્રી અરધી સદી વટાવીને વયેવૃદ્ધ બનેલા આચાર્ય પ્રવરના અંગત મંત્રી જ બની ગયા હતા! - ધર્મગુરુ એટલે જ્ઞાની : શાસ્ત્ર તે એની જીભે હોય અને જુદી જુદી વિદ્યાઓનું અધ્યયન કરીને એ પંડિત બનેલ હોય. અજ્ઞાનનાં અને અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવાં, સત્યને માર્ગ દેખાડે, જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષવી, કેઈની પણ શંકાનું નિવારણ કરવું અને તેની જીવનશુદ્ધિનું જતન કરવું એ તો ધર્મગુરુનું જ કામ : જનસમૂહમાં ધર્મગુરુ પ્રત્યેની સામાન્ય રીતે આવી આદર-બહુમાનની લાગણી અને આવી આશા-અપેક્ષા પ્રવર્તતી હોય છે. અને જે ધર્મગુરુ એને પૂરી કરવા પ્રયત્નશીલ રહે છે એ પિતાનું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy