SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ વિદ્યાલયની વિકાસકથા મને મળે તો લાયક વારસદાર અંગેની મારી બધી ચિંતા ટળી જાય–દિત્તાનાં સામુદ્રિક લક્ષણે એના ભાવી યુગપુરુષપણાની જાણે સાક્ષી પૂરતાં હતાં. અને, ગરજવાનને અક્કલ ન હોય એમ, એક દિવસ અત્તરસિંઘે ધીઠા બનીને ગણેશચંદ્ર પાસે પિતાની માગણી રજૂ કરી. પણ કાળજાની કેરને પિતાને સગે હાથે કરીને આપી દેવી સહેલી નથી હોતીઃ ગણેશચંદ્ર વિવેકપૂર્વક ના પાડી દીધી. પણુ ગણેશચંદ્ર અત્તરસિંઘના કિન્નાખેર સ્વભાવને સારી રીતે જાણતા હતા. પોતાનું ધાર્યું ન થાય તે સામાનું સત્યાનાશ નોતરવામાં પણ એ પાછી પાની કરે એ ન હતો ! અને પોતાની માગણમાં નાસીપાસ થવાથી ગુસ્સે થયેલા અત્તરસિંઘ, સાચે જ, ગણેશચંદ્રની પજવણી શરૂ કરી. એને કાયદાના ગુનાના સાણસામાં સપડાવવાની એ પેરવી કરવા લાગે; એમાં એ કામિયાબ પણ થયેઃ સત્તાએ જાણે સત્ય અને શાણપણને ગળે ચીપ લગાવી દીધી ! જૈન કુટુંબમાં ઉછેર અને કરુણાભરી સાહસિકતા ગણેશચંદ્ર પિતાના પુત્રને માટે ચેતી ગયા. એમને પિતાની જાતની તે જરાય ચિંતા ન હતી? એ તો મોતને સામાન સાથે લઈને ફરનારા નર હતા. પણ શતદળ કમળની જેમ ખીલતા પિતાના પ્રાણપ્યારા પુત્ર આત્મારામનું ભાવિ જોખમાઈ ન જાય એ માટે એમણે પાણે પહેલાં પાળ બાંધી : પિતાનું હૈયું કઠણ કરીને પિતાના બાર વર્ષના પુત્રને વિ. સં. ૧૯૦૬ માં એણે જીરાના રહીશ પોતાના મિત્ર ધામલને સુપરત કરી દીધે— જાણે જાલિમ કંસના કારાવાસમાંથી છટકીને વસુદેવ-દેવકીને નંદન શ્રીકૃષ્ણ વૃંદાવનનાં પાલક પિતા-માતા નંદયશોદાના ઘરને આશ્રય પામ્યા! ધામના ભાઈનું નામ પણ દિત્તોમલ હતું એટલે દિત્તાનું ત્રીજું નામ પડયું દેવીદાસ. જે ધામલ જાતે ઓસવાળ અને ધર્મે જેન હતા. સ્થાનમાગી ફિરકા ઉપર એમને ઊંડી આસ્થા હતી. ગણેશચંદ્ર સેપેલી જવાબદારી એમણે ધર્મબુદ્ધિથી પૂરી કરીને મિત્રધર્મનું બરાબર પાલન કર્યું. શ્રો અને સાહસી ક્ષત્રિયપુત્ર આત્મારામ જૈન વણિકકુળના શાણપણ અને વિચારશીલતાના સંસ્કારમાં ઊછરે લાગ્યો. ઉજજવળ ભાવીની પૂર્વતૈયારીને જાણે કેઈ અકળ સંકેત એમાં સમાયે હતો. ચિત્રકળાની દેવી તે આત્મારામ ઉપર જાણે પારણે ઝૂલતાં જ પ્રસન્ન થઈ હતી. સાવ નાની ઉંમરમાં પણ તેઓ હેરત પમાડે એવાં ચિત્ર દોરી શકતા. પણ એમનું ભાવી આત્મધર્મનાં સર્વકલ્યાણકારી અદ્દભુત ચિત્રો દોરીને માર્ગ ભૂલેલાઓને સત્યધર્મને માર્ગે લાવવાનું હતું, એટલે એ ચિત્રકળા એટલેથી જ અટકી ગઈ. વળી, બીજાની મુસીબતને ચુપચાપ જોઈ રહેવું કે એને પોતાની પરેશાનીમાં પિલાવા દઈને તટસ્થ રહેવું એ આત્મારામને હરગિજ મંજૂર ન હતું; એવી ઉપેક્ષાબુદ્ધિ કે કઠોરતા એમના સ્વભાવમાં જ ન હતી. કોઈને પણ દુઃખી કે સંકટગ્રસ્ત જોતા કે એમનું દિલ દ્રવવા લાગતું અને એ દુઃખને દૂર કરવાની પુરુષાર્થવૃત્તિ એમનામાં સહજપણે જાગી ઊઠતી. એક વાર મિત્રોની સાથે એ નદીસ્નાનનો આનંદ લેવા ગયા. જોયું તે એક મુસલમાન સ્ત્રી એના બાળકને નવરાવતી હતી. બાળક હાથમાંથી છટકી ગયો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy