SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧: ખાસ સમારંભે અને ઘટનાઓ - ૧૨૯ તા. ૨૯ના સવારના સ્નાત્રપૂજા તથા શ્રી વિજયવલ્લભસૂરિજીકૃત પંચકલ્યાણક પૂજા, સાંજે સમભોજન અને રાત્રે મુંબઈ રાજ્યના માજી મુખ્યપ્રધાન શ્રી બાળાસાહેબ ખેરના પ્રમુખપદે પંડિત સુખલાલજીએ “ભારતીય સંસ્કૃતિના માર્ગો” એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું. આ પ્રસંગની યાદમાં વિદ્યાલય તરફથી સચિત્ર અને સુંદર રજત-મહોત્સવ સ્મારક ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. એમાં ૧૫૦ પાનાંમાં વિદ્યાલયની ૨૫ વર્ષની કાર્યવાહીને અહેવાલ અને ૩૦૦ પાનામાં વિદ્વાનોના અભ્યાસ પૂર્ણ લેખે આપવામાં આવ્યા હતા. મુખ્ય સમારંભના પ્રમુખપદેથી સર મણિલાલ બાલાભાઈ નાણાવટીએ વિચારપૂર્ણ અને પ્રેરક ભાષણ કર્યું હતું. આ વક્તવ્યમાં જ્ઞાનનું મહત્ત્વ, જેનોની જ્ઞાનપાસના તેમ જ વ્યાવહારિક કેળવણીની પ્રાચીન પદ્ધતિ અંગે વિવેચન કર્યા બાદ અત્યારની પરિસ્થિતિને ઉલ્લેખ કરતાં (રિપોર્ટ ૨૭, પૃ. ૩૨-૩૪) પ્રમુખશ્રીએ કહ્યું કે “પરંતુ કાળબળે આપણી આ પ્રાચીન શિક્ષણ પ્રણાલિકાની ઉજજ્વળ કારકિર્દી મધ્ય યુગના અંત સમયમાં ઝાંખી પડવા લાગી. આ અરસામાં જ રાજાઓના અરસપરસના ઝઘડા, ધર્મગુરુઓના ક્ષુદ્ર મતમતાંતરોની મારામારી અને યુગબળને પિછાણવાની આપણી ટૂંકી દૃષ્ટિને લીધે ભારતવર્ષમાં અંગ્રેજ સત્તાની સ્થાપના થઈ. તેની સાથે જગત પર પોતાની પ્રચંડ શક્તિઓ દર્શાવતું પશ્ચિમનું વિજ્ઞાન પણ આવ્યું. આથી આપણી સઘળી જીવનપ્રણાલિકામાં ભારે પરિવર્તન શરૂ થયાં.. “આ ક્રાંતિયુગમાં જૈનાચાર્યો પાછળ પડ્યા હોય તેમ જણાય છે. તેઓએ અંગ્રેજી ભાષાનો તથા પશ્ચિમના વિજ્ઞાનને પ્રામાણિક અભ્યાસ કરીને સમાજને દોરવણી આપવાની જરૂર હતી, પરંતુ તેઓ એ દિશામાં ઉદાસીન જ રહ્યા. માત્ર ત્રણ વ્યક્તિઓએ એ દિશામાં પ્રયાસ કર્યો. પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજ, પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ...... ઉચ્ચ કેળવણી લેનારાઓને પૂરતી સગવડ આપનાર આપણા સમાજમાં આ એકની એક સંસ્થા છે છતાં તેની નાણા વિષયક સ્થિતિ આમ કેમ ? આપણો સમાજ કે પ્રાચીન કાળનો સમૃદ્ધ જૈન સમાજ નથી છતાં તેમાં હજી અનેક ધનવાનો પડયા છે, અને દાનનો પ્રવાહ પણ વહી રહ્યો છે. પરંતુ કેટલીક ખોટી માન્યતાઓને લીધે તે એવી રીતે વહી રહ્યો છે કે તેનું જે પરિણામ આવવું જોઈએ તેટલું આવતું નથી. કેટલાક ભાઈએ શુભેચ્છાથી દાન કરે છે પરંતુ તેના ઉપયોગ માટે પિતાની નાનકડી જ્ઞાતિ અને સ્થાનની જે મર્યાદા મૂકે છે તેથી તેની ઉપયોગિતા ઘણા અંશે કમી થાય છે. આવા નાના નાના ને છુટા છુટા કંડેને જે એકત્ર કરવામાં આવે અને “જૈન એજ્યુકેશન જનરલ ફંડ” જેવું ફંડ સ્થાપવામાં આવે તો તે દ્વારા ઘણું સંગીન કાર્ય થઈ શકે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો વહીવટ નમુનેદાર છે. તેની દરેક વસ્તુ બંધારણ પૂર્વક થાય છે. દર વર્ષે તેનો નિયમિત રિપોર્ટ જનતાની સેવામાં રજુ થાય છે. તેમાં તેના હસ્તકના તમામ ટ્રસ્ટ, ચાલુ ખર્ચ, વિદ્યાથીઓની વર્તમાન સંખ્યા તથા લેન રિફંડની પ્રામાણિક માહિતી રજુ થાય છે. તેથી કોઈને તે સંબંધી ટીકા કરવાનો અવકાશ નથી.” જૈન બંધુઓ ! આપ જૈન સમાજનો ખરેખરો ઉત્કર્ષ ચાહતા હો તો નાની નાની બાબતોના મતભેદ અને ઝઘડાઓમાં પડવાનું છોડી દઈ રચનાત્મક કાર્યક્રમની પાછળ લાગે. કેળવણીનો પ્રચાર તેમાંનું એક મુખ્ય કાર્ય છે. એ કાર્ય આપ બરાબર પાર પાડશો તો વર્તમાન કાળની અનેક વિકટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy