SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ વિદ્યાલયની વિકાસકથા સાથે સાથે મૂળનાયક ભગવાનની જમણી બાજુએ મહાવીરસ્વામીની અને ડાબી બાજુએ સુમતિનાથ પ્રભુની પ્રતિમાઓ પધરાવવામાં આવી. વિ. સં. ૧૯૭૩ના માસા પછી આચાર્ય મહારાજનું મુંબઈમાં પધારવું ૧૮ વર્ષ પછી થયું હતું, અને આ દરમ્યાન વિદ્યાલય પણ ઉત્તરોત્તર કપ્રિયતા પ્રાપ્ત કરતું જતું હતું, એટલે સંઘને ઉત્સાહ અને હતુંઅને તેથી આ પ્રતિષ્ઠા મહોત્સવને રંગ પણ અનેરો હતે. ફરી પ્રતિષ્ઠા–વીસેક વર્ષ બાદ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર લાગવાથી, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીની અનુમતિ મેળવીને, મંદિરને જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યા. જીર્ણોદ્ધારનું કામ ચાલતું હતું તે દરમ્યાન પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજને સ્વર્ગવાસ થયા. જીર્ણોદ્ધારનું કામ પૂરું થતાં આચાર્ય મહારાજ શ્રી વિજયપૂર્ણાનંદસૂરિજી મહારાજની નિશ્રામાં ફરી પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી થયું. વિ. સં. ૨૦૧૪ના પોષ વદિ ૧૧, બુધવારથી માહ સુદિ ૬, રવિવાર તા. ૧૫–૧–૧૯૫૮થી તા. ૨૬–૧–૧૯૫૮ સુધી બાર દિવસને ધર્મોત્સવ ઊજવીને માહ સુદિ ૩ ને ગુરુવાર, તા. ૨૩-૧-'૧૮ના રોજ જિનમંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રી હીરાલાલ રાયચંદ ભણશાળીના હાથે કરાવવા ઉપરાંત બે બાજુના બે ગોખમાં પૂજ્ય આત્મારામજી મહારાજની આરસપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી ભોગીલાલ રિંખવચંદ ઝવેરીના હાથે અને પૂજ્ય આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજની આરસપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રીમતી મંજુલાબહેન અભેચંદભાઈના હાથે કરાવવામાં આવી. આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી પણ પધાર્યા હતા, અને મહત્સવ ખૂબ ઉત્સાહથી ઊજવાયે હતો. આ રીતે તીર્થકર ભગવંતની સાથે પરમ ઉપકારી ગુરુવર્યોની પ્રતિમાનાં નિયમિત દર્શનને શુભ યોગ બની ગયો—જાણે દેવ અને ગુરુ મૂકપણે ધર્મની પ્રેરણા આપી રહ્યા. સંસ્થાકીય સમારંભે સંસ્થાના કાર્યનો આરંભ–સંસ્થા શરૂ કરવાની પૂર્વ તૈયારી એક જ વર્ષમાં પૂરી થતાં તા. ૧૮-૬-૧૯૧૫ના રોજ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે પંચ કલ્યાણક પૂજા ભણાવીને ધર્મવિધિપૂર્વક, વિદ્યાલયના કાર્યની મંગલ શરૂઆત કરવામાં આવી. તે પછી આવી જાહેર સંસ્થા પ્રત્યે સમાજનું વિશેષ ધ્યાન જાય એ હેતુથી, એક મહિના બાદ, મુંબઈના સુપ્રસિદ્ધ આગેવાન સર વસનજી ત્રીકમજીના પ્રમુખપદે ભવ્ય મેળાવડો કરવામાં આવ્યા હતા. આ મેળાવડામાં જૈન તેમ જ અન્ય ભાઈઓ-બહેનો અને આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહીને વિદ્યાલયને સહર્ષ વધાવી લીધું હતું. | મકાનનું ખાતમુહૂર્ત-મુંબઈમાં ગોવાળિયા ટેક ઉપર અત્યારે જે સ્થાને વિદ્યાલયનું આલિશાન મકાન ખડું છે તેનું ખાતમુહૂર્ત વિ. સં. ૧૯૭૮ના માગસર વદિ ૯, ગુરુવાર, તા. ૧૩–૧૨–૧૯૨૨ના રોજ શેઠ શ્રી દેવકરણ મૂળજીના હસ્તે કરાવવામાં આવ્યું. વિદ્યાલયનો ઈતિહાસ કહે છે કે મકાનના ખાતમુહૂર્તની સાથે સાથે વિદ્યાલયના વિકાસ માટે પણ એ પ્રસંગ જાણે ખાતમુહૂર્ત સામે સાબિત થયું હતું. મકાનનું ઉદ્દઘાટન–વિદ્યાલયની સ્થાપના બાદ દસ જ વર્ષમાં ઉત્તરોત્તર વિકસતી સંસ્થાના ચાલુ ખર્ચને પહોંચી વળવા ઉપરાંત, મકાન માટે જમીન ખરીદવામાં તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy