SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ વિદ્યાલયની વિકાસકથા જરૂરી સામગ્રી વસાવે છે તેમ જ આને પ્રાત્સાહન આપવા માટે અમુક અમુક ઇનામી હરીફાઈ એ પણ ચૈાજે છે. ઘરમાં કે ઘરના આંગણામાં ખેલી શકાય એવી રમતાનાં સાધના શરીરને કસરત અને મનને આન–વિનાદ આપવામાં ઠીક પ્રમાણમાં ઉપયેગી થઈ પડે છે. વળી એ એકધારા અભ્યાસ–વારાનથી થાકેલ ચિત્તને તાજગી પણ આપી શકે છે. તેથી વિદ્યાલયમાં આવાં રમતગમતનાં સાધના શરૂઆતથી જ વસાવવામાં આવે છે, અને એની હરીફાઈ એ ચેાજીને ઇનામ પણ આપવામાં આવે છે. આ માટે એક મેડલ પણ આપવામાં આવે છે. અભ્યાસના વિષય ઉપરાંત ખીજ વિષયાનું જ્ઞાન જેટલા પ્રમાણમાં વધારે મેળવી શકાય તેટલું જીવન વધુ સમૃદ્ધ અને ષ્ટિ વધુ વિશાળ અની શકે છે. એથી વ્યક્તિની હાંશિયારી પણ ખીલી ઊઠે છે. આનું મુખ્ય સાધન વિવિધ વિષયને સ્પર્શતાં પુસ્તકાનું અહેાળુ' વાચન અને જુદા જુઢ્ઢા વિષય ઉપર પ્રકાશ પાડતાં અભ્યાસપૂર્ણ વ્યાપ્યાનાનું શ્રવણ છે. આ બન્ને ખાખતા ઉપર વિદ્યાલયના સહેંચાલકાએ શરૂઆતથી જ પૂરતું ધ્યાન આપ્યુ` છે. વાચનાલય તથા પુસ્તકાલય આ માટે મુંબઈમાં વિદ્યાલયમાં વાચનાલય ચલાવવામાં આવે છે અને પુસ્તકાલય પણ વસાવવામાં આવ્યું છે. વાચનાલયમાં જુદી જુદી ભાષાનાં અને જુદા જુદા વિષયનાં દૈનિકા, અઠવાડિકા અને માસિકા વગેરે સંખ્યાબ`ધ સામયિકો મંગાવવામાં આવે છે. કેટલાંક પરદેશનાં સામિયકા પણ આવે છે. આને લીધે જેમ દેશ અને દુનિયામાં રાજ-બ-રોજ અનતી ઘટનાએાના સમાચારાથી માહિતગાર રહી શકાય છે તેમ પરિવ ના, શેાધા અને ઝડપથી થઈ રહેલ વૈચારિક કે મનેવૈજ્ઞાનિક ફેરફારથી પણ સુપરિચિત રહી શકાય છે; સાથે સાથે એથી વિચારાનુ પણ ઘડતર થઈ શકે છે. જીવનનિર્વાહ અને સાંસ્કૃતિક ઘડતર બન્ને દૃષ્ટિએ અત્યારના ઘટનાપ્રવાહા અને વિચારપ્રવાહાથી માહિતગાર રહી શકાય તા જ પ્રગતિના માર્ગ નક્કી કરીને આગળ વધી શકાય. વિદ્યાલયના વિદ્યાર્થીઓને આવે લાભ મળતા રહે એમાં વાચનાલય ઘણું ઉપયોગી થાય છે. વિદ્યાલયની દૃષ્ટિએ એનું (મુંબઈનુ) પુસ્તકાલય એક સમૃદ્ધ પુસ્તકાલય છે. પાણેાલાખ રૂપિયા કરતાં પણ વધુ કિંમતનાં આશરે વીસેક હજાર પુસ્તકે એમાં વસાવવામાં આવ્યાં છે. આમાં જૈન ધર્મનાં શાસ્ત્રા તથા જૈન સંસ્કૃતિને લગતા જુદા જુદા વિષયનાં પુસ્તકોના સારા એવા સંગ્રહ છે, જેમાં ઘેાડાંક પ્રાચીન હસ્તલિખિત પુસ્તકાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત સ`સ્કૃત, પ્રાકૃત, પાલિ જેવી પ્રાચીન ભાષાએનાં તેમ જ ગુજરાતી, હિંદી, મરાઠી, અગ્રેજી જેવી આધુનિક ભાષાઓમાં લખાયેલાં વિદ્યાની વિવિધ શાખાઓને લગતાં તેમ જ લોકપયોગી રસાત્મક ચાલુ સાહિત્યનાં—જેમ કે નવલકથા, નવલિકા, નાટકા, નિબધા, કવિતાએ, પ્રવાસવણન, ચરિત્રા વગેરેનાં—પુસ્તક પણ સારા પ્રમાણમાં વસાવવામાં આવ્યાં છે. વિદ્યાલયની અમદાવાદ અને વાદરા શાખાએમાં વાચનાલય ચાલુ છે અને પુસ્તકાલય માટે ખારેક હજાર રૂપિયાના ખર્ચ માટે ભાગે લેાકેાપયોગી પુસ્તકાના સ'ગ્રહ કરવામાં આવ્યેા છે. આમ છતાં જૈન ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિના અધ્યયન-સ`શેાધનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy