SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસકથા પૂના-શાખા દક્ષિણનું કાશી લેખાતા વિદ્યાધામ પૂના શહેરમાં વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે, - શ્રી ભાત જૈન વિદ્યાલયની સ્થાપના વિ. સં. ૧૯૧૬ આસપાસ થઈ હતી અને એને વહીવટ પૂનાના જૈન આગેવાને સંભાળતા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વહીવટી શિક્તિ અને નામને સાંભળીને, પૂનાના આ આગેવાની ઈચ્છા આ સંસ્થા વિદ્યાલયને સેંપી દેવાની થઈ આ અંગે કેટલીક વાટાઘાટો પછી તા. ૧૫–૧૨–૧૯૪૬ના રોજ, વિદ્યાલયની સામાન્ય સમિતિએ શ્રી ભારત જૈન વિદ્યાલયને કબજે સંભાળી લઈને એ સ્થાનમાં વિદ્યાલયની શાખા શરૂ કરવાની શ્રી ભારત જેન વિદ્યાલયના કાર્યવાહક મંડળની માગણીને સ્વીકાર કર્યો. તે પછી તારીખ ૨૧-૬-૧૯૪૭ના રોજ પૂજા ભણાવીને ૩૧ વિદ્યાથીઓથી, આ શાખાના કાર્યને શુભ આરંભ પણ કરવામાં આવ્યા; અને સંસ્થાના વહીવટની દેખરેખ માટે નીચે મુજબ સ્થાનિક સમિતિ નીમવામાં આવી – શ્રી પોપટલાલ રામચંદ શાહ, મંત્રી શ્રી કાંતિલાલ ગગલભાઈ શ્રી મણિલાલ માણેકચંદ શ્રી કેશરીમલ જવારમલ લલવાણી શ્રી કાંતિલાલ મગનલાલ પરીખ શ્રી ચતુરદાસ મણિલાલ શાહ પૂનામાં વિદ્યાલયની શાખા હોવી જોઈએ એ વિચાર તે મુંબઈમાં વિદ્યાલયની શરૂઆત થયા પછી થોડા જ વર્ષે વિદ્યાલયના સંચાલકને આવવા લાગ્યા હતા. પાંચમા વર્ષના રિપોર્ટ (પૃ. ૮)માં આ માટે મંત્રીના નિવેદનમાં સૂચવવામાં આવ્યું હતું કે– * એક બીજી બાબત પર આપનું ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય છે. ગયા વર્ષના ૪૫ વિદ્યાર્થીઓ પૈકી ૧૫ વિદ્યાર્થીઓ મેડિકલ લાઈનમાં જુદાં જુદાં વર્ષોમાં હતા. વહેલે મોડે આપણે પુનામાં એક બ્રાન્ચ ખોલવાની જરૂર પડશે. ત્યાં આર્ટ, ઈજીનીઅરીંગ અને એગ્રીકલ્ચર (ખેતીવાડી) લાઈનના વિદ્યાર્થીઓને રાખવાથી ખર્ચ અને અભ્યાસમાં વધારે લાભ કરી શકાશે એમ લાગે છે.” પૂનામાં વિદ્યાલયની શાખા ખોલવાની સને ૧૯૨૦ માં સેવેલી ભાવનાને સફળ થતાં પૂરાં ર૭ વર્ષ લાગ્યાં. ટેકરી જેવા ઊંચાણવાળા સ્થાનમાં આવેલ આ સંસ્થા આહવા તેમ જ પ્રાકૃતિક સૌંદર્ય અને દષ્ટિએ ચિત્તને વશ કરી લે એવી છે; અને આ દૃષ્ટિએ વિદ્યાલયની બધી શાખાઓમાં એનું સ્થાન મેખરે છે એમ કહેવું જોઈએ. આવા સહજસુંદર સ્થળમાં આવેલ આ સંસ્થામાં વધુ વિદ્યાથીઓ રહી શકે એ માટે એના જૂના મકાનને વિસ્તાર કરવાને બદલે, જમીન પુષ્કળ હોવાથી, એ જ કંપાઉન્ડમાં વધુ ઊંચાણવાળા ભાગમાં, એંશી વિદ્યાથીઓ રહી શકે એવું ભવ્ય મકાન ઊભું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, અને એનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આમાં આશરે પાંચેક લાખ રૂપિયાનું ખર્ચ થવાને અંદાજ છે. ( 4 વિદ્યાલયના બાવનમા વર્ષમાં આ મકાન તૈયાર થઈ ગયું છે અને તા. ૧૮-૬-૭ ના રોજ પંચકલ્યાણક પૂજા ભણાવીને નવા મકાનને ઉપયોગ કરવાની શુભ શરૂઆત કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy