SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસકથા અમદાવાદમાં જ વિદ્યાદાન અગર બીજા કેઈ પ્રકારની જાહેર સેવા નિમિતે ઉપયોગ કર. અમદાવાદ ગુજરાતનું મધ્યવર્તી સ્થાન અને ઉદ્યોગની દષ્ટિએ એક મોટું કેન્દ્ર. વહેલી કે મોડી ત્યાં “ગુજરાત યુનિવર્સિટી” અવશ્ય થવાની. તે અંગેની તૈયારીઓ ત્યાં અનેક રીતે થઈ રહી છે. જૈન પરંપરાની દષ્ટિએ તો તે એક જૈન પુરી જેવું જ છે. એટલે મુંબઈ પછી ક્યાંક પણ બહાર વિદ્યાલયની શાખા કાઢવાની હોય તો તે માટે અમદાવાદ જ પ્રથમ પસંદગી પામે. તેથી જ શ્રીયુત ચંદુભાઈના પ્રસ્તાવે મને તરત જ ખેંચી લીધે. વિઘા જેવી પવિત્ર વસ્તુને ફેલાવવા માટે મારા મકાનનો ઉપયોગ થાય એને હું મારા જીવનની ધન્ય ક્ષણ માનું છું અને એવી ક્ષણ પુરી પાડવા બદલ મારે વિદ્યાલયના બધા જ કાર્યકર્તાઓ અને હિતચિંતકોને જ આભાર માન જોઈએ. હું દિલપૂર્વક ચાહું છું કે હવે પછી અમદાવાદમાં ખેલાનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાને અમદાવાદમાં વસતા શ્રીમાન અને બુદ્ધિમાન જેને એવી રીતે ઉત્તેજન આપે કે જેથી અમદાવાદને મોભો વધે અને એ શાખા મુંબઈ વિદ્યાલયના વટવૃક્ષની વિશાળ વડવાઈ બને.” (૩૧ મો રિપોર્ટ, પૃ. ૧૦-૧૦૪). આ સમારંભ પછી એક વર્ષે, તા. ર૯–૧૨–૧૯૪૬ના રેજ, અમદાવાદમાં સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે શેઠ શ્રી ભેળાભાઈના બસ્ટના અનાવરણવિધિને તેમ જ વિદ્યાર્થીગૃહના ઉદ્ઘાટનને જાહેર સમારંભ ઊજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતાં સરદારશ્રીએ કહ્યું હતું કે આવી સંસ્થાને સાથ આપવાની મારી ફરજ હોય. જે અનેક સંદેશાઓ અને આશીર્વાદ આવ્યા છે તેમાં મારે શું ઉમેરે કરવાનો હોય ? આ આશીર્વાદના સંદેશામાં હું મારે સાદ પુરાવું છું. “મારે અને ભોળાભાઈને મહેબત છે. તેઓ મને જ્યાં હું હોઉં ત્યાં ઘણી વાર મળવા પણ આવે છે. તેમની સખાવત કાયમ કરવા માટે સ્મારક કરવાનું છે. એમનું કાર્ય જ એ એમનું સાચું સ્મારક છે. આ સંસ્થાએ કેટલી પ્રગતિ કરી છે તે તમારી પાસે રજૂ કરેલી છે. આ સંસ્થાની શાખાઓ પુના વગેરે સ્થળે પણ ખોલવાની છે. જ કેળવણીને કાંઈ મર્યાદા નથી. જગત આખું જ મહાવિદ્યાલય છે. માણસને જીંદગીની આખર સુધી નવું નવું શીખવાનું મળે છે એટલે કેળવણુ કાંઈ અંત નથી. સમયને અનુકૂળ જ્ઞાન મેળવવું એ ધર્મ છે. આ સંસ્થામાં જૈન ધર્મના શિક્ષણની વ્યવસ્થા છે એ સારી વાત છે. આજની કેળવણીમાં ધમને સ્થાન નથી એમ કહીએ તો ચાલે. આ વિદ્યાલયમાં જૈન ધર્મના મૂળ તો જાણવાની વ્યવસ્થા છે તે વિશેષ અગત્યની વાત છે. એવી સાચી વિદ્યા મળે તો સખાવત કરનારને પણ સંતોષ થાય.” (૩૨ મો રિપોર્ટ: પૃ. ૧૧૮-૧૧૮) અમદાવાદ શાખાનું કામ પાંચેક વર્ષ સુધી શેઠશ્રી ભોળાભાઈને મકાનમાં સારી રીતે ચાલતું રહ્યું. તે પછી એ મકાન બદલવાના વિચારનું સૂચન કરતા, ૩૬મા રિપોર્ટ (પૃ. ૯) માં મંત્રીઓના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે – “અમદાવાદ-શાખાનું હાલનું મકાન સારા હવા-ઉજાસવાળા વિસ્તારમાં છે, છતાં શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીને કેન્દ્રસ્થળથી દૂર છે. આ સંસ્થાઓના નજીકના વિસ્તારમાં અનુકૂળ જગ્યા મળે તો ફેરવી નાખવા પ્રબંધ કરવો ઠીક પડશે.” પણ યંગ્ય સ્થાન (મકાન) ન મળે ત્યાં સુધી સ્થાનની ફેરબદલી કરવાનું શક્ય ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy