SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : અર્થ વ્યવસ્થા એમની પાસેથી એમને લેાન આપવામાં આવેલી રકમ પાછી લેવાની હાવાથી એક રીતે લેાન દ્વારા ધનનું વાવેતર જ થયું હતું. અને સમય જતાં, જેમ હૂડી પાકે એમ, લેાનની રકમનું વળતર થવા લાગ્યું અને ક્રમે ક્રમે લેાન રિફંડની રકમમાં પણ વધારો થતા ગયેા. લેન રિફંડની શરૂઆત બીજા જ વર્ષોંથી રૂા. ૧૫-૯-૦ની રકમથી થઈ હાવાનું, વિદ્યાલયના બીજા વર્ષના રિપોર્ટ જોતાં, જાણી શકાય છે. લાન ચેાજનાની ઉપચાગિતા અંગે વિદ્યાલયના ૧૫મા વષઁના રિપેાટ (પૃ. ૬)માં કહેવામાં આવ્યું છે કે “ આ ચેાજનાથી બે પ્રકારના લાભ દેખાયા છે: એક, વિદ્યાર્થીના મન પર પાતે સખાવત ( ચેરિટી ) ઉપર આધાર રાખનાર છે એવી છાપ ન પડે અને તે ભવિષ્યમાં ઉત્પન્ન કરી દેવુ ફીટાડનાર છે તે ખ્યાલથી તેને જાતીય વિશ્વાસ આવે. અને બીજું, સંસ્થામાં એવી રકમ પ્રતિ વ આવ્યા કરે તેથી તેના ખર્ચમાં ટેકો મળે. આ બન્ને પ્રકારના લાભ ખાસ વિચારવા લાયક છે અને આટલાં વર્ષ સુધી એ ચેાજનાના અમલ કર્યા પછી આપને સહુ નિવેદન કરતાં અમને આનદ થાય છે કે એ યેાજના કુંતેહમદ થઈ છે. સંસ્થાને પૈસાની સહાય કરનારને પણ એથી ઘણા આનંદ થાય છે; એની એક વાર કરેલી સહાય વારવાર કર્યા કરે એટલે એક વખત વાવેલ અન્ન ઉત્તરોત્તર વધારે ને વધારે ફળ આપે એ વિચારથી એને પણ ખૂબ રસ પડે છે.” લેાન રિફંડ માટેનું કાયદેસરનું ફોર્મ દરેક લેાન વિદ્યાથી પાસે ભરાવી લેવામાં આવતું હાવા છતાં વિદ્યાર્થી એ સામે એને ઉપયાગ ન છૂટકે અને વિદ્યાલયના હક્ક ડૂબી જતા હાય એને બચાવવા માટે જ કરવામાં આવે છે. અને સરખી કમાણી નહીં કરી શકનાર વિદ્યાર્થી ને કનડગતરૂપ થઈ પડે એ રીતે તે કાયદાનાં પગલાં એમની સામે કયારેય ભરવામાં નથી આવતાં. છવ્વીસમા વર્ષ દરમ્યાન નવ વિદ્યાથીએ સામે આવાં પગલાં ભરવાની વિદ્યાલયને ફરજ પડી હતી. આ ઉપરથી તેમ જ લેાન ભરપાઈ કરવાની કેટલાક વિદ્યાર્થીઓની સહજ ઉપેક્ષાવૃત્તિ ઉપરથી જોઈ શકાય છે કે જેમ કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સુકતા અને આભારની ઊંડી લાગણી સાથે પેાતાની લેાન ભરપાઈ કરી આપે છે, કેટલાક માત્ર લેાન ભરપાઈ કરીને જ સતેાષ ન માનતાં વિદ્યાલયને પેાતાથી બનતી સખાવત કરવા પ્રેરાય છે, તેા કેટલાક એવા પણ વિદ્યાર્થીએ હાય કે જે છતી શક્તિ અને સગવડે પણ આ ખાખત તરફ્ બહુ જ એછું ધ્યાન આપે છે. આની સામે વિદ્યાલયના ૩૬મા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૦)માં ટકાર કરવામાં આવી છે; તેમ જ ૪૩મા વર્ષોના રિપોટ ( પૃ. ૩૫)માં પણ કહેવામાં આવ્યું છે કે— “ જેમ કેટલાક વિદ્યાર્થીએ રિફંડ મેાકલવામાં નિયમિત અને ઉત્કટ ભાવનાવાળા છે તેમ કેટલાક વિદ્યાર્થીએ તે અંગે શિથિલ રહે છે. આર્થિક સ્થિતિ સાવ નબળી હેાય અને રિફંડન મોકલી શકાય એ સમજી શકાય તેમ છે; પરંતુ જે વિદ્યાર્થીએ અભ્યાસ પૂરા કર્યાં બાદ સારી નોકરીએ લાગી ગયા હૈાય અથવા ધધામાં સ્થિર થયા હોય તે પણ ફ્િડ મેકલવામાં શિથિલ રહે, પ્રા. નેટ પર સહી ન કરે, પત્રના જવાબ ન લખે અને પેાતાના સરનામામાં ફેરફાર થાય તે સસ્થાને જણાવવાની પણ તસ્દી ન લે તે એવું વન કોઈ પણ રીતે યાગ્ય ગણી શકાય નહિ. કેટલાક વિદ્યાર્થી ઓને લેાન લીધે ઘણાં વર્ષો વીતવા છતાં રિફંડ મેાકલવાની કાળજી રાખતા નથી, આ પરિસ્થિતિથી સ્વાભાવિક જ દુ:ખ થાય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy