SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ अंतरात्म दर्शन ફત્તેચંદ ઝવેરભાઈ શાહ ભૌતિક સૃષ્ટિમાં મનુષ્યને ત્રણ અવસ્થાઓ હોય છે : બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેવી રીતે * આધ્યાત્મિક સૃષ્ટિમાં પણ ત્રણ અવસ્થાઓ હોય છેઃ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણે અવસ્થાઓ જૈન દર્શનના પારિભાષિક શબ્દોમર્યો છે. ત્યાં સુધી આત્મા અને શરીરને ભિન્ન જાણ્યા નથી–આત્મા છે, કર્મ છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, આ સમજણ–શ્રદ્ધા આમામાં જન્મી નથી–ત્યાં સુધી તે બહિરામા કહેવાય છે. આ શ્રદ્ધા અને સમજણના અભાવે અખિલ જીવનમાં આત્માનું કાર્ય ભોગવિલાસને સર્વસ્વ માની તેમાં જ રમણતાવાળું હોય છે પરંતુ ઉપર્યુક્ત છ વિભાગોની વિચારણા વિવેકપૂર્વક કરે તે બહિરાત્મપણું દૂર થવા માંડે છે અને અંતરામપણામાં પ્રવેશ થાય છે. શ્રીમદ્ આનંદધનજી કહે છે કે, “બહિરાતમાં તેજી અંતર આતમ, રૂપ થઈ સ્થિર ભાવ, પરમાતમનું આતમ ભાવવું, આતમ અર્પણ દાવ”—મતલબ કે સમર્પિત જીવનની ગતિશીલ આચારસંહિતા તે અંતરાત્માપણું છે. અંતરામપણું એ કેટલાંક પાયાનાં મૂલ્યોમાંથી પ્રેરણા મેળવતો જીવનમાર્ગ છે; ચેતના અને સર્જકતાનો પ્રેરણાસ્ત્રોત છે. અંતરાત્મપણાનું મૂલ્ય નૈતિક અને આધ્યાત્મિક વ્યવસ્થા, વિચાર, વાણી અને વર્તનની એકવાક્યતા, સમર્પણ ભાવના, પરમાતમાં આગળ “અહં નું વિગલિતપણું અને પ્રભુને જીવન સમર્પણ કરી દેવાની તમન્ના. વ્યકિતગત અને સામૂહિક જીવનમાં પ્રસ્તુત મૂલ્યોનો વિનિયોગ કરવા માટે વાસના, પ્રલોભન, દ્વેષ વગેરેનું ઉદાત્ત મહત્ત્વાકાંક્ષામાં (પ્રશરત ભાવોમાં) રૂપાંતર કરવાનું હોય છે. આરસના અચેતજડ અને કઠિન પથ્થરને શિ૯પકાર પ્રતિમા બનાવી સાક્ષાત તીર્થકર સ્વરૂપ પ્રકટાવે છે, તેમ, બહિરામ સ્વરૂપમાંથી અંતરામ સ્વરૂપનો આવિર્ભાવ કરવાનો છે. મનુષ્યનો ચરમ ઉદેશ એ છે કે આત્માનો વિકાસ કરી આખરે તેનો પરમ આત્મામાં લય કરી શદ્ધામાં પ્રકટાવવો અને જેને આપણે “હું” કહીએ છીએ તેને એક પરમ સમરસ ચિતન્યઘનમાં અભેદપણે પરિણાવવું. જેમ પોતાના સંબંધમાં દેહ અને આત્માને વિવેક થયો અને અલગ દેખવાનું શરૂ થયું તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy