SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનય : ૩૧ "ववहारो विह बलवं जं छउमत्थं पि बंदइ अरहा। जा होइ अणाभिण्णो जाणतो धम्मयं एयं ॥" ---આવ નિ મૂલ ભાષ્ય-૧૨૩ આ ગાથા બહુક૯૫ ભાષ્યમાં પણ છે. જુઓ ગા૦ ૪૫૦૭. નિર્યુક્તિગત વ્યવહારનિશ્ચયની જે ચર્ચા છે તે એક એ વાત સિદ્ધ કરે છે કે વ્યવહારમાંથી યથાર્થતાનો અંશ ઓછો થાય છે, એટલે કે આગમમાં વ્યવહારનું તાત્પર્ય એવું હતું કે તેમાં સત્યનો—યથાર્થતાનો અંશ હતો; જેમકે વ્યવહારદૃષ્ટિએ જ્યારે ભ્રમરને કાળો કહેવામાં આવ્યો ત્યારે તેમાં કાળો ગુણ હતો, પણ તેનો સદંતર અભાવ હોય અને ભમરાને કાળો વ્યવહારનયે કહ્યો હોય એમ નથી. નિશ્ચયનય કાળા ઉપરાંત બીજા વણનું અસ્તિત્વ કહે છે, પણ કાળાનો અભાવ બતાવતો નથી. વળી, પ્રસ્થને વ્યવહારમાં લઈ શકાય એવા આકારવાળું લાકડું થાય ત્યારે પ્રસ્થ તરીકે વ્યવહારનયને સંમત હતું. એ પણ બતાવે છે કે લોકવ્યવહારના મૂળમાં યથાર્થતા તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું નથી. આથી વ્યવહારનય યથાર્થથી તદ્દન નિરપેક્ષ નથી. પણ નિયુક્તિ કાળમાં વ્યવહારમાં આ યથાર્થતા ઉપરાંત ઔચિત્યનું તત્વ; એટલે કે મૂલ્યનું તત્ત્વ ઉમેરાયું છે. આને કારણે વ્યવહારનયનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે. સંસારમાં વયથી જે જયેષ્ઠ હોય તે જયેષ્ઠ ગણાય છે તેનો તો સ્વીકાર વ્યવહારનય કરે જ છે, પણ નિશ્ચયનયની દૃષ્ટિએ વયક કરતાં ગુણજયેનું મહત્ત્વ હોઈ નિશ્ચયનયમાં વયનો ચેક તરીકે સ્વીકાર નથી. ભમરાનો કાળો ગુણ નિશ્ચયનયની દૃષ્ટિએ અયથાર્થ નથી, પણ તે ધણામાંનો એક છે, આ વિચારણું યથાર્થતાને આધાર માનીને થઈ છે, પણ જયેક કોને કહેવો એ વિચારણામાં વ્યવહાર-નિશ્ચયને આધાર યથાર્થતાને બદલે મલ્યાંકન છે. આથી આ કાળમાં દ્રવ્ય અને ભાવનો અર્થવિસ્તાર પણ થયો છે. બાહ્ય લોકાચાર એ દ્રવ્ય, અને તાવિક આચાર એ ભાવ, વ્યવહારનય આવા દ્રવ્યને અને નિશ્ચયન્ય આવા ભાવને મહત્વ આપે છે. આથી જ જે તત્વદૃષ્ટિએ; એટલે કે યથાર્થની દૃષ્ટિએ અચિત્ત હતું તેને પણ લોકાચાર-વ્યવહારની સુગમતા અને વ્યવસ્થાની દૃષ્ટિએ સચિત્ત માનવામાં આવ્યું. આમ વ્યવહાર લોકોનુસરણ કરવા જતાં અયથાર્થ તરફ પણ વળી ગયો છે. વ્યવહારનયનું આ વલણ બૌદ્ધોની સંસ્કૃતિ કે વેદાંતના વ્યવહાર જેવું છે. પણ સાથે સાથે તેનું જે મૂળ વલણ તે પણ આ કાળમાં ચાલુ રહ્યું છે તેની નોંધ પણ લેવી જોઈએ. વળી, નિશ્ચય પણ આ કાળે પરમાર્થ કે તત્વ તરફ જઈ રહ્યો છે, એટલે કે તે વ્યવહારથી સાવ છૂટો થવા જઈ રહ્યો છે. વળી, લોકવ્યવહારમાં ભાષા મુખ્ય ભાગ ભજવે છે; અને ઘણીવાર ભાષા તત્ત્વથી જુદું જ જણાવતી હોય છે. પણ લોકો વિચાર કર્યા વિના અતાવિકને તાવિક માની વ્યવહાર ચલાવતા હોય છે. આ પ્રકારના અતાવિક વ્યવહારને સ્થાને તાવિક વાતની સ્થાપના એ નિશ્ચયનો ઉદેશ બને છે. આથી કહી શકાય કે લોકનું એટલે સમાજનું, બહુજનનું સત્ય એ વ્યવહારનય, પણ કોઈ વિરલ વ્યક્તિ માટેનું સત્ય તે નિશ્ચયનય છે. એ બે વચ્ચેનો આવો ભેદ આ કાળમાં સ્પષ્ટ થાય છે. ૫. ભાગોમાં વ્યવહાર અને નિશ્ચય લોકવ્યવહારપરક અને પરમાર્થપરક - વ્યવહાર અને નિશ્ચયનયની આગમગત ભૂમિકામાં આપણે જોઈ ગયા છીએ કે એક સ્કૂલગામી છે અને બીજો સૂક્ષ્મગામી છે. આ જ વસ્તુને લઈને આચાર્ય જિનભદ્દે સ્પષ્ટીકરણ કર્યું છે કે વ્યવહારનય એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy