SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો: ર૭ આદિ વિષે કહેવામાં આવ્યું છે કે તળાવ, વાવ આદિનું પાણી વ્યવહારથી સચિત્ત છે અને લવણાદિ સમુદ્રના મધ્ય ભાગ વગેરેનું પાણી નિશ્ચયથી સચિત્ત છે. એ જ પ્રમાણે તેજસ્કાય આદિ વિષે પણ વ્યવહાર-નિશ્ચયથી વિચાર કરવામાં આવ્યો છે. એમ કહેવાયું છે કે તળાવનું પાણી સામાન્ય રીતે સચિત્ત જ હોય છે પણ ભગવાન મહાવીરે પોતાના કેવળ જ્ઞાનવડે જાણ્યું કે અમુક તળાવનું પાણી અચિત્ત થઈ ગયું છે અને છતાં પણ તેનું પાણી પીવાની અનુજ્ઞા તેમણે પોતાના શિષ્યોને આપી નહિ. તે એટલા માટે કે આગળ ઉપર આ ઉપરથી ધડો લઈ બીજા સાધુઓ તેવા જ બીજા તળાવના પાણીને અચિત્ત માની પીવાનું શરૂ કરે તો દોષ લાગવાનો સંભવ હતો. આથી તેવા દોષને ટાળવા માટે તેમણે તે વિશિષ્ટ તળાવના પાણીને પીવાની પણ અનુજ્ઞા ન આપી, કારણ કે સામાન્ય રીતે તળાવનું પાણી સચિત્ત જ હોય છે એટલે તેમણે જે તળાવમાં સુક્ષ્મ જીવોનો અભાવ જોયો હતો તેને પણ વ્યવહારદષ્ટિએ સચિત્ત માનવા પ્રેરણા આપી અને તેનું પાણી પિવાની અનુજ્ઞા આપી નહિ. – નિશીથ ગાવે ૪૮૫૯; બ્રહક૫ ૯૯૯. નિશ્ચય-વ્યવહારથી સચિત્તનો આવો જ વિચાર ઓઘનિર્યુકિતમાં પણ કરવામાં આવ્યો છે. – ઓઘનિર્યુકિત ગા૦ ૩૩૭–૩૬૩. આત્મવિઘાત વિષે પિકનિયુક્તિમાં દ્રવ્ય આત્મા અને ભાવે આત્માના ભેદ પાડવામાં આવ્યા છે, જ્ઞાનાદિ ગુણવાળું જે દ્રવ્ય તે દ્રવ્યાત્મા છે એટલે કે પૃથ્વીકાય આદિ છવાસ્તિકાય કહ્યું તે દ્રવ્યામાં છે, અને જ્ઞાન-દર્શનચરણ (ચારિત્ર) એ ત્રણ ભાવાત્મા છે. પરના પ્રાણાદિનો વધ કરનાર સાધુ તે પરની ઘાત તો કરે જ છે, પણ સાથે સાથે તે પોતાના ચરણરૂપ ભાવ આત્માનો પણ વિઘાત કરે છે ત્યારે પ્રશ્ન થાય છે કે તો પછી તે વખતે તેના જ્ઞાનાત્મા અને દર્શન આત્મા વિષે શું માનવું ? ઉત્તરમાં વ્યવહાર અને નિશ્ચયનયનો આશ્રય કરીને કહેવામાં આવ્યું છે કે નિશ્ચયનયને મતે ચરણાત્માનો વિઘાત થયો હોય તો પણ વધ માનવો જોઈએ; અને વ્યવહારનયને મતે ચરણાત્માનો વિધાત થયો હોય તો જ્ઞાન-દર્શન આત્માના વિધાતની ભજના છે. –પિડનિર્યુકિત ગા૧૦–૧૦૫. આનું રહસ્ય એમ જણાય છે કે નિશ્ચયનય એ અહીં એવંભૂત નય જેવો છે. એટલે તે કાળે ચરણાત્મવિઘાત કહો કે આત્મવિઘાત કહો એમાં કશો ભેદ નથી. તેથી જ્યારે ચરણાત્માનો વિઘાત થયો ત્યારે તદભિન્ન જ્ઞાન-દર્શન આત્માનો પણ વિઘાત થયો જ છે, કારણ, ચરણપર્યાયનું પ્રાધાન્ય માનીને આત્માને ચરણાત્મા કહ્યો છે પણ ઘાત તો પર્યાયાપન્ન આત્માનો જ થયો છે. તેથી તે પર્યાયની સાથે કાલાદિની અપેક્ષાએ અન્ય પર્યાયોનો અભેદ માનીએ તો ચરણાત્માના વિધાત સાથે જ્ઞાન-દર્શનાત્માનો પણ વિઘાત ઘટી જાય છે. વ્યવહારનય એ ભેદવાદી હોઈ ચરણ એટલે માત્ર ચરણજ; તેથી ચરણના વિઘાત સાથે જ્ઞાન– દર્શનનો વિધાત જરૂરી નથી, તેથી વ્યવહારયે ભજના કહેવામાં આવી છે. ચરણવિધાતે જ્ઞાન-દર્શનવિધાત માનવો જોઈએ એ નિશ્ચયનયને ખુલાસો ભાષ્યયુગમાં જે કરવામાં આવ્યો છે તે વિષે આગળ ઉપર કહેવામાં આવશે. કાલ વિષે શ્રમણની દિનચર્યામાં કાલને મહત્વનું સ્થાન છે, આથી કાલવિચાર કરવો પ્રાપ્ત હતો. ગણિતની મદદથી વિશુદ્ધ દિનમાન કાઢી પછીનો વિચાર કરવામાં આવે તે નિશ્ચયકાલ જાણવો પણ લોકવ્યવહારને અનુસરી પૌરૂષી માની વ્યવહાર કરવો તે વ્યવહારકાલ છે. – ઓઘનિર્યુકિત ગા૦ ૨૮૨–૨૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy