SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યલોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશરિતલેખો : ૩ર૯ અન્યાને યુદ્ધમાં સફળ યોદ્ધા તરીકેની કામગીરી, શંખનૃપ આદિ રાજાઓનો પરાજય કરવો તેમ જ બુદ્ધિ-શક્તિથી રાજ્યવહીવટનું સંચાલનઃ આ વસ્તુને વસ્તુ પાલની વીરગાથા કહી શકાય. દીન-હીન-દુઃખી જનોને અનુકંપાદાન આપવું, સાર્વજનિક ઉપયોગ થાય—લાભ લેવાય તેવાં સ્થાનો દાતવ, કૂવા, વાવો, તળાવો, પરબો સત્રાગારો-સદાવ્રતો વગેરે બંધાવવાં અને વિદ્યાના બહુમાનરૂપે વિદ્વાનોને પુરસ્કારરૂપે ભક્તિભાવપૂર્વક દાન આપવું–આ વસ્તુને વસ્તુપાલન દાનધર્મ કહી શકાય. - આબૂદેલવાડાનાં વિશ્વવિખ્યાત મંદિરોનું નિર્માણ; શત્રુજ્ય ઉપર ઈન્દ્રમંડપ, નંદીશ્વરાવતાર, તંભન તીર્થાવતાર, શકુનિકાવિહારાવતાર, સત્યપુરતીર્વાવતાર. ઉજજયંતાવતાર, અવલોકન-સબ-પ્રદ્યુમ્ન. અંબાનામગિરનારશિખરચતુષ્કાવતારનાં પ્રતીકરૂપે તે તે તીર્થાદિનું નિર્માણગિરનાર ઉપર અષ્ટાપદાવતાર, સમેતશિખરાવતાર, શત્રુંજયાવતાર, સ્તંભનકતીર્થાવતારના પ્રતીકરૂપે તે તે તીર્થનું નિર્માણ; ધોળકા વગેરે સ્થળોમાં નવીન જિનમંદિરનું નિર્માણ; શ્રીપંચાસર પાર્શ્વજિનમંદિર (પ'ટણ), શ્રી પાર્શ્વજિનમંદિર તથા શ્રીયુગાદિજિનમંદિર (ખંભાત); વ્યાધ્રપલ્લી–વાલનું જિનમંદિર, શ્રી આદીશ્વરજિનમંદિર તથા અંબિકા મંદિર (ાસહદતીર્થ: વલભી(વળા) શ્રીયુગાદિજિનમંદિર આદિ અનેક જિનમંદિરોનો જીર્ણોદ્ધાર; અનેક જિનમંદિરોમાં વિવિધ જિનબિંબોનું પ્રતિષ્ઠાન, ધોળકા, ખંભાત વગેરે સ્થળોમાં નવા ઉપાશ્રયોનું નિર્માણ; ભરૂચ વગેરે સ્થળોના મંદિરોમાં સુવર્ણદંડાદિ ચડાવવા; શત્રુંજય, ઉજજયંતાદિ અનેક તીર્થોની અનેકશ: યાત્રાઓ કરવી, સાત ગ્રંથભંડારો લખાવવા–આ બધી હકીકતોને વસ્તુપાલની ધર્મગાથા કહી શકાય. માળવાનો સુભટવર્મા નામનો રાજા ડભોઈના વૈદ્યનાથના શિવાલયના સુવર્ણકલશો લઈ ગયો હતો તેના સ્થાનમાં વસ્તુપાલે નવા સુવર્ણકલશો સ્થાપ્યા હતા; ખંભાતમાં ભીમનાથના શિવાલયમાં સુવર્ણદંડ અને સુવર્ણકલશ ચઢાવ્યા; ભટ્ટાદિત્ય-સૂર્યની પ્રતિમાને સુવર્ણમુકુટ કરાવ્યો અને તે જ ભટ્ટાદિત્યની પૂજા માટે વહકનામના વનમાં કૂવો કરાવ્યો; સ્વયંભૂ હૈદ્યનાથનું અખંડમંડપવાળું શિવાલય બંધાવ્યું, બકુલાદિત્ય-સૂર્યના મંદિરમાં ઊંચો મંડપ કરાવ્યો; ધોળકામાં રાણુભટારકના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો; પ્રભાસમાં સોમનાથની ભક્તિપૂર્વક પૂજા કરી;૮ નગરા ગામમાં સંવત ૯૦૩ની સાલમાં અતિવર્ષાને લીધે પડી ગયેલા સૂર્યમંદિરમાં સૂર્યપત્ની રત્નાદેવીની મૂર્તિ તૂટી ગઈ હતી તેથી તેના સ્થાને પોતાની પત્ની લલિતાદેવીના પુણ્ય-સૌભાગ્યનિમિત્તે સંવત ૧૨૯૨માં રત્નાદેવીની નવી મૂર્તિ બનાવી, જે સંબંધી શિલાલેખ આજે પણ સુરક્ષિત છે, તેમ જ વસ્તુપાલ તરફથી રોજ પાંચસો બ્રાહ્મણો વેદપાઠ કરતા તેવી હકીકત પ્રબંધોમાં મળે છે–આ બધી હકીકતો ઉપરથી વસ્તુપાલમાં પરસંપ્રદાયો પ્રત્યે તે તે સંપ્રદાયની પરંપરાને અનુરૂપ નિચ્છન્ન આદર હતો તે સ્પષ્ટ થાય છે. રાજ્ય કે દેશના મુખ્ય રાજપુરુષોએ કેમ વર્તવું જોઈએ, તે માટે વસ્તુપાલ ખરેખર દાખલારૂપ એટલે કે આદર્શ સમાન છે. સ્વધર્મસ્થાનની સાથે સાથે પરધર્મસ્થાનના નિર્માણ આદિ હકીકતોને પણ સમદ્રષ્ટા વસ્તુપાલની ઉચ્ચ પ્રકારની ધર્મગાથા કહી શકાય. આ લેખમાં પ્રસંગે પ્રસંગે આવતી તથા અન્યત્ર પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થતી વસ્તુપાલસંબધિત વિદ્યા પ્રત્યેની અને વિદ્વાનો પ્રત્યેની ભક્તિ વગેરે હકીકતો તેમ જ નરનારયણાન~મહાકાવ્ય જેવા પ્રાસાદિકગ્રંથની રચના કરવી વગેરે બાબતોને વરતુપાલની વિદ્યાગાથા કહી શકાય. ૧- ૭ આ સાત ટિપ્પણીઓવાળી હકીકતો ઠક્કર અરિસિંહકૃત સુકૃતસંકીર્તન, આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિરચિત કીર્તિકલોલિની, શ્રી નરેન્દ્રપ્રભ ઉરચિત વસ્તુપાલપ્રશસ્તિ આદિ વસ્તુપાલના સમયની જ રચનાઓમાં સવિસ્તર વર્ણવેલી છે. ૮ આ હકીકત ગર્જરેશ્વરપુરોહિત સોમેશ્વરદેવરચિત કીર્તિકૌમુદીમાં મળે છે. ૯ જુઓ એનસ ઑફ શ્રી ભાંડારકર ઓરિએન્ટલ રિચર્સ ઇન્સિટટયુટ-પૂના વૉ. ૯, પૃ૧૭ ૧૮૦, લેખ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy