SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ || નયન્તુ વીતવઃ || પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખો [તીર્થાધિરાજ શત્રુંજય ઉપરથી મળેલ એ શિલાલેખો તથા ક્રુસ ગ્રંથસ્થ પ્રશસ્તિલેખો] આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી આ લેખમાં ગૂર્જરેશ્વરમહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ સંબંધી અદ્યાવધિ અપ્રસિદ્ધ એ શિલાલેખો અને દસ પ્રશસ્તિલેખો આપવામાં આવ્યા છે. ઉપર જણાવેલા બન્ને શિલાલેખો એક જ દિવસે લખાયેલા છે અને એક જ સ્થાનમાંથી મળ આવ્યા છે, તેથી આ બે શિલાલેખો વસ્તુપાલ-તેજપાલે તીર્થાધિરાજ શત્રુંજયગિરિ ઉપર કરાવેલી પોળના જ છે તે નિશ્ચિત થાય છે. બીજા શિક્ષાલેખમાં શત્રુંજય ઉપર શ્રીમદીશ્વરભગવાનના મંદિરની સામે પોળ કરાવ્યાનો ઉલ્લેખ છે તેથી એમ લાગે છે કે આજે જેને વાઘણપોળ કહે છે તે પોળના સ્થાને વસ્તુપાલ-તેજપાલની કરાવેલી પોળ હોવી જોઈ એ. પ્રસ્તુત શિલાલેખો પણ વાધણપોળના સમારકામમાંથી મળી આવ્યા છે તેથી પણ આ હકીકત વધારે સ્પષ્ટ થાય છે. વસ્તુપાલ-તેજપાલે કરાવેલી પોળ ક્યારે જીર્ણ-શીર્ણ થઈ હશે? તેનો છીહાર કે તેના સ્થાને નવીન પોળ ક્યારે થઈ? અને નવી થયેલી પોળનું વાઘણપોળ ' નામ કેમ થયું ?—આ હકીકત હવે શોધવી રહી. અસ્તુ. પહેલો શિલાલેખ સંસ્કૃતપદ્યમય છે. ખીજા શિલાલેખની રચના સંસ્કૃત ગદ્ય-પદ્યમય છે. બન્ને શિલાલેખોમાં આવતાં કેટલાં'ક પદ્યો ગૂર્જરેશ્વરપુરોહિત સોમેશ્વરદેવવિરચિત લવસહી-( આસ્મૂ )– પ્રશસ્તિલેખ, શ્રીઉદયપ્રભસૂરિવિરચિત સુકૃતકાર્તિકલ્લોલિની, શ્રીઅરિસિંહ કુરવિરચિત સુકૃતસંકીર્તન, અને શ્રીનરેન્દ્રપ્રભસૂરિષ્કૃત વસ્તુપાલપ્રશસ્તિ આદિમાં મળે છે, તેથી આ શિલાલેખોનો પદ્યવિભાગ વસ્તુપાલસંબંધિત સાહિત્યમાંથી લેવાયો છે તે નિશ્રિત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy