SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કવિ શ્રી હેમરવિરચિત વીરગાથા ગોરાબાદલ૫દમનકથા-ચાઈ: ર૯૧ પ્રવચન કરતા હતા. તારાચંદ એમની આવી કૃતિઓને સાંભળીને ખૂબ પ્રસન્ન થતો. એકવાર અવસર જોઈને એણે કવિ હેમરનને વિનતિ કરી કે તેઓ ચિત્તોડના ઇતિહાસની પવિનીની ગૌરવભરી કીર્તિકથાનું પોતાની હૃદયસ્પર્શી કાવ્યમય વાણીમાં ગાન કરે. તારાચંદની આ પ્રાર્થના ઉપરથી હેમરને આ કાવ્યકૃતિ રચવાની શરૂઆત કરી, અને વિ. સં. ૧૬૪૫ના શ્રાવણ સુદ પાંચમના દિવસે એ પૂરી કરી. કવિના કહેવા મુજબ આની રચના વખતે મહારાણા પ્રતાપ હયાત હતા. * આ ચાઈના રચનાકાલથી આશરે ૨૦-૨૧ વર્ષ પહેલાં અકબરે ચિત્તોડનો સર્વનાશ કર્યો હતો; અને એ દુઃખદ ઘટનાની બહુ ઘેરી અસર મેવાડની જનતાના ચિત્ત ઉપર થઈ હતી. ચિત્તોડના પતનથી ૧૧ વર્ષ પછી થયેલ હદીધાટના યુદ્ધમાં તારાચંદ પણ એક શૂરવીર યોદ્ધા તરીકે હાજર હતો. મહારાણું પ્રતાપના એ સુરક્ષિત પહાડી પ્રદેશના મારવાડ અને ગુજરાતના ધોરી માર્ગ ઉપર આવેલું એ સાદડી નગર એક મહત્ત્વનું નાકું હતું. અરવલીનાં દુર્ગમ સ્થાનો અને માર્ગોનું એ પ્રવેશદ્વાર હતું. તેથી એના રક્ષણને ભાર મહારાણા પ્રતાપે તારાચંદને સોંપ્યો હતો. એ તારાચંદના જ આગ્રહથી, એ સાદડી નગરમાં આ ચૌપઈની રચના થઈ હતી, તેથી આ રચનાનું આ ઐતિહાસિક મહત્વ પણ છે. કવિ હેમરનની આ ચૌપાઈ ખૂબ લોકપ્રિય થઈ હતી. ચિત્તોડની પવિનીની કથામાં ગોરા અને બાદલની સ્વામિભક્તિનું અનુપમ ઉદાહરણ આવે છે; એમણે અભુત રીતે ચિત્તોડના ગૌરવનું રક્ષણ કર્યું એનું વર્ણન આમાં છે. આ કાવ્યની રચના થઈ તે વખતે જ આની અનેક નકલો થઈ હતી, અને મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત વગેરે પ્રદેશોમાં એનો ખૂબ પ્રચાર થયો હતો. લબ્ધોદયકૃત “પવિની-ચરિત્ર-ચઉપઈ આ ચાઈના અનુકરણ રૂપે, પછીથી, બીજા કવિઓએ પણ આ કથાને પોતાની કવિતા-વાણુમાં ગૂંથી છે. એમાં લબ્ધોદય કવિએ રચેલી આવી જ એક “પવિની-ચરિત્ર-ચઉપઈ' નામે રચના છે, જે હેમરત્નની રચના બાદ આશરે ૬૦-૬૨ વર્ષ પછી (વિ. સં. ૧૭૦૬–૭માં) રચાઈ છે. લબ્ધોદય પણ, કવિ હેમરત્નની જેમ, વિદ્વાન જેન યતિ હતા. તેઓ પણ લોકપ્રિય ધર્મકથાઓને પોતાની કવિતામાં ગૂંથીને ધર્મોપદેશ વખતે એના ઉપર પ્રવચન કરતા રહેતા હતા. તેઓ ખરતરગચ્છની પરંપરાના યતિ હતા. સંવત ૧૭૦૬–૭માં તેઓ ઉદયપુરમાં ચોમાસુ રહ્યા હતા. એ વખતે એમના ગચ્છના આગેવાન, ઓસવાલ જાતિના, કટારિયા ગોત્રના ભાગચંદે એમને પદ્મિનીની કથાને ચઉપઈમાં ઉતારવાનો અનુરોધ કર્યો. ભાગચંદનો મોટો ભાઈ હંસરાજ ઉદયપુરના મહારાણા જગતસિંહની માતા જંબુવતીનો કારભારી હતો. ભાગચંદનો એક મોટો ભાઈ ડુંગરસી નામે હતો; એને ધર્મકરણીમાં ખૂબ આસ્થા હતી. એમની પ્રેરણાથી * સંવત સોલાઈ સઇ પણુયાલ, શ્રાવણ સુદ પંચમી સુવિસાલ | પુરી પીઠી ઘણું પરબડી, સબલપુર સોહઈ સાદડી || ૪ | પથવી ૫રગટ રાણુ પ્રતા૫, પ્રત૫ઇ દિન દિન અધિક પ્રતાપ તસ મંત્રીસર બુદ્ધિનધાન, કાયા કુલતિલક નિધન ||૫| સામિ ધરમ ધુર ભામું સાહ, વયરી વંસ વિછુંસણ રાહ ! તસુ લઘુ ભાઈ તારાચંદ, અવનિ જાણિ અવતરિક ઇંદ્ર III ધૂય જિમ અવિચલ પલઇ ધરા, શગુ સહુ કીધા પાધરા, તસુ આદેશ સહી સુભ ભાઈ, સભા સહિત પાંમી સુપરસાઈ / ૭ | –A પ્રતની પ્રશસ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy