SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી વળી, માનો કે વાસ્તવિક પરિસ્થિતિને અનુલક્ષીને પ્રોષિતભર્તકા માટે પરકીયા વગેરે અવસ્થાની શક્યતા સ્વીકારી લઈએ તો તેવી નાયિકાનો પ્રતિભાવ શૃંગારના એટલે કે રસના સંબંધનો નહિ, પણ રસાભાસની કોટિનો લેખવો જોઈએ. કારણ, આપણું કાવ્યાચાર્યોએ કેટલાંક અનુચિત રતિભાવનાં નિરૂપણને રસનિષિદ્ધ લેખ્યાં છે અને તેને રસાભાસની કોટિનાં ગણવેલાં છે. તેનું ય કારણ છે; આપણી સંસ્કૃતિથી મુદ્રાંકિત આપણી રસરુચિએ નીતિથી વિભક્ત એવી કલાયોજના કે વર્ગીકરણ સ્વીકાર્યો નથી. માનવસમાજમાં મનુષ્યની નૈતિક દૃષ્ટિનો એક છેડો સર્વજનકલ્યાણના પ્રદેશ સાથે સંબંધિત છે; તો બીજે છેડો નીતિ સાથે સંબંધિત હોવાને કારણે જ, તે મનુષ્યચેતનાની અત્યંત સૂક્ષ્મ ને નાજુક સુરુચિના પ્રદેશ જોડે સંકળાયેલો છે. આપણા કાવ્યશા આવી સૂક્ષ્મ કલારુચિ અને જીવન વિશેની પવિત્રની બુદ્ધિથી પ્રેરાઈને દેવ, ગુરુ, માતાપિતા, પશુ વગેરેના એક કે બીજે કારણે અનુચિત શંગારનિરૂપણને તેમ જ બહુનાયકવિષયક રતિનો અભિલાષ સેવનારી સ્ત્રીને પણ, શૃંગારરસ નહિ પણ તેના રસાભાસના વિભાવ તરીકે ઠરાવેલ છે. આમ આપણે ઉપર્યુક્ત કોઈપણ પ્રકારના અનુચિત રતિભાવને સૂઝપૂર્વક કુત્સિત લેખી તેને અલગ તારવી, રસાભાસ તરીકે અલાયદું સ્થાન આપ્યું છે. તો પછી, એ દૃષ્ટિએ પરકીયા કે સામાન્ય પ્રોષિતભર્તૃકા શૃંગારરસનો આલંબનવિભાવ શી રીતે હોઈ શકે ? તો બીજી બાજુ એવી સૂક્ષ્મ રૂચિ ધરાવનાર આપણી સંસ્કૃતિએ છેક અંગ્રેજોના આગમન સુધી, બહુનાયિકાવિષયક રતિઅભિલાષ સેવનાર એવા કોઈ નાયકના નિરૂપણને ક્યાંય નિષિદ્ધ લેખ્યું નથી ! સંસ્કૃત સાહિત્યનાં નાટકોમાં કેટલાંય રાજાનાં તેવાં પાત્રો છે તેને પણ આપણી સંસ્કૃતિની એક તાસીર જ સમજવી જોઈએ ને ? આ ઉપરાંત શાસ્ત્ર પણ કાવ્યની જેમ કાવ્યનો અર્થ ઘટાવવા માટે પોતાની પ્રેરણા તેમ જ સામગ્રી, મહદંશે ભલે કાવ્યમાંથી પણ અમુક અંશે જીવનમાંથી–જીવનના નિરીક્ષણમાંથી–વાસ્તવિક પરિસ્થિતિમાંથી ઉપડે છે અને તે પરથી નમૂનાદાખલ કોઈ આદર્શ રજૂ કરે છે. એટલે કે એ આદર્શ ઘડવામાં શાસ્ત્રને કાવ્ય ઉપરાંત વાસ્તવિક જગતની મદદ લેવી પડે છે. કાવ્ય ઉપરાંત વ્યવહાર જગતમાં નજરે પડતી અનેક પ્રોષિતભર્તુકાઓમાંથી કોઈકે કોઈકે તેવી સ્ત્રી અથવા તેનું કોઈક કોઈક લક્ષણ, આદર્શ પ્રોષિતભર્તકાના બરનાં હોઈ શકે. કવિચિત્ત પોતાની ભાવજરૂરત મુજબ તે બધાં દષ્ટાંતોના સમુચ્ચયરૂપ એક આદર્શભૂત નમૂનો ઉપસાવે છે. શાસ્ત્ર પણ સાહિત્ય અને જીવનનો આશ્રય લઈ વર્ગીકરણ અથવા વ્યાખ્યા તૈયાર કરે છે. તેવી છૂટકટક નાયિકાઓનાં દૈનંદિન જીવન પરથી અને સાહિત્યમાં થતા તેના રસદાયી સમર્થન પરથી જેમ કાવ્યશાસ્ત્ર તેમ સ્મૃતિ અને ધર્મશાસ્ત્રો પણ જીવનાચાર ઘડે છે. તે મુજબ, પ્રોષિતભર્તૃકા નારી માટે કેટલાક આદર્શ આચારનાં સૂચનો નીચેના પ્રચલિત શ્લોકમાં કરેલાં છે : क्रीडां शरीरसंस्कारं समाजोत्सवदर्शनम् । हास्यं परगृहे यानं त्यजेत्प्रोषितभर्तृका ।। યાજ્ઞવક્ય સમૃતિ, ૧, શ્લોક ૮૪. એટલે કે –“પ્રોષિતભર્તૃકાએ ક્રીડા, શરીરસંસ્કાર-પ્રસાધન, સમાજ તથા ઉત્સવ, હાસ્યદર્શન, પરગૃહગમન—તે ત્યજવું.” આ સૂચન પાછળ વાસ્તવિક જીવનનું તથ્ય કંઈક અંશે રહેલું નથી જણાતું? જે નાયિકા પતિને કારણે વિરહસતપ્ત નારી હોય તો સ્વાભાવિકપણે “ક્ષાઢરાન્તા'—કેશસંસ્કાર વગેરે વિનાની હોય. માનવસ્વભાવનો આપણે અનુભવ સાખ પૂરે છે કે જે કોઈ વિરહી છે તેનો જીવનરસ કેટલો શોષાઈ જાય છે! અને આ પ્રકારનું વર્ણન જાણે ભાષ્યરૂપે સાહિત્યદર્પણકારની પ્રોષિતભર્તુકાને–એવી કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy