SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહિણીને એક અનુભાવવિશેષ : ૨૮૧ ઉલ્લેખયે જાણીએ છીએ. એ મીરાંના એક બીજા, સંગ્રહિત નહિ થયેલા અને પહેલી જ વાર પ્રસિદ્ધ થતા પદમાં હસ્તવડે થતા પ્રત્યક્ષ પત્રલેખનનો ઉલ્લેખ મળે છે તે આપણે જોઈએ ? પદ ૧. રાગ સોરઠ કેસે લિખું, લિખીયો ન જાય, પતીયાં; કેસે લિખું. કલમ ભરત મેરો કર કંપત છે, હિયડો રહ્યો થરરાય-–પતીયાં વાત કરું તો મુઝે બાત ન આવે, નણ રહ્યા ઝરરાય પતીયાં મીરાં કે પ્રભુ ગિરધર નાગર, રહી છું મધુ ૫ર છાય-– પતીયાં” કિર શાહીમાં બોળવા માટે ઉપાડેલો કર કરે છે અને હાથ સાથે હૈયું પણ થરકે છે : એવી વિરહ અમૂંઝણ અનુભવતી નાયિકા છે. આપણી પ્રાચીન કાળની સામાજિક સ્થિતિ અને સ્ત્રીનું અ૯૫ અક્ષરજ્ઞાન છતાં પત્રલેખનને પણ વિરહિણીનો એક સ્વાભાવિક હસ્તાવલંબી અનુભાવ લેખી શકાય. અહીં આપણે સંસ્કૃતથી માંડી ગુજરાતી સાહિત્યના હસ્તાવલંબી વિવિધ અનુભાવોનાં અવતરણ જોયાં. તેમાં નાયિકાનો શોકસંતાપ, કૃશતા, આભરણે અંગે ય ન અડાડવા જેવું તેમ જ જગતના પદાર્થો ન ભોગવવા જેવું ઉત્કટ અસુખ, મિલનસુકતા, અવધિદિવસોની ઉત્સુકતાપૂર્વકની ગણતરી કે ન ગણવાની વિરહભીરુતા, વિરહવર્ધક પદાર્થો પ્રતિ અભાવ, પત્રસંદેશ, પ્રિયમિલનની આરત અને તેને અભાવે તેના ઉપસ્થિત કરેલા આભાસથી થતું સુખ ને તેય રચવાની નાનાવિધ રીતિઓ– આવા વિરહનિવેદનના ભાતભાતના ભાવોની-કહો કે અનુભાવોની રંગપૂરણી થયેલી છે. આવી ભાવસમૃદ્ધિને કારણે રસશાસ્ત્રની દૃષ્ટિએ શૃંગારનું રસ તરીકે આધિષ્ય સ્વીકારાયું છે; અને તેમાં યે વિયોગના ભાવને વિશેષ આધિય મળે એ સહજ નથી ? આ વિરહજન્ય અપ્રાપ્ય પ્રેમ તીવ્ર ઝંખનાની તીણ સરાણે ચઢીને વેદનાને અવિરત ઘસરકા વેઠીવેઠીને તેમાંથી આવા કોઈક શ્લોકગાથાદુહાગીતરૂપે જે તિખારવા ઉડાડે છે તે જ શૃંગારને સંવેદનાની ધારવડે સતેજ કરે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ અવરોધને કારણે “વેદનાના માધ્યમ વડે પ્રેમને પણ ગરિમા પ્રાપ્ત થાય છે.” એ ગરિમા પાછળ જેટલી ભાવની તીવ્રતા–વેધકતા–માર્મિકતા રહી છે, તેટલી બીજી બાજુથી એનાં અન્તર્ગત વર્ણનોમાં અધિક ભાવાત્મક વિસ્તારની સમૃદ્ધિ ય રહી છે. વિરહને કારણે ઉદ્ભવતી ભાવાકુલતા, ભાવવિવલતા, શારીરિક ઉદ્દેગ તેમ જ જવર અને દુર્બળતા, પાણ્ડતા ઈ વ્યાવિ, માનસિક કલેશ, સંતાપ, વ્યથા, પીડા, વેદના (આ બધા શબ્દો સમાનાર્થી છતો, આ સંદર્ભમાં તે વિવિધ અર્થછાયાઓથી યોજાય છે), વિવિધ ઋતુઓના ઉદ્દીપક સ્વરૂપથી જન્મતા પ્રતિભાવો, વિયોગસમ્બન્ધિત ૧૦–૧૧ દશાઓ જેવી કે અભિલાષ, ચિન્તા, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, પ્રલાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા, મૃતિ અથવા મૃત્યુ અને મૂછ–આ અને આવી વિવિધ સ્થિતિઓનું સુંદર વ્યંજનાપૂર્ણ સંવેદક ચિત્રણ–અંકન થયેલું છે. વિરહનિવેદનના સાહિત્યનિરૂપણમાં આવી સભર અને સંતર્પક વિવિધતા છે. વળી, આપણે જોયેલા એક વિશિષ્ટ અંશમાં પણ સારી એવી ભાવસમૃદ્ધિ છે. ૭ લેખનું નામ: પ્રાચીન દેશીભાષાગ્રથિત પ્રકીર્ણ સાહિત્ય, સંપાદક: મુનિશ્રી જિનવિજયજી; “ભારતીય વિદ્યા'(સંશોધન વિષયક હિંદી-ગુજ૦ સૈમાસિક પત્રકા), વર્ષ ૧, અંક ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy