SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ફથી રિજ્ઞા : ૨૫૯ 10d અનુકૃતિ પ્રમાણેનું મે ૫૦ છન્દ પ્રમાણે પ્રક્ષિપ્ત પુરવાર થાય છે. વિંન્ન-વિખાય = તાપનિવારક = પંખો એ પ્રમાણે હું સમસ્તપદ લઉ છું. શાપત્ય (ઉત્તર” ની પોતાની આવૃત્તિમાં ૨.૮ ની નોંધમાં) ધિંન ને સપ્તમી બહુવચન તરીકે સમજાવે છે તે ગળે ઊતરતું નથી. આ શબ્દ વૈદિક “શંસ' (પશેલ ૧૦૧, ૧૦૫) ઉપરથી ઊતરી આવ્યો હોય કે તેની સાથે સંબંધ ધરાવતો હોય એમ માનવામાં ભાગ્યે જ કોઈને શંકા હોય. 12a (ચ એ દ્રષ્ટિએ ખામી ભરેલા જૂથને સુધારવા સ્વીકારેલા) થાકને બદલે પૂથ એવો પાઠ પણ શક્ય છે. વાયતમugવો “પૂજઈ ' એવું ૨૫ નો છે. 13ed, 14ab આ બંને પંક્તિઓ આ સ્થળે અયોગ્ય છે કારણકે આ પંકિતઓ બાળકનો જન્મ થઈ ગયા પછી જ સાર્થક બને છે, જ્યારે સર્વપ્રથમ ૧૫cd માં જ સ્ત્રીના દોહદની વાત આવે છે અને ત્યાર પછી ૧૬, ૧૭માં બાળકનો જન્મ અને ત્યાર બાદ સાધુએ ન છાજતી વસ્તુઓ કરવાની વાત આવે છે. વળી ૧૩મમાં આવેલા સ્વાદિ અને ૧૪c માં આવેલા વાસં સમમિથાવત્રમ્ ની વચ્ચે આવેલી આ બંને પંકિતમાં કોઈ પણ આજ્ઞાર્થના રૂપ સાથે સંબંધ કરી શકાતો નથી તેથી આ પંક્તિ ક્રિયાપદરહિત બની જાય છે. આમ છતાં આ પંકિતઓને આગળ પછીની પંક્તિઓમાં પણ આનુપૂર્વના કામમાં ગોઠવી પરિસ્થિતિ બદલાઈ શકાતી નથી, અને ચોક્કસ કઈ જગાએ આ પંક્તિ ઓને સમાવવી તે કહેવું પણ અઘરું છે. આપણી પાસે જે રીતે ગ્રન્થ છે તેમાં કોઈ ઢંગધડા વગરના સંગ્રાહકે અસંતોષ જનક થીગડા માર્યા જેવું કામ કર્યું છે એવી મારી ચોક્કસ ખાતરી છતાં એમાં ફેરફાર કરવાનું મેં માંડી વાળ્યું છે. 18શુ તપૂજાનો સ્વરપાત્ર એવો કામચલાઉ પર્યાય આપી “રણશિંગુ” એવો અર્થ કરે છે. રાજપાતા = ધનુષ' એવા અનુકૃતિના અર્થને ન સ્વીકારવા માટે તેઓ બે કારણો આપે છે: (૧) ારવાત નો અર્થ “ધનુ' નહિ પણ બાણનું છટવું' એવો થાય છે અને (૨) “ગ્રન્થકારે સમજૂતીની રીતે આપેલા ચતુર્થીના રૂપો પ્રમાણે બાળક ઉત્તરોત્તર મોટું થતું જાય છે; નાજુક બાળવયમાં ધનુષ એના કશાય ઉપયોગનું નથી.” હવે શુ એ “નત'નો નવ-નાત” એવો કરેલો અર્થ જ બરોબર છે એમ પણ નથી. એનો અર્થ સામાન્ય રીતે પુત્ર, પુમાન અપસ એવો થાય છે. એમાં ઉપરની સ્પષ્ટતા નથી. ચ અને ટી પ્રમાણે સામવેર = “ શ્રમણનો પુત્ર' પરંતુ પાલી સામર અને બૌદ્ધ સંકૃત આમીર એ બંનેનો અર્થ શીખાઉ' થાય છે. અને આ શબ્દ અહીં એ જ અર્થમાં મશ્કરીમાં વપરાયો હોય એમ બને. કુમારને અર્થ રાજકુમાર'. ટીકાકારો જે સાચા હોય—અને હું માનું છું કે તે સાચા છે–તો મારી ઉપરની ધારણ ખરી છે. (જુઓ–ટી-કુમારભૂતાય સુવા , રાજકુમારભૂતાય વા મપુત્રાય ; ચૂ૦ : ઇસ મમ દેવઘુમારભૂતો ઇત્યાદ). આમ એમાં ઉમરની મર્યાદા નથી (વળી યાનમાં રાખો કે ચીંથરાને દડો મોટી ઉમર સાથે–ખાસ કરીને જરાય મેળ નહિ ખાય). 13d શીલાંકને અનુસરીને જે નો અર્થ ચા “ બળદ' કરે છે અને શુક “(લાકડાનો 3) વાછરડો” એમ કરે છે. પરંતુ તદ્દન સ્પષ્ટ એવા આ શબ્દની સમજૂતી શીલાંક “ત્રિદાયનં રીવર્તમ' એ પ્રમાણે કેમ આપે છે તે મને સમજાતું નથી. સેન્ટ પિટર્સબર્ગના લઘુકોશ પ્રમાણે જોયે નો અર્થ બળદ કે ગાય વડે હંકાતું ગાડું' એમ થાય છે. અને મોહેં-જો-દારોના ખોદકામે બતાવ્યું છે કે છેક ત્રીજી સહસ્ત્રાબ્દી જેટલા પ્રાચીન કાળમાં બળદગાડાંનાં રમકડાં પ્રચલિત હતાં. 15ab નવ-સુત્તમ-આ શબ્દ એમ સૂચવતો લાગે છે કે અહીં શ્રમણને નવી ખુરશી લાવવાનું નથી કહ્યું પણ એને નવી પાટી નાખી આપવાનું કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણે તેને નવી તૈયાર પાદુકાઓ લાવવા માટે નહિ પરંતુ મુંજ (ધાસમાં)થી જાતે ગૂંથવાનું કહેવામાં આવ્યું છે. 16 વાવ અને શુ કહે છે તેમ પ્રથમ પાને સતિ સપ્તમી તરીકે જરૂર સમજી શકાય. પણ હું તેને સ્ત્રીના કથનના ભાગ તરીકે લેવાનું વધુ પસંદ કરું છું. દ્વતીયપાદ છંદની દષ્ટિએ એટલો બધો ભ્રષ્ટ છે કે ગ્રન્થને શુદ્ધ માની શકાય તેમ નથી. તેમ છતાં શકય ફેરફારનું સૂચન કરવાની મારી રાકિત નથી. 19a “આ (સ્ત્રીઓ)ની બાબતમાં આ પ્રમાણે જણાવવું જોઈએ” આ પ્રકારનું શુ૦ ભાષાન્તર કૃત્રિમ લાગે છે કારણકે આ અર્થમાં વિશ્વનો સંબંધ સપ્તમ્યન્ત તા[, સાથે જોડવાનું મુશ્કેલ છે. યા વિશાળ નો અર્થ “વિનતિ' સમજી સ્ત્રીઓની વિનતિઓ પ્રત્યે દરકાર રાખવી નહિ” એમ ભાષાન્તર કરે છે. આમાંય તાજુ એ પદ વિચિત્ર લાગે છે. વિશ્વવં નો અર્થ 15d માં આવેલા માળg1 થી ભિન્ન નથી એમ સૂચવાનું હું સાહસ કરું છું. ગૃહસ્થ પાસે એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy